android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: હું, તમે અને શેરીના નામે થર્ટી ફર્સ્ટની ઉજવણી
calendar_today January 1, 2026

Surendranagar: હું, તમે અને શેરીના નામે થર્ટી ફર્સ્ટની ઉજવણી

સુરેન્દ્રનગરમાં વર્ષ 2025ની વિદાયના દિવસે 31મી ડિસેમ્બરે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે શહેરના દાળમિલ રોડ પર આવેલ મહાલક્ષ્મી પાર્કના કોમન પ્લોટમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા સતત ત્રીજા વર્ષે થર્ટી ફર્સ્ટની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. હું, તમે અને શેરી નામે..યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકો પદ, પ્રતીષ્ઠા, પૈસા, ઉંમર ભુલીને બાળક બન્યા હતા. અને સંગીત ખુરશી, કબડ્ડી, ખો ખો, લીંબુ-ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, નવ કુકરી, કેરમ, લખોટી, મોઈ-દાંડીયા, ભમરડા, ગેડી-દડાની રમતો રમ્યા હતા. જેમાં વિજેતાઓને ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડો. રૂદ્રદત્તસિંહ ઝાલાના હસ્તે ઈનામો અપાયા હતા. જયારે મોડી સાંજે સૌકોઈ ઉમંગભેર ગરબે ઘુમ્યા હતા. સમગ્ર આયોજન મહાવીરસીંહ ઝાલા સહિતનાઓ દ્વારા કરાયુ હતુ. જેનું એન્કરીંગ હાસ્ય સાથે છત્રપાલસિંહ ઝાલાએ કર્યુ હતુ. બીજી તરફ વઢવાણના વાઘેલા ગામે આવેલ જીવન સ્મૃતિ મંદબુધ્ધીના બાળકોની તાલિમી શાળા ખાતે દિવ્યાંગ બાળકો માટે નવા વર્ષના વધામણાં કરવા વેલકમ-2026 કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં સંગીતના તાલે દિવ્યાંગ બાળકો ઝુમ્યા હતા અને કેક કાપી વર્ષ 2026ને આવકાર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: છાંટોપાણી કરનારા 27 લોકઅપ ભેગા થયા
calendar_today January 1, 2026

Surendranagar: છાંટોપાણી કરનારા 27 લોકઅપ ભેગા થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન નીચે તા. 31ના રોજ રાત્રે દારૂ પીધેલાઓને પકડવા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાની હદે આવેલા મહત્વના સ્થળોએ 8 ચેકપોસ્ટ બનાવાઈ હતી. જયારે શહેરી વિસ્તારમાં 32 સ્થળે વાહન ચેકીંગના પોઈન્ટ બનાવાયા હતા. જેમાં 1 એએસપી, 1 પ્રોબેશનલ આઈપીએસ, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 36 પીએસઆઈ, 620 પોલીસ કર્મી, 370 હોમગાર્ડ જવાનો બુધવાર સાંજથી જ કામે લાગ્યા હતા. અને ચેકપોસ્ટ પર તૈનાત થઈ તમામ વાહનચાલકોને ઉભા રાખી તપાસ કરાતી હતી. આ ઉપરાંત તેમના વાહન પણ ચેક કરાતા હતા. આ કાર્યવાહીમાં તા. 31મીએ રાત્રે પીધેલી હાલતમાં નીકળનાર 27 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં ધ્રાંગધ્રાના હરીપર રોડ પરથી હાઉસીંગ બોર્ડમાં રહેતો ઈમરાન નુરઅલીભાઈ મોવર, થાન રેલવે સ્ટેશનથી ભરત રામજીભાઈ કમેઝળીયા, સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી ધ્રાંગધ્રાનો રાકેશ છોટુલાલ ઢીમર, આશુતોષ બાબુલાલ કોલ, વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા સીધ્ધીનગરમાં રહેતો બળવંત ઉર્ફે શની જગદીશભાઈ પરમાર, વઢવાણ મેળાના મેદાન પાસેથી નાના કેરાળાનો મહેન્દ્ર ઈન્દુભાઈ મંદોરીયા, માલવણ ચોકડી પાસેથી બજાણાનો વિજય બાબુભાઈ પોરડીયા, ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલા મયુરનગર પાસેથી ચકલાપામાં રહેતો જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રતનપર માળોદ ચોકડી પાસેથી વઢવાણ ખારવાની પોળ મનસુરી વિસ્તારમાં રહેતો પરવેઝ મહમદભાઈ વંથલા, લીંબડી તાલુકાના લીયાદનો રોહીત રાજેશભાઈ માણસુરીયા, મુળીના સરલામાંથી સંજય ધીરૂભાઈ ઉદેશા, લીંબડી તાલુકાના ખંભલાવ ગામેથી કાનજી પેથાભાઈ જાદવ, સાયલા તળાવની પાળ પાસેથી સરવાળીયા ચોરા પાસે રહેતો પ્રકાશ હરજીભાઈ કચીયા, સાયલાના યજ્ઞનગરમાંથી સુદામડાનો દિનેશ ધીરૂભાઈ અઘારા, સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી બસ સ્ટેશન પાછળ રહેતો હારૂન હસનશા દિવાન, દુધરેજ કેનાલ પાસેથી વઢવાણ તાલુકાના રૂપાવટીનો પ્રકાશ માવજીભાઈ ચાવડા, સુરેન્દ્રનગર નર્મદા કવાટર્સ પાસેથી વેલનાથનગરમાં રહેતો પ્રતીક મુકેશભાઈ ભોરણીયા, વઢવાણ ડી માર્ટ ચાર રસ્તા પાસેથી કૃષ્ણનગરમાં રહેતો પ્રવીણસિંહ અજુભા જાડેજા, ઉપાસના સર્કલ પાસેથી કુંભારપરાનો હસમુખ પ્રતાપભાઈ દેત્રોજા, ભારતપરાનો અબ્દુલકરીમ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ બ્લોચ, મુળ નેપાળનો ગણેશ બહાદુર બીકે, લાલબહાદુર બીરબહાદુર નેપાળી, થાન નેશનલ કાંટા પાસેથી ગુગલીયાણાનો પંકજ રૂડાભાઈ મગવાનીયા, વઢવાણ નવા દરવાજા બહારથી વાડી પ્લોટમાં રહેતો હીરેન ત્રીભુવનભાઈ વાણીયા, વઢવાણ શીયાણીપોળ પાસેથી રામદરબાર સોસાયટીમાં રહેતો અશોક વસંતભાઈ ચૌહાણ, વઢવાણ ગેબનશા સર્કલ પાસેથી મુળીના સોમાસરનો નીલેશ મહેશભાઈ પરમાર, મુળીનો ચિંતન બાબુભાઈ પરમાર પીધેલી હાલતમાં પકડાયા હતા. આ શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેમને પોલીસ લોકઅપમાં ધકેલી દેવાયા હતા. જેના લીધે આ શખ્સોએ નવા વરસ 2025ની સવાર પોલીસ સ્ટેશનમાં જોઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam: શહેરમાં જાહેરમાં નળ ખુલ્લા મૂકી પાણીનો વેડફાટ કરનારા પર તવાઈ
calendar_today January 1, 2026

Viramgam: શહેરમાં જાહેરમાં નળ ખુલ્લા મૂકી પાણીનો વેડફાટ કરનારા પર તવાઈ

વિરમગામ શહેરમાં સ્વચ્છતા જાળવવા લાંબા સમય બાદ પાલિકા તંત્ર એકાએક આળસ મરડીને સફાળુ જાગી ગયું છે. શહેરના એક નાગરિક તરીકેની પોતાની ફરજો ભુલી ગયેલા જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકો સામે તંત્રએ લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.પાલિકાના ચીફ્ ઓફ્સિર તાજેતરમાં વહેલી સવારે શહેરમાં આવી પોહચીને જાત તપાસ કરી હતી.જાહેરમાં ગંદકી કચરો ફેંકનાર દુકાનદારો,પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા દુકાનદારો,વાહનો ધોઈ આપનાર જાહેર માર્ગ પર પાણી વેહવડાવી ગંદકી ફેલાવનાર વ્યક્તિઓ સામે દંડની શિક્ષાત્મક પગલાં લેવાયા હતા.ત્યારે શહેરના ટાવર પાસે ટાંકી વિસ્તાર થી ઐતિહાસિક મુનસર દરવાજા તરફ્ના મુખ્ય રોડ પર રોજ પથરાતા પાણી અને ફેલાતી ગંદકીને અટકાવવા તંત્રના સેનેટેશન ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.આ માર્ગ પર કેટલાક લોકો વહેલી સવારે પાલિકા દ્વારા આપતા ઘર વપરાશના પાણીના વિતરણમાં નળ ખુલ્લા મુકીને પાણીનો જાહેરમાં બગાડ કરી ગંદકી ફેલાવતા હતા.તેની ગુરુવારે સવારે તપાસ કરી પાંચ વ્યક્તિઓના રહેણાંક મકાનના પાણી જોડાણ કાપી કાઢયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward