android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: નવા વર્ષના પહેલા દિવસે દારૂની રેલમછેલ, 80 લાખનો દારૂ જપ્ત
calendar_today January 1, 2026

Anand: નવા વર્ષના પહેલા દિવસે દારૂની રેલમછેલ, 80 લાખનો દારૂ જપ્ત

આણંદ રૂરલ પોલીસે સામરખા ગામની એચ. એલ. પટેલ હાઈસ્કુલ સામે આવેલા અજરપુરા રોડ ઉપર છાપો મારીને એક કન્ટેનરમાં મકાઈના ભુંસાની આડમાં લવાયેલો રૂ. 80.95 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 11,616 બોટલો સાથે ટ્રકચાલકને ઝડપી પાડીને કુલ રૂ. 1.01 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા રોડ ઉપર એક કન્ટેનર ટ્રકમાં મકાઈના ભુંસાની ગુણો વચ્ચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવ્યો છે અને ડ્રાઈવર ડીલીવરી લેવા આવનારની રાહ જોઈ રહ્યો છે. જેથી પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને ટ્રક કન્ટેનરમાંથી ડ્રાઈવરને ઝડપી પાડીને પુછપરછ કરતાં મકાઈના ભુંસાની ગુણો ભરેલી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે ગુણો હટાવીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેની હેરાફેર કરવા અંગેનું લાયસન્સ માંગતાં તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેનું નામઠામ પુછતાં તે ગુરૂદેવસીંગ નવાબસીંગ ગીલ (રહે. કુલા ગુરૂદ્વારાની બાજુમાં તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ)નો હોવાનું જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: બાલાસિનોર નજીક રૂપિયા 1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો
calendar_today January 1, 2026

Mahisagar: બાલાસિનોર નજીક રૂપિયા 1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

બાલાસિનોરના ભાથલા રોડ ઉપર આવેલ મુલતાનપુરા નજીક નગરપાલિકાની ડમ્પીંગ સાઇડ પર બાલાસિનોર સહિત જીલ્લા માંથી પકડાયેલા રૂ. 1.42 કરોડના દારૂનો નાશ કરાયો હતો. મહીસાગર જિલ્લાના વિવિધ 10 પોલીસ મથકો દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર ખાતે નગરપાલિકા કચરાની ડમ્પીંગ સાઇડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ દ્વારા જપ્ત કરાયેલ આ મુદ્દામાલના નિકાલ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં મહીસાગર જિલ્લામા આવતા 10 પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બાલાસિનોર ટાઉન પોલીસ મથકની 320 બોટલો (રૂ. 84,183), બાલાસિનોર તાલુકાની 1,845 બોટલો (રૂ. 4,47,489.), બાકોર ની 4, 569 બોટલો (રૂ. 35.65, 132 ) અને કોઠંબા પોલીસ મથકની 761 બોટલો (રૂ. 1,49,174) લુણાવાડા તાલુકાની 689 બોટલો (રૂ. 3,96,812) લુણાવાડા ટાઉનની 260 બોટલો (રૂ. 5,33,310) વીરપુર 1984 બોટલ (રૂ. 5,02, 550) સંતરામપુર 32,119 બોટલો (રૂ. 51,26,446) કડાણા 326 બોટલો (રૂ. 37,435) અને ડીટવાસ 11,303 (રૂ. 34,39,234)મળી કુલ 54,176 બોટલોનો નાશ કરાયો હતો. આ તમામ મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 1,42,81,765 જેટલી થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jammu Kashmir : કિશ્તવાડમાં સિલિન્ડર બ્લાસ્ટની મોટી ઘટના, 4-5 મકાન બળીને થયા ખાખ
calendar_today January 1, 2026

Jammu Kashmir : કિશ્તવાડમાં સિલિન્ડર બ્લાસ્ટની મોટી ઘટના, 4-5 મકાન બળીને થયા ખાખ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. આગની ઝપેટમાં અનેક ઘરો આવ્યા છે. આ ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. પર્વતીય વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્થાનિક રહેવાસીઓ આવ્યા મદદે સ્થાનિક લોકોએ થોડી હિંમત ભેગી કરીને આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનાની માહિતી મળતાં કિશ્તવાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. પોલીસે અહેવાલ આપ્યો કે દછન વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. પોલીસે અહેવાલ આપ્યો કે સ્થાનિક રહેવાસીઓએ ફાયરબ્રિગ્રેડની સાથે મળીને આગ ઓલવવામાં મદદ કરી. જેમના ઘર બળી ગયા હતા તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સેનાએ અન્ય ઘરોમાંથી LPG સિલિન્ડરો દૂર કર્યા કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે મોકલી છે અને સેના અને પોલીસ સાથે સતત સંપર્કમાં છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આગમાં 4થી 5 ઘર બળીને ખાખ થઈ ગયા છે, જેમાં મોટાભાગનો સામાન નાશ પામ્યો છે. તેમણે કહ્યું કે બે અધિકારીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને વધુ નુકસાન અટકાવવા માટે નજીકના ઘરોમાંથી એલપીજી સિલિન્ડરોને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. અગાઉ પણ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો 28 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં એક મોટો સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના અસ્તાનબાલા વિસ્તારમાં બની હતી, જેમાં પાંચ ઘરોને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. આગ પર કાબૂ મેળવતી વખતે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કિશ્તવાડના આ વિસ્તારોમાં સિલિન્ડર વિસ્ફોટ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Jammu : 51માં સ્થાપના દિવસ પર BROએ બતાવ્યો રોડમેપ, 18 નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કરી શરૂઆત

Read Full Story arrow_forward