android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Devbhoomi Dwarka : જામ ખંભાળીયા નજીક હિટ એન્ડ રન, વૃદ્ધ બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
calendar_today January 2, 2026

Devbhoomi Dwarka : જામ ખંભાળીયા નજીક હિટ એન્ડ રન, વૃદ્ધ બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જામ ખંભાળીયા નજીક અકસ્માતની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક ઇનોવા કાર ચાલકે બાઇકને અડફેટે લઇ ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે.ઇનોવા કાર ચાલકે બાઇકને ટક્કર મારી મળતી માહિતી મુજબ, કુવાડિયા ગામ નજીક ઇનોવા કાર પુરપાટ ઝડપે આવી હતી અને કાર ચાલકે બાઇકને અડફેટે લઇ ટક્કર મારી હતી કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો. હીટ એન્ડ રન ઘટનામાં બાઇક ચાલક પ્રવિણસિંહ ચૌહાણ નામના વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં વધતી જતી હિટ એન્ડ રન ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે.આ પણ વાંચો----    Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી

Read Full Story arrow_forward
Jamnagar News: ખાણ ખનીજ વિભાગનો સપાટો, દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
calendar_today January 2, 2026

Jamnagar News: ખાણ ખનીજ વિભાગનો સપાટો, દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતમાં ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન રોકવા માટે સરકાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત જામનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમે આક્રમક ચેકિંગ હાથ ધરીને અંદાજે રૂપિયા 1.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.બાયપાસ પરથી 5 ડમ્પરો ઝડપાયા ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમને બાતમી મળી હતી કે, જામનગર બાયપાસ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ખનીજ ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા 5 ડમ્પરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન આ વાહનો સે કોઈ પણ પ્રકારનો માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હતા. રેતી અને સિલીકા સેન્ડની હેરાફેરી વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ડમ્પરોમાં સાદી રેતી, સિલીકા સેન્ડ અને બ્લેક ટ્રેપ જેવા કિંમતી ખનીજોનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ વાહનોને કબ્જે કરી નજીકના સ્ટોન ક્રશર ખાતે સુરક્ષિત કસ્ટડીમાં સોંપ્યા છે. કાયદેસરની કાર્યવાહી અને આગામી આયોજન અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની બજાર કિંમત આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે. હાલમાં આ મામલે પકડાયેલા વાહન ચાલકો અને માલિકો વિરુદ્ધ દંડકીય તેમજ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ માર્ગો પર આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. આ પણ વાંચો -  Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?
calendar_today January 2, 2026

Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?

ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકોએ સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. અગાઉ થયેલા સમાધાનમાં કેટલાક મહત્વના મુદ્દાઓ બાકી રહી જતા અને ખાસ કરીને કમિશન વધારા જેવી મુખ્ય માંગણીઓ પર સરકાર દ્વારા મંજૂરી ન મળતા દુકાનધારકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર, સરકાર સમક્ષ કુલ 14 જેટલા પડતર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ પણ સંતોષકારક નિર્ણય ન આવતા હવે હડતાળ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો સરકાર વહેલી તકે આ માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા છે.રેશનિંગ સંચાલકોના આકરા તેવર દુકાનધારકોની મુખ્ય માંગણીઓમાં વેચાણ પર મળતા કમિશનમાં વધારો કરવો અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવી શામેલ છે. એસોસિએશનનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં જૂના દરે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. અગાઉ સરકાર અને એસોસિએશન વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં કેટલીક ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતા સંચાલકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ હડતાળની ચીમકીને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મળતા અનાજ પર સીધી અસર પડશે, જેના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. આ પણ વાંચો : Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ

Read Full Story arrow_forward