android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : વન વિભાગ 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરશે, GIS મેપિંગ કરી જમીનની ઓળખ કરાશે
calendar_today January 2, 2026

Gandhinagar : વન વિભાગ 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરશે, GIS મેપિંગ કરી જમીનની ઓળખ કરાશે

કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર માટે કરાશે વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી.આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે.આવી જમીનનું રક્ષણ,જાળવણી તથા સંરક્ષણ કરવાની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગ/ તેના તાબા હસ્તકની કચેરીઓની રહેશે.આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર જો દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી વન અને પર્યાવરણ વિભાગ/તેના તાબા હસ્તકની કચેરીએ કરવાની રહેશે. જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે. સંરક્ષિત વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગો દ્વારા અને વન વિસ્તારોમાં આવતી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી ક્ષેત્રીય વન વિભાગો દ્વારા કરવાની રહેશે. આ સંરક્ષિત વિસ્તારો અને વન વિસ્તારો બહાર આવેલી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી સામાજિક વનીકરણ વિભાગો દ્વારા નક્કી કરેલ શરતોને આધિન અને જે તે જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી કરી તેઓના હસ્તક મેળવી આગળની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો કોને કયા વિભાગમાં મુક્યા

Read Full Story arrow_forward
Vadodara: વાઘોડિયામાં મધરાત્રે સગીરા પર દુષ્કર્મ, નરાધમની ગણતરીના કલાકોમાં ધરપકડ
calendar_today January 2, 2026

Vadodara: વાઘોડિયામાં મધરાત્રે સગીરા પર દુષ્કર્મ, નરાધમની ગણતરીના કલાકોમાં ધરપકડ

વાઘોડિયામાં સગીરા પર દુષ્કર્મની ગંભીર ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી કિશનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીએ અંધારાનો લાભ લઈ ગુનાહિત કૃત્ય આચર્યું મળતી માહિતી મુજબ, આ બનાવ 29 ડિસેમ્બર, 2025ના રોજ મધરાત્રિએ બન્યો હતો. વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા પોતાના ઓરડામાં ઊંઘી રહી હતી, ત્યારે આરોપીએ અંધારાનો લાભ લઈ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. કિશન વાઘોડિયામાં એક બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો આરોપી કિશન વાઘોડિયામાં એક બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો અને ઉત્તરાયણ નજીક હોવાથી દોરા રંગવાના હેતુસર રાત્રી રોકાણ કર્યું હતું. સગીરા ઉદાસ અને ગભરાયેલી રહેવા લાગતા પરિવારને શંકા ગઈ ઘટના બાદ સગીરા ઉદાસ અને ગભરાયેલી રહેવા લાગતા પરિવારને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાની માતાને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. બાદમાં માતાએ પરિવારજનો સાથે ચર્ચા કરી વાઘોડિયા પોલીસ મથકે પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ફરિયાદ મળતાં જ વાઘોડિયા પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----     Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી

Read Full Story arrow_forward
Junagadh: નેતાઓના 'શુભ મુહૂર્ત'ની પ્રતીક્ષામાં કેદ જનતાનું આરોગ્ય કેન્દ્ર!, ભાડાના મકાનમાં થઇ રહી છે સારવાર
calendar_today January 2, 2026

Junagadh: નેતાઓના 'શુભ મુહૂર્ત'ની પ્રતીક્ષામાં કેદ જનતાનું આરોગ્ય કેન્દ્ર!, ભાડાના મકાનમાં થઇ રહી છે સારવાર

લોકશાહીમાં ઈંટ-પથ્થરની ઈમારતો ચણાઈ જવી એ વિકાસની નિશાની હોઈ શકે, પરંતુ જ્યારે એ ઈમારતો માત્ર નેતાઓના હસ્તે ઉદ્ઘાટનના 'શુભ મુહૂર્ત'ની રાહ જોતી પડી રહે, ત્યારે તે વિકાસ જનતા માટે અભિશાપ બની જાય છે. કંઇક આવી જ વ્યથા છે જૂનાગઢના ખલીલપુર રોડ પર બનેલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની... જૂનાગઢના આરોગ્ય કેન્દ્રને કોનું ગ્રહણ? જૂનાગઢમાં આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ તૈયાર થયાને આજે છ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. તેમ છતાં, રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કેન્દ્ર હજુ સુધી કાર્યરત થઈ શક્યું નથી. નવાઈની વાત એ છે કે, જે વિસ્તારની જનતા માટે આ કરોડોના ખર્ચે કેન્દ્ર ઊભું કરાયું છે, તેઓ આજે પણ આરોગ્યની પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. ભાડાના મકાનમાં કરાઇ રહી છે સારવાર ભાડાના મકાનમાં પીડાતી પ્રજા વર્તમાન સમયમાં આ વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર શાંતેશ્વર વિસ્તારમાં એક સાંકડા અને સુવિધા વગરના ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. ત્યાં જગ્યાના અભાવે દર્દીઓને ભારે અગવડતા પડે છે અને મેડિકલ સ્ટાફ પણ મર્યાદિત સંસાધનોમાં કામ કરવા મજબૂર છે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે પોતાની માલિકીનું ભવ્ય અને સુવિધાજનક મકાન તૈયાર છે, તો પછી જનતાને શા માટે ભાડાના ડાબલા જેવા મકાનમાં ધકેલવામાં આવે છે? તંત્ર કરી રહી છે લૂલો બચાવ તંત્રનો બચાવ બીજી તરફ, મહાનગરપાલિકાના કમિશનર આ મામલે 'ફિનિશિંગ ટચ'નું ગાણું ગાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે હજુ થોડું ટેકનિકલ કામ બાકી છે, જે પૂર્ણ થયા બાદ જ કેન્દ્ર ખુલ્લું મુકાશે. પરંતુ સવાલ એ છે કે શું આ "બાકી કામ" છ મહિનાથી પૂર્ણ થઈ શક્યું નથી? કે પછી અસલી કારણ કોઈ રાજકીય નેતાની તારીખ મેળવવાનું છે? હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો આ મુદ્દો હવે ગંભીર બન્યો છે. શું તંત્ર પોતાની ઉદાસીનતા ત્યાગીને માનવતાના ધોરણે આ કેન્દ્ર વહેલી તકે ખુલ્લું મૂકશે, કે પછી સામાન્ય જનતાએ હજુ લાંબો સમય 'તારીખ'ની રાહ જોવી પડશે? તે તો આવનારો સમય જ બતાવશે. આ પણ વાચોઃ Morbi: રોડ, રસ્તા અને પાણી વગરની 4 સોસાયટીઓના રહીશોના કલેક્ટર કચેરી ખાતે ધરણા

Read Full Story arrow_forward