android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagarના બગદાણામાં નવનીત બાલઘીયા પર જીવલેણ હુમલાનો મામલે 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન
calendar_today January 1, 2026

Bhavnagarના બગદાણામાં નવનીત બાલઘીયા પર જીવલેણ હુમલાનો મામલે 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન

ભાવનગર જિલ્લાના બગદાણામાં તાજેતરમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલઘીયા નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં બગદાણા પોલીસે ઝડપાયેલા 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. નવનીત બાલઘીયા પર થયેલા આ હુમલાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.ફરિયાદી નવનીત બાલઘીયા પર હુમલો કરાયો હતોભોગ બનનાર નવનીતે ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ હુમલો લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ આક્ષેપોને પગલે પોલીસ સતર્ક બની છે. બગદાણા પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાની ધરપકડ કરી છે. ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપઆ આઠેય ઈસમોને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી હુમલાની કડીઓ જોડી શકાય. હાલમાં ભોગ બનનાર નવનીત બાલઘીયા મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયતની પૃચ્છા કરવા માટે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ભોગ બનનાર પરિવારને સાંત્વના આપી હતી અને આ મામલે યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. પોલીસ હાલ જયરાજ આહીરની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ
calendar_today January 1, 2026

Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈના અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે EDની અમદાવાદ ઝોનની ઓફિસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી સહિત રોકડ રકમને જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કેસના મુખ્ય સુત્રધાર હિંમાંશુ ભાવસાર અને તેના સાથીદારોએ ઉત્તર ગુજરાતમાં અનેક ઓફિસો ખોલી હતી. ત્યાં લોકોને શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે રોકાણ કરાવ્યું હતું. શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી આ કૌભાંડમાં EDની અમદાવાદ ઓફિસે કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમે 110 કિલો ચાંદી, અને 1.296 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત 39.7 કિલો જ્વેલરી સહિત 4.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર હિંમાંશું ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પર 6થી વધુ ફરિયાદ દાખલ કરાઈ છે. આ કેસમાં કૂલ ફ્રોડની કિંમત 10.87 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ SEBI નોંધણી વગર રોકાણ ફર્મ ખોલી રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી સામે ખેરાલુ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.  EDએ મની લોન્ડરિંગ હેઠળ ફરિયાદ નોંધી હતી EDની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, આરોપીએ લોકોને વિશ્વાસમાં લઈને રોકાણ કરાવ્યું હતું અને ઊંચા વળતરની લાલચ આપી હતી. તેની સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ EDએ મની લોન્ડરિંગ હેઠળ ફરિયાદ નોંધી હતી. આ ઠગ ગેંગ સામે વિવિધ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે. EDએ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surat News: ઉધનાના ભાઠેનામાં ભયાનક અકસ્માત, બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પાના ટાયર નીચે કચડાયો

Read Full Story arrow_forward
Amreli News: ધારીના ભાડેર ગામમાં પિતાએ જ પુત્રનું ગળું દબાવીને કરી હત્યા
calendar_today January 1, 2026

Amreli News: ધારીના ભાડેર ગામમાં પિતાએ જ પુત્રનું ગળું દબાવીને કરી હત્યા

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. પુત્રની દારૂ પીવાની કુટેવ અને તેનાથી થતા રોજિંદા કૌટુંબિક ઝઘડાઓથી કંટાળીને એક પિતાએ પોતાના જ સગા પુત્રની હત્યા કરી નાખી છે. મૃતક યુવકની ઓળખ હિતેશ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિતેશને દારૂ પીવાની ગંભીર ટેવ હતી. તે અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પોતાની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઉગ્ર ઝઘડા કરતો હતો.પુત્રની દારુ પીવાની ટેવથી પિતા કંટાળ્યા હતાપુત્રના આ રોજિંદા ત્રાસ અને સમાજમાં થતી બદનામીથી પિતા વશરામભાઈ સેંજળીયા અત્યંત વ્યથિત અને કંટાળી ગયા હતા. ગતરોજ ઝઘડો વધતા પિતા વશરામભાઈએ આવેશમાં આવી દોરડા વડે હિતેશનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. પાપ છુપાવવા માટે તેમણે પુત્રની લાશને પોતાની વાડીના શેઢા પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી. જોકે, આ બાબતની જાણ પોલીસને થતા ધારી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મેજિસ્ટ્રેટની હાજરીમાં દાટેલી લાશને બહાર કાઢી હતી. પોલીસે દાટી દીધેલી મૃતકની લાશને બહાર કાઢીધારી પોલીસે પિતા વશરામ સેંજળીયાની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ભાડેર ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward