android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કામરેજમાં તાપી નદીમાં યુવતીએ ઝંપલાવ્યું
calendar_today January 2, 2026

Surat News: કામરેજમાં તાપી નદીમાં યુવતીએ ઝંપલાવ્યું

માનવતા હજુ જીવતી છે એવો કિસ્સો સુરતના કામરેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. કામરેજ નજીક આવેલા આંબોલી તાપી નદીના બ્રિજ પરથી એક અજાણી યુવતીએ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે, નદીમાં હાજર દેવદૂત સમાન માછીમારોએ સમયસૂચકતા વાપરી યુવતીનો જીવ બચાવી લીધો હતો.માછીમારો બન્યા દેવદૂત જ્યારે યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી, ત્યારે નીચે નદીમાં કેટલાક માછીમારો પોતાની નાવડીમાં માછીમારી કરી રહ્યા હતા. યુવતીને પાણીમાં પડતી જોઈ માછીમારો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની નાવડી લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુવતી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે જ એક માછીમારે તેનો હાથ પકડી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે કિનારે લાવી હતી. ઘટનાનો વીડિયો વાયરલ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં માછીમારો યુવતીને ડૂબતી બચાવતા સ્પષ્ટ જોઈ શકાય છે. લોકો આ બહાદુર માછીમારોની પ્રશંસા કરી રહ્યા છે. તપાસનો વિષય યુવતી કોણ છે, ક્યાંની રહેવાસી છે અને તેણે આવું અંતિમ પગલું ભરવાની કોશિશ કેમ કરી? તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે, અને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, સતર્કતા અને સેવાભાવથી કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે. આ પણ વાંચો - Surat : માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટમાં સંડોવાયેલો વધુ એક શિક્ષક ઝડપાયો, તે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો

Read Full Story arrow_forward
Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો
calendar_today January 2, 2026

Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો

ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થયા છે. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હોવા છતાં હજી ત્રાસ ઓછો થયો નથી. વારંવાર વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન થતા હોવાના દાખલા સામે આવી રહ્યાં છે. ત્યારે અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો છે. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હતો. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ થયો હતો. 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યો તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ગુમ થયેલા રવિ પાનસુરિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયા ગુમ થયો હોવાનો આરોપ લગાવાયો છે. આ પણ વાંચોઃ Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward
Ahmedabad: અમદાવાદના ત્રાગડ ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ, તંત્રના પાપે નાગરિકો પરેશાન
calendar_today January 2, 2026

Ahmedabad: અમદાવાદના ત્રાગડ ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ, તંત્રના પાપે નાગરિકો પરેશાન

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના સંકલનનો અભાવ જનતા માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહ્યો છે.અનેક વિસ્તારોમાં બંને વિભાગો દ્વારા સંયુક્ત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, પરંતુ પરસ્પર તાલમેલના અભાવે અને તંત્રની હુંસાતુંસીના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ નિંભર તંત્રની બેદરકારીનો તાજો નમૂનો ત્રાગડ ગામનું રેલવે ગરનાળું છે. ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ એક વર્ષથી કામગીરી ઠપ્પ ત્રાગડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રેલવે ગરનાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગે પોતાની જવાબદારી નિભાવતા રેલવે ટ્રેકની નીચે સુધીનું ગરનાળું તૈયાર કરી દીધું છે. પરંતુ, નવાઈની વાત એ છે કે છેલ્લા એક વર્ષથી આ કામગીરી આગળ વધી નથી. રેલવે લાઇન પછીના ભાગમાં કોર્પોરેશનની હદ શરૂ થાય છે, જ્યાં કામ અધવચ્ચે અટકી પડ્યું છે. તંત્રના પાપે નાગરિકો પરેશાન સ્મશાન બન્યું અડચણ? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગરનાળાની આગળની કામગીરીમાં મનપાની હદમાં આવેલું એક જૂનું ભઠ્ઠીનું સ્મશાન અડચણરૂપ બની રહ્યું છે. આ ધાર્મિક અને સંવેદનશીલ દબાણ અથવા જગ્યાના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રેલવે કે મનપા બંનેમાંથી કોઈ પણ સત્તાવાર રીતે આગળ આવી રહ્યું નથી. અધિકારીઓના મૌન નીતિની સ્પષ્ટતાના અભાવે કરોડોના ખર્ચે બનેલું ગરનાળું 'જે સે થે'તેવી જ સ્થિતિમાં પડ્યું છે. આ ઘટનાને કારણે ત્રાગડના રહીશો વર્ષોથી ધૂળ અને ટ્રાફિક વચ્ચે અટવાયેલા છે. આ પણ વાંચોઃ Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU

Read Full Story arrow_forward