android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: ભેંસાણના ખજૂરી હડમતીયા VCE જયેશ ખંભાળીયાનો આપઘાતનો પ્રયાસ
calendar_today January 1, 2026

Junagadh News: ભેંસાણના ખજૂરી હડમતીયા VCE જયેશ ખંભાળીયાનો આપઘાતનો પ્રયાસ

ભારે કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે સહાય મેળવવા માટે ખેડૂતોની અરજીઓ લેવામાં આવી હતી. જે અન્વયે ભેંસાણ તાલુકામાં ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં આરોપી વીસીઈએ ફિનાઈટ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના સીડીપી ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવીણભાઈ કથીરીયાએ ખજૂરી હડમતીયા ગ્રામ પંચાયતના વીસીઈ તરીકે ફરજ બજાવતા જયેશ રામજી ખંભાળીયા સામે ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ વીસીઈ જયેશ ખંભાળીયાએ ફિનાઈલ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ લગાવાયો છે. ત્યારે તેના પરિવારજનોનો ભૂલથી ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે. છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ રાહત ફોર્મ ચકાસણી કરવાની જવાબદારી કેયુરભાઈની હતી અને ડીડીઓએ તેમને ભેંસાણના ખજૂરી હડમતીયા ગામમાં ભરાયેલ ફોર્મની ચકાસણી કરવાની હતી. જેમાં તપાસમાં અમુક ખેડૂતો મરણ ગયેલ અને અમુક ખેડૂતોની ડબલ નોધણી કરીને આધારકાર્ડ જે તે ખાતેદાર ખેડૂતનું નહી નાખી અન્યના નંબર નાખી ખાતેદાર ખેડૂતોની બનાવટી સહી કરી ખોટા રેકર્ડ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.જે લાભાર્થીના ફોર્મમાં 30 જેટલા ખેડૂતોના ફોર્મમાં અનેક વિસંગતતા જોવા મળી હતી, અને તેમાં છ ખેડૂતોના મરણ થયેલ હોવા છતાં તેમના નામે સહાય મેળવવા માટેના ફોર્મની અરજીઓ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને વીસીઈ જયેશ રામજી ખંભાળીયા દ્વારા કૌભાંડ આચરીને કુલ રૂ.૯,૪૯,૩૭૦ ની રકમની છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Junagadh News: ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ, VCE સામે ગુનો નોધાયો

Read Full Story arrow_forward
Surat: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો
calendar_today January 1, 2026

Surat: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરના ઘરેથી રિવોલ્વર અને કારતૂસની ચોરી થવાની ઘટનામાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિલ્ડરના ઘરે જ કામ કરતા અને ચોરીના ગુનામાં પકડાયા બાદ નોકરીમાંથી કાઢી મુકાયેલા એક કિશોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે.રિવોલ્વર અને કારતૂસની ચોરી કરનારની ધરપકડ ઘટનાની વિગત મુજબ, વેસુના બિલ્ડરના ઘરે આ કિશોર નોકરી કરતો હતો. થોડા સમય પહેલા બિલ્ડરે આ કિશોરને ₹8000ની ચોરી કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ બિલ્ડરે તેને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુક્યો હતો. નોકરીમાંથી કાઢી મુકાયેલા કિશોરે બિલ્ડર સામે બદલો લેવાનું નક્કી કર્યું અને જતી વખતે બિલ્ડરની લાયસન્સ વાળી રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળીઓની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બિહારથી કિશોરની ધરપકડહથિયાર જેવી સંવેદનશીલ વસ્તુની ચોરી થતા અલથાણ પોલીસ હરકતમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કિશોર તેના વતન બિહાર ભાગી ગયો છે. અલથાણ પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી અને ત્યાંથી કિશોરને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી રિવોલ્વર અને 8 નંગ જીવતી ગોળીઓ કબજે કરવામાં આવી છે, જ્યારે બાકીની ગોળીઓ અંગે પૂછપરછ ચાલુ છે.પોલીસ તપાસ અને કાર્યવાહીસગીર હોવાને કારણે પોલીસ આ મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. તે આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે કેમ, અથવા કોઈને હથિયાર વેચવાનો પ્લાન હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે હથિયાર કબજે કરી કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી

Read Full Story arrow_forward
Mumbai પોલીસે નવા વર્ષની રાત્રે 13,752 લોકોને મેમો ફટકાર્યો, 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો
calendar_today January 1, 2026

Mumbai પોલીસે નવા વર્ષની રાત્રે 13,752 લોકોને મેમો ફટકાર્યો, 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો

નવા વર્ષ પહેલા મુંબઈમાં સલામત ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે એક મોટી ઝુંબેશ શરૂ કરી હતી. 31 ડિસેમ્બર, 2025 ની રાત્રે, મુંબઈ ટ્રાફિક વિભાગે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર શહેરમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. નાકાબંધી અને ચેકિંગ ઝુંબેશ દરમિયાન, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રસ્તાઓ પર જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે મુખ્ય ચોક પર પોલીસ ટીમો હાજર હતી.વાહનચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ દરમિયાન, મુખ્ય ચોક, એન્ટ્રી પોઈન્ટ અને ભીડવાળા વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી. નશામાં વાહન ચલાવનારા વાહનચાલકોનું બ્રેથલાઈઝર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નશામાં વાહન ચલાવવાના કુલ 211 કેસ નોંધાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે નશામાં વાહન ચલાવવું જીવન માટે જોખમી છે અને આવા કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ બતાવવામાં આવશે નહીં. પોલીસને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા, લોકોને નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા. પોલીસે શહેરના મુખ્ય ચોક, પ્રવેશ બિંદુઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં ચેકપોઈન્ટ બનાવીને અને બ્રેથલાઈઝરનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી હતી. દારૂ પીને વાહન ચલાવનારા 211 વાહનોના ચલણ કાપવામાં આવ્યા હતા. જાગૃતિ હોવા છતાં, લોકો બેદરકારીથી કામ કરતા રહ્યા, જેના કારણે પોલીસને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. મુંબઈ પોલીસે કરોડો રૂપિયાના ચલણ જાહેર કર્યા આ ઉપરાંત, હેલ્મેટ ન પહેરવા, સિગ્નલ કૂદવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા, રિવર્સ વાહન ચલાવવા, લાઇસન્સ વિના વાહન ચલાવવા, ત્રણ વખત બેસવા, સીટ બેલ્ટ ન પહેરવા અને ગતિ મર્યાદા તોડવા જેવા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 13,752 ઇ-ચલણ જારી કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 1,31,14,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આ પણ વાંચો: NTPC સાથે મળીને અમેરિકાની કંપની કરશે કામ, ન્યુક્લિયર એનર્જીને અપાશે નવી દિશા

Read Full Story arrow_forward