android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર ત્રાટકી વન વિભાગની ટીમ, બે શિકારી ઝડપાયા
calendar_today January 3, 2026

Surendranagar: નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર ત્રાટકી વન વિભાગની ટીમ, બે શિકારી ઝડપાયા

વન્યપ્રાણીઓના રક્ષણ માટે સતર્ક બનેલા વન વિભાગને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સફળતા મળી છે. સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાં માદા નીલગાયનો શિકાર કરી તેનું માંસ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વન વિભાગની ટીમે મધરાત્રે દરોડો પાડીને બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ અન્ય શખ્સો ફરાર થઈ ગયા છે.મધરાત્રે 30 કર્મચારીઓની ટીમનું સિક્રેટ ઓપરેશનસાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈ મકવાણાને બાતમી મળી હતી કે સેજકપરના રેવન્યુ સર્વે નંબર-375માં કેટલાક શખ્સો નીલગાયનો શિકાર કરી રહ્યા છે. આ માહિતીના આધારે વનપાલ અને વનરક્ષકો સહિત 25 થી 30 કર્મચારીઓની ટીમે રાત્રિના અંધકારમાં ઓચિંતી રેઇડ કરી હતી. સ્થળ પર પાંચ શખ્સો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા.પીછો કરીને બેની ધરપકડ, ત્રણ ફરારદરોડા દરમિયાન અંધારાનો લાભ લઈ પાંચ પૈકી ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. જોકે, વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને નીચે મુજબના બે શખ્સોને દબોચી લીધા હતા. કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ, હનીફ ઇબ્રાહીમ સંધી.મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહીઝડપાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેનું માંસ વેચતા હતા. વન વિભાગે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 30 કિલો નીલગાયનું માંસ, એક સેન્ટ્રો કાર અને એક બાઇક, તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા અને બે મોબાઇલ ફોન ₹19,200ની રોકડ રકમ તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની કડક કલમો હેઠળ ગુનો નોંધી, પકડાયેલ બંને શિકારીઓને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગ નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: અજાપુરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભડીયો લુહાર મુદ્દામાલ સાથે ઝડપાયો

Read Full Story arrow_forward
Bhavnagarના વલ્લભીપુર-ઘાંઘળી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર શિક્ષકનું કરુણ મોત
calendar_today January 3, 2026

Bhavnagarના વલ્લભીપુર-ઘાંઘળી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર શિક્ષકનું કરુણ મોત

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઘાંઘળી હાઇવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાઘવ પેટ્રોલ પંપ પાસે આવેલા નાળા નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ હૃદયદ્રાવક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું.રાઘવ પેટ્રોલ પંપ પાસેના નાળામાં બની ઘટનામૃતક યુવાનની ઓળખ દીપકકુમાર જયપાલ તરીકે થઈ છે, જેઓ વલ્લભીપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત બાદ બીજા ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ વલ્લભીપુર અને સિહોર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડાયોપોલીસે મૃતક શિક્ષકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડ્યો હતો અને હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એક સેવાભાવી શિક્ષકના આકસ્મિક અવસાનથી શૈક્ષણિક જગતમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palitana News: ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, બાઇક સવાર યુવક ખાડામાં ખાબક્યો
calendar_today January 3, 2026

Palitana News: ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, બાઇક સવાર યુવક ખાડામાં ખાબક્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક સ્થાનિક યુવક બાઇક સહિત ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ સલામતીના કોઈ પણ સાધનો રાખવામાં આવ્યા નથી.સ્થાનિક યુવક બાઇક સહિત ખાડામાં પડ્યોવાહન વ્યવહાર માટે રોડ સત્તાવાર રીતે બંધ હોવા છતાં, ત્યાં રહેતા રહીશો અને શાળાએ જતા બાળકો માટે અવરજવર ચાલુ છે. કામગીરીના સ્થળે કોઈપણ પ્રકારના બેરીકેટ કે ડાયવર્ઝન બોર્ડ ન લગાવવામાં આવ્યા હોવાથી અંધારામાં કે અજાણતા આ યુવક સીધો ખાડામાં પડ્યો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ભેગા થઈને યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયોરહીશોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ગોકળગતિએ ચાલી રહી છે. તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામતી માટે યોગ્ય બેરીકેટિંગ અને સૂચના બોર્ડ લગાવવામાં આવે, જેથી અન્ય કોઈ વ્યક્તિ કે બાળક આવી દુર્ઘટનાનો ભોગ ન બને. જો તંત્ર જાગશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward