android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...
calendar_today January 2, 2026

Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને એર ઈન્ડિયા દ્વારા અમદાવાદથી દિલ્હી જતી બે મહત્વની ફ્લાઈટ્સ કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વિના રદ કરવામાં આવતા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. અચાનક ફ્લાઈટ રદ થવાના કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે અને તેમના આગળના કામો તથા કનેક્ટિંગ ફ્લાઈટ્સ પર તેની માઠી અસર જોવા મળી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કે સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી.એરપોર્ટ પર પરેશાની માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ ઈન્ડિગો એરલાઇન્સની પણ 4થી વધુ ફ્લાઈટ્સ સમય કરતા ઘણી મોડી પડતા મુસાફરોની પરેશાનીમાં વધારો થયો છે. કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડતા વૃદ્ધો અને બાળકો સહિતના મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે. ફ્લાઈટ્સ મોડી પડવા પાછળ ટેકનિકલ કારણો કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે છે, પરંતુ એરલાઇન્સ દ્વારા યોગ્ય સંવાદના અભાવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં એરપોર્ટ પર પેસેન્જરોની ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે
calendar_today January 2, 2026

Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો વેસુ પોલીસે નોંધ્યો છે અને રેસના ચક્કરમાં 3 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત અને 150થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો હોવાની વાત છે, કાર વચ્ચે રેસ લાગી હતી અને તેમાં આ અકસ્માત સર્જાયો છે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ મોત પણ થયું ન હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વેસુ VIP રોડ પર 3 જેટલા લાઈટ પોલને નુકસાન નબીરો મંથન પટેલ કાર ચલાવતો હોવાનું ખુલ્યું છે અને રોડ પર રહેલા લાઈટના પોલને પણ નુકસાન થયું છે, મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં સવાર હતો અને YPD મેરેજ હોલમાં સગાઇમાં દારૂ પાર્ટી કરી હતી કે નહી તેને લઈ પોલીસ તપાસ કરી રી છે, અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો તેવી વાત પણ સામે આવી છે અને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ ગાયબ થઇ છે, અકસ્માત સ્થળેથી માત્ર ગ્લાસ મળી આવતા પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે. અકસ્માત સર્જેલી કારની સાફ સફાઈ કરવામાં આવી સુરત શહેરમાં નબીરાઓએ ફરી બેફામ બની અકસ્માત સર્જ્યો છે, વેસુ VIP રોડ પર બેફામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કારનો અકસ્માત થયો છે, અકસ્માત થતાની સાથે જ BE-6 અને BMWની એરબેગ પણ ખુલી ગઈ હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર રહેલ ઈલેકટ્રીક પોલ પણ ઢળી પડયા હતા, તો પોલીસ તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, સ્વીફટ કારમાં જે મહિલા બેઠી હતી તેને ગંભીર ઈજા પહોંચી છે. BMW કાર ચાલાક પોલીસ પકડથી દૂર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મંથન પટેલ કાર ચલાવતો હતો અને સાથે ઋષિ પટેલ પણ સાથે હતો અને દારૂની પાર્ટી પતાવીને પરત ફરતા હતા તે સમયે આ અકસ્માત થયો છે અને મહત્વની વાત તો એ છે કે, આ સમગ્ર ઘટનામાં સ્થળ પરથી દારૂના ગ્લાસ તો મળી આવ્યા પણ બોટલ ગાયબ થઈ ગઈ છે, પોલીસે બોટલ છુપાવી કે કોઈ અન્યએ આ બોટલ છુપાવી તેને લઈ રહસ્ય છે. આ પણ વાંચો : Mahisagar News : મહીસાગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો, SOG પોલીસે 36 રીલ ઝડપી પાડી

Read Full Story arrow_forward
Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...
calendar_today January 2, 2026

Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2025 માં મનપાના કોલ સેન્ટર પર કુલ 4.67 લાખ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત ડ્રેનેજ વિભાગની છે, જેમાં ગટર ચોકઅપ અને મેઈન લાઈન ઓવરફ્લો જેવી સમસ્યાઓને લઈને 2.65 લાખ ફરિયાદો મળી છે. એટલે કે, સરેરાશ દરરોજ 1280 ફરિયાદો માત્ર ડ્રેનેજ વિભાગને મળી રહી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણી વિતરણને લઈને પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાની હાલાકી નોંધાવી છે. જોકે, મનપા તંત્રએ દાવો કર્યો છે કે તેમાંથી 4.62 લાખ જેટલી ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.સ્માર્ટ સિટીમાં ગંદકીનો ભરડો બીજી તરફ, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ આંકડાઓને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે જો શહેરમાં કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે તો 50% ફરિયાદો આપોઆપ ઘટી શકે તેમ છે, પરંતુ તંત્ર માત્ર થીંગડા મારવાનું કામ કરી રહ્યું છે. અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે ફાયર વિભાગની 139 ફરિયાદો હજુ પણ 'ઓપન સ્ટેટસ' માં છે, જે ગંભીર બેદરકારી સૂચવે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાતો માટે જનતાએ આટલી મોટી સંખ્યામાં ફરિયાદો કરવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : ફ્લાઈટના ધાંધિયાને લીધે મુસાફરો મુશ્કેલીમાં, દિલ્હી જતી 2 ફ્લાઈટ રદ થતા ગુસ્સે ભરાયા અને પછી...

Read Full Story arrow_forward