Surendranagar: ઝાલાવાડ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ મહામંત્રી અને ઉપાધ્યક્ષનું સન્માન
સુરેન્દ્રનગરના બે યુવા નેતાઓનો પ્રદેશની ટીમમાં સમાવેશ થતાની સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રમુખની બીજી ટર્મની વરણી સમયે પક્ષના જ વિરોધીઓનો જાહેરમાં બળાપો કાઢયો હતો. સાથે કામ કરશો તો હોદે માંગવાની જરૂર નહીં પડે સામેથી નામ આવશે એવું જણાવી પાર્ટી માટે મહેનત કરવા ટકોર પણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ ભાજપ મહામંત્રી અને અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડીયાને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બંનેનો પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટા હોદમાં સમાવેશ થયો છે. આ બંન્નેનો જિલ્લા ભાજપ દ્વારા હજારો કાર્યકર્તાની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઇ,નાયબ દંડક જગદીશભાઇ મકવાણા, પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા, જિ.પં.પ્રમુખ હરિકૃષ્ણભાઇ પટેલ, કોઠારી મુકુંદરામબાપુ, ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ હાજર રહયા હતા. આ પ્રસંગે બંને યુવા નેતાઓને આંગળી પકડીને રાજકારણમાં લાવનારા પુર્વ મંત્રી આઇ. કે. જાડેજાને બંનેએ ખાસ યાદ કરી ગૌતમભાએ તો જણાવ્યુ કે આઇ. કે. જાડેજાએ આંગળી ના પકડી હોત તો આજે મોચીવાડના નાકે બેઠો હતો. બીજી તરફ હિતેન્દ્રસિંહ ચૌહાણનો ગંભીર અકસ્માત થયો ત્યારે જ હોદેદારોની વરણી થવાની હતી ત્યારે હાલના દંડક અને તત્કાલીન જિલ્લા પ્રમુખ જગદીશભાઇ મકવાણા સતત મારી ચિંતા કરી મારી પાસે હાજર રહી બધી જ આંટીઘુટી દૂર કરી મને જિલ્લા મહામંત્રી બનાવી મારૂ ઘડતર પણ કર્યુ . એમના આ કામને દિવસ નહી ભુલાય. બીજી તરફ હિતુભા બીજી ટર્મ પ્રમુખ બનતા સમયે પક્ષના હિતશત્રુઓ પ્રતિસ્પર્ધીએ જે વિરોધ કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો એ વાતને યાદ કરી તેમણે શાબ્દિક બળાપો પણ ઠાલવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward