android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Magh Mela 2026: 10 વાગ્યા સુધીમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, CMયોગીએ શેર કરી તસવીરો
calendar_today January 3, 2026

Magh Mela 2026: 10 વાગ્યા સુધીમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, CMયોગીએ શેર કરી તસવીરો

પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રયાગરાજમાં માઘ મેળો શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેળાના ફોટા શેર કર્યા અને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. આ વર્ષે પહેલી વાર ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વહીવટીતંત્રને પહેલા દિવસે 30 લાખ લોકો સ્નાન કરશે તેવી અપેક્ષા છે. સવારે 9 વાગ્યા સુધીમાં 700,000 થી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે. ત્રિવેણી કિનારે દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળા 2026 ની શરૂઆત મહાકુંભ 2025 ના અનુરૂપ નવી વ્યવસ્થાઓ સાથે થઈ છે.9 લાખ લોકોએ કર્યુ સ્નાન સમગ્ર મેળા દરમિયાન 150 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. તેથી તે મુજબ તૈયારીઓ કરવામાં આવી છે. મેળાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને ગંગા ઉપર બનાવવામાં આવી રહેલા પોન્ટૂન પુલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. માઘ મેળાના પ્રથમ સ્નાન ઉત્સવ પોષ પૂર્ણિમા નિમિત્તે સવારે 10:00 વાગ્યા સુધીમાં આશરે 9 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું. 2.5થી 30 લાખ શ્રદ્ધાળુઓ કરશે સ્નાન મેળા વહીવટીતંત્રનો અંદાજ છે કે શનિવારે, પ્રથમ સ્નાન ઉત્સવ, પવિત્ર ત્રિવેણીમાં 2.5 થી 30 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહા કુંભ મેળાની જેમ પહેલી વાર માઘ મેળા માટે લોગો બહાર પાડવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા માટે, વહીવટીતંત્રે ખાનગી કંપનીઓ સાથે મળીને બાઇક સેવા શરૂ કરી છે, જેનાથી યાત્રાળુઓ સંગમની નજીક પહોંચી શકશે. પહેલી વાર, વીજળીના થાંભલાઓ પર QR કોડ લગાવવામાં આવ્યા છે, જેનાથી લોકો તેમની ફરિયાદો નોંધાવી શકશ અને એવો દાવો કરવામાં આવે છે કે તેમને થોડીવારમાં મદદ મળશે. ડ્રોન પર પ્રતિબંધ છતાં પણ..મેળા વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધ છે. તેમ છતાં, ઘણા લોકો હજુ પણ ડ્રોન ઉડાડી રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે. શનિવારે પોષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવ દરમિયાન, સંગમ વોચ ટાવર પર ફરજ બજાવતા સુરક્ષા ગાર્ડની ખુરશી પર ડ્રોન અથડાયું. અચાનક આવેલા મોટા અવાજથી સુરક્ષા ગાર્ડ ગભરાઈ ગયો, જેના કારણે ખુરશી તૂટી ગઈ. સદનસીબે, કર્મચારી ટાવરની વચ્ચે બેઠો હતો; જો તે ધાર પર હોત તો અકસ્માત થઈ શક્યો હોત. આ પછી પોલીસે મેળા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું અને ડ્રોન ઓપરેટરોને રોક્યા.

Read Full Story arrow_forward
Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો  મિક્સ અન્નકૂટ ધરાવાયો, જુઓ Video
calendar_today January 3, 2026

Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો, જુઓ Video

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ એવમ્ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 03-01-2026, શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વિવિધ વસાણાનો અન્નકૂટ ધરાવાયો દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રીયલ ડાયમંડનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આજે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવશે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેંથીના લાડુનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 4:30 કલાકે પૂનમ નિમિતે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવશે. વિશેષમાં, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ તા.16 ડિસેમ્બર ૨૦૨૫ થી તા.14 જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં છે. સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પણ વાંચો : Surat News : સુરતમાં ફરજ બજાવી ચૂકેલા PIને કોર્ટના હુકમનો અનાદર કરવો ભારે પડયો, PI એચ.બી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટનો હુકમ https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/surat/surat-news-pi-who-had-served-in-surat-found-it-difficult-to-disobey-the-court-order-court-orders-to-take-pi-hb-zala-into-custody  

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાત ATS એ પકડેલા 3 આતંકીઓની તપાસ NIA ને સોંપાઇ, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા
calendar_today January 3, 2026

Ahmedabad: ગુજરાત ATS એ પકડેલા 3 આતંકીઓની તપાસ NIA ને સોંપાઇ, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા

નવેમ્બર 2025માં ગુજરાત ATS દ્વારા પકડાયેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ નામના 3 આતંકીઓની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અમદાવાદ યુનિટને સોંપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે કેસની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ તપાસ જરૂરી છે.આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા આ આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. ATSને મળેલી માહિતી પ્રમાણે આ આતંકીઓ ISKP હેન્ડલર અબુ ખદીજાના સૂચનો હેઠળ હથિયારો અને ઝેરના ઉપયોગની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો અબુ ખદીજાના આદેશ મુજબ, આ હુમલા દ્વારા ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો હતો. NIA અમદાવાદ યુનિટે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો---  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward