Ahmedabad એરપોર્ટ પર મુસાફરોનો ભારે હોબાળો: ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા યાત્રીઓ અકળાયા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાણીતી એરલાઇન્સ કંપની ઇન્ડિગો (IndiGo) ની વિવિધ ફ્લાઇટ્સ સમયસર રવાના ન થતા અને ખાસ કરીને મુંબઈ જતી ફ્લાઇટમાં લાંબા સમયનો વિલંબ થતા મુસાફરોનો મિજાજ ગરમાયો હતો. અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ તેના નિયત સમય કરતા 2 કલાકથી પણ વધુ મોડી પડી હતી. એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ સંકેત ન મળતા મુસાફરોની ધીરજ ખૂટી હતી.ફ્લાઇટ મોડી પડવાનું કારણ ન મળતા હોબાળોમાત્ર મુંબઈ જ નહીં, પરંતુ અન્ય રૂટની ફ્લાઇટ્સમાં પણ વિલંબની ફરિયાદો ઉઠી હતી. મુસાફરોનો મુખ્ય આક્ષેપ એ હતો કે ફ્લાઇટ મોડી પડવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ એરલાઇન્સના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું નહોતું. ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ કારણ, તે અંગે સચોટ માહિતી ન મળતા મુસાફરો અને એરલાઇન્સના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અકળાયાઅનેક મુસાફરોએ એરપોર્ટ ટર્મિનલ પર એકઠા થઈને એરલાઇન્સના મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુસાફરીમાં થઈ રહેલી હાલાકી અંગે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ સુરક્ષા સ્ટાફે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વારંવાર ફ્લાઇટ્સ મોડી પડવાની ઘટનાઓને કારણે મુસાફરોમાં એરલાઇન્સની સેવા પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
Read Full Story arrow_forward