android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: 40 દિવસમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારના જુદા જુદા વિભાગોમાં નિમણૂક પત્રો અપાયા
calendar_today January 2, 2026

Gandhinagar News: 40 દિવસમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારના જુદા જુદા વિભાગોમાં નિમણૂક પત્રો અપાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમદવારોને ગાંધીનગરમાં નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે. એસ.ટી. નિગમ 100 ટકા ડિજિટલ પેમેન્ટ તરફ આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે અનેક નવા આયામો હાંસલ કર્યા છે.આવનારા સમયમાં એસ.ટી. નિગમ 100 ટકા ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધશે, જેના પરિણામે નાગરિકોને છુટ્ટા પૈસા સાથે લાવવામાંથી મુક્તિ મળશે. છેલ્લા અંદાજિત 40 દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સરકારી નોકરી માટે શરૂ કરાયેલી 100 ટકા પારદર્શક રીતે, પરીક્ષાઓ યોજીને વધુને વધુ ઉમેદવારો નોકરી મળી રહે તે પ્રકારનું આયોજન ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થઈ રહ્યું છે.રાજ્યમાં ગુડ ગવર્નન્સના પરિણામે છેવાડાના યુવાનો પણ પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.આ પણ વાંચોઃ Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
અનંત અંબાણી માટે આસ્થા, નેતૃત્વ અને વન્યજીવ સંરક્ષણનો અનોખો સંગમ રહ્યું વર્ષ 2025
calendar_today January 2, 2026

અનંત અંબાણી માટે આસ્થા, નેતૃત્વ અને વન્યજીવ સંરક્ષણનો અનોખો સંગમ રહ્યું વર્ષ 2025

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી માટે વર્ષ 2025 એ માત્ર વ્યાવસાયિક સફળતાનું જ નહીં, પરંતુ અતૂટ શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાનું વર્ષ રહ્યું છે. આ વર્ષે તેમણે પોતાની આધ્યાત્મિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે એક અદભૂત સંતુલન જાળવીને નવો આદર્શ પ્રસ્થાપિત કર્યો છે.જનસેવા પ્રત્યેની કટિબદ્ધતાઆધ્યાત્મિક પદયાત્રા અને જનસેવા વર્ષની શરૂઆત જામનગરથી દ્વારકા સુધીની 140 કિલોમીટરની કઠિન પદયાત્રાથી થઈ હતી. 'સેવા' અને 'સમર્પણ'ના ભાવ સાથે થયેલી આ યાત્રાએ લાખો યુવાનોને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, પ્રયાગરાજ ખાતેના મહાકુંભ દરમિયાન તેમણે મોટા પાયે શ્રદ્ધાળુઓ માટે કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, જે તેમની જનસેવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.વન્યજીવોના પુનર્વસન અને કલ્યાણ માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની ગયો છે વંતારા વૈશ્વિક ફલક પર ગૌરવ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વંતારા' (Vantara) માટે 2025નું વર્ષ ઐતિહાસિક રહ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વન્યજીવ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વંતારાએ માત્ર રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી એટલું જ નહીં, પરંતુ વિશ્વભરની જાણીતી હસ્તીઓએ અહીંની મુલાકાત લઈને ભારતના સંરક્ષણ મોડેલની પ્રશંસા કરી. આ પ્રોજેક્ટ આજે વન્યજીવોના પુનર્વસન અને કલ્યાણ માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની ગયો છે. == પ્રેમના ત્રિવેણી સંગમ સમાન સાબિત થયું વર્ષનેતૃત્વ અને વિઝન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે, તેમણે ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ મજબૂત કરી છે. તેમની આગેવાની હેઠળ રિલાયન્સના ગ્રીન એનર્જી અને કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી છે. આમ, 2025નું વર્ષ અનંત અંબાણી માટે ભક્તિ, શક્તિ અને પર્યાવરણ પ્રત્યેના પ્રેમના ત્રિવેણી સંગમ સમાન સાબિત થયું છે. આ પણ વાંચો - અનંત અંબાણીએ લિયોનેલ મેસ્સીને ભેટમાં આપી એવી ઘડિયાળ, જેના દુનિયામાં માત્ર 12 જ પીસ છે, કિંમત જાણીને હોશ ઉડી જશે!

Read Full Story arrow_forward
Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?
calendar_today January 2, 2026

Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એક સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે કે, આગામી માર્ચ મહિનાથી ₹500ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવશે. આ સમાચારોને કારણે સામાન્ય જનતામાં અનેક મુંઝવણ જોવા મળી રહી છે. જોકે, આ બાબતે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વાતોમાં કોઈ તથ્ય નથી.અફવાઓનો આવ્યો અંત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર જૂની ₹500ની નોટો પાછી ખેંચી લેવાની છે અને માર્ચ મહિના પછી તે માત્ર કાગળનો ટુકડો બની જશે. આ પ્રકારના ભ્રામક સમાચારોને કારણે લોકો ફરીથી 2016 જેવી નોટબંધીની સ્થિતિ સર્જાશે તેવા ભયમાં મુકાયા હતા. સરકાર અને RBIની સ્પષ્ટતા સરકારી સૂત્રો અને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સરકાર કે RBI દ્વારા ₹500ની નોટ બંધ કરવા અંગે કોઈ જ સૂચના કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. નાગરિકોને કર્યા સાવચેત નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે આવા નકલી સમાચારો પર વિશ્વાસ ન કરે અને તેને આગળ ફોરવર્ડ ન કરે. નોટબંધી જેવા સંવેદનશીલ વિષયો પર હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા વિશ્વસનીય સમાચાર માધ્યમો પર જ ભરોસો રાખવો જોઈએ. હાલમાં ₹500ની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને વ્યવહારમાં ચાલુ રહેશે. આ પણ વાંચોઃ Geer Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!

Read Full Story arrow_forward