android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો  મિક્સ અન્નકૂટ ધરાવાયો
calendar_today January 3, 2026

Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ એવમ્ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 03-01-2026, શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વિવિધ વસાણાનો અન્નકૂટ ધરાવાયો દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રીયલ ડાયમંડનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આજે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવશે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેંથીના લાડુનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 4:30 કલાકે પૂનમ નિમિતે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવશે. વિશેષમાં, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ તા.16 ડિસેમ્બર ૨૦૨૫ થી તા.14 જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં છે. સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પણ વાંચો : Surat News : સુરતમાં ફરજ બજાવી ચૂકેલા PIને કોર્ટના હુકમનો અનાદર કરવો ભારે પડયો, PI એચ.બી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટનો હુકમ https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/surat/surat-news-pi-who-had-served-in-surat-found-it-difficult-to-disobey-the-court-order-court-orders-to-take-pi-hb-zala-into-custody  

Read Full Story arrow_forward
Kainchi Dham: કૈંચીધામ અને ભીમતાલ પહોંચવામાં રહેશે સરળતા, સરકાર લાવી રહી છે રોપ વે પ્રોજેક્ટ
calendar_today January 3, 2026

Kainchi Dham: કૈંચીધામ અને ભીમતાલ પહોંચવામાં રહેશે સરળતા, સરકાર લાવી રહી છે રોપ વે પ્રોજેક્ટ

ઉત્તરાખંડ આવનારા પ્રવાસીઓને નૈનીતાલ, કૈંચીધામ અને ભીમતાલ પહોંચવામાં સરળતા રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્દેશ પર રોપવે સુવિધા શરૂ થવા જઇ રહી છે. આ માટે એક ખાનગી કંપની દ્વારા રોપ વે માટે સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી પ્રવાસીઓને અને સ્થાનિકોને ટ્રાફિક જામથી રાહત મળશે તેવી આશા રાખી રહ્યા છે. રોપ વે સ્થાપિત કરવાની વિચારણા ભવિષ્યમાં પ્રવાસીઓને નૈનિતાલ, તેમજ ભીમતાલ અને કૈંચી ધામના પર્વતીય પ્રદેશોમાં જતા રોપવેથી ઘણો ફાયદો થઈ શકે છે. નૈનિતાલના રાણીબાગમાં પ્રથમ સ્ટેશન અને ભીમતાલમાં બીજું સ્ટેશન સ્થાપિત કરવા માટે સર્વે ચાલી રહ્યો છે. ત્યારબાદ સર્વે ભીમતાલથી ભોવાલી અને પછી ભોવાલીથી નૈનિતાલ અને કૈંચી ધામ સુધી રોપવે ચલાવવાની શક્યતા શોધી રહ્યો છે. ભીમતાલમાં સરવેની કામગીરી શરૂ રોપવે કંપનીના સુપરવાઇઝર મયંક શ્રીવાસ્તવેએ જણાવ્યું હતું કે એજન્સીએ આ પ્રોજેક્ટ માટે ભીમતાલમાં સર્વેનું કામ શરૂ કરી દીધું છે. પ્રસ્તાવિત 35 કિલોમીટરની રોપવે લાઇન સાથે આશરે પાંચ સ્ટેશન બનાવવાના છે. આ સ્ટેશનો રાનીબાગ, ભીમતાલ, ભવલી, નૈનિતાલ અને કૈંચી ધામમાં સ્થિત હશે. હાલમાં રોપવે પ્રોજેક્ટ એજન્સીએ ભીમતાલમાં SIDCUL ખાતે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને સર્વેક્ષણનું કામ શરૂ કર્યું છે.  ટ્રાફિક જામ અને ભીડથી રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પ્રવાસીઓને માત્ર ટ્રાફિક જામ અને ભીડમાંથી રાહત જ નહીં પરંતુ તેઓ પર્વતોની સુંદરતાનો આનંદ પણ માણી શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ પહેલને પ્રવાસન સંબંધિત સુવિધાઓને પ્રોત્સાહન આપવા તરફ એક મુખ્ય અને મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી નિઃશંકપણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, અને ટ્રાફિક જામ પણ દૂર થશે.

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: આજે શું આવ્યો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર ? જાણો અહીં
calendar_today January 3, 2026

Petrol Diesel Price Today: આજે શું આવ્યો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર ? જાણો અહીં

આજે 2 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે, તેલ કંપનીઓએ કેટલાક શહેરોમાં ભાવમાં નાના ફેરફાર કર્યા છે, જ્યારે મહાનગરોમાં ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે. દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 95.68 90.35ભાવનગર 96.07 91.75ગાંધીનગર 94.96 90.64રાજકોટ 94.27 89.96વડોદરા 94.21 89.88સુરત 94.66 90.35એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

Read Full Story arrow_forward