android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maharashtra Politics: વોટિંગ પહેલા જ મહાયુતિનો દબદબો! 69માંથી 68 બેઠકો પર બિનહરીફ જીત
calendar_today January 3, 2026

Maharashtra Politics: વોટિંગ પહેલા જ મહાયુતિનો દબદબો! 69માંથી 68 બેઠકો પર બિનહરીફ જીત

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાન પહેલાં જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.  શાસક મહાયુતિ ગઠબંધને 69 માંથી 68 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ભાજપને સૌથી વધુ ફાયદો થયો છે, તેના 44 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સમાચાર 2 જાન્યુઆરીએ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પછી આવ્યા છે.2 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની હતી છેલ્લી તારીખ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા દરમિયાન મહારાષ્ટ્રભરમાં શાસક પક્ષોએ બળવાખોરોને શાંત કરવા માટે વ્યાપક પ્રયાસો કર્યા. નાસિકથી સોલાપુર અને મુંબઈથી નાગપુર સુધી રાજકીય તણાવ અને નાટક સ્પષ્ટપણે જોવા મળ્યું. સોલાપુરમાં ભાજપના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે, જેમાં એક પક્ષના કાર્યકરનું મોત થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવી પડી હતી. બળવાખોરોને શાંત કરાયા નાસિકમાં ભાજપના કાર્યકરોએ બહારના ઉમેદવારોને ટિકિટ આપવા પર ભારે નારાજગી વ્યક્ત કરી, જેના કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો થઈ. મુંબઈમાં  પાર્ટી નેતૃત્વના પ્રયાસો છતાં, વોર્ડ 60, 173, 205, 177 અને 180 માં પાંચ બળવાખોર ભાજપના ઉમેદવારો મેદાનમાં રહ્યા. દરમિયાન  ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે લગભગ નવ વોર્ડમાં બળવાખોરોને શાંત કરવામાં નિષ્ફળ ગયા. ભિવંડીમાં ઠાકરે જૂથો વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું, અને બંને પક્ષોએ એકબીજા સામે ઉમેદવારી નોંધાવી. પનવેલમાં મહા વિકાસ આઘાડીના સાત ઉમેદવારોએ પાછા ખેંચી લીધા જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. નાગપુરમાં, ભાજપના બળવાખોર કિસન ગાવંડેને સમર્થકો દ્વારા તેમના ઘરમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે, પરંતુ તેમણે બાદમાં પાર્ટીની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી. કોંગ્રેસના નેતાઓ વિકાસ ઠાકરે અને નીતિન રાઉતે બળવાખોરોને શાંત કરવાનો પ્રયાસ કરતા દિવસ વિતાવ્યો. છત્રપતિ સંભાજીનગરમાં, ભાજપના કાર્યકરોએ પાર્ટી દ્વારા બહારના ઉમેદવારોને પસંદ કરવામાં આવતા વિરોધ કર્યો. ઘણા બળવાખોરોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, પરંતુ પ્રશાંત ભદાણે-પાટીલે વોર્ડ નંબર 2 માંથી પદ છોડવાનો ઇનકાર કર્યો હતો. IANS અનુસાર, 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 69 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં ભાજપના 44, શિવસેનાના 22, અજિત પવારના NCPના બે અને ઇસ્લામિક પાર્ટીના એકનો સમાવેશ થાય છે. કલ્યાણમાં સૌથી વધુ બેઠકો જીતી મ્યુનિસિપલ સ્તરે ભાજપે કલ્યાણમાં સૌથી વધુ 15 બેઠકો જીતી હતી. આ પછી ભિવંડી, પનવેલ અને જલગાંવમાં છ-છ બેઠક જીતી, શિવસેનાએ થાણેમાં સાત, કલ્યાણમાં સાત અને જલગાંવમાં છ બેઠકો જીતી હતી. અજિત પવારની NCPએ જલગાંવમાં બે બેઠકો જીતી હતી, અને ઇસ્લામિક પાર્ટીએ માલેગાંવમાં એક બેઠક જીતી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે.

Read Full Story arrow_forward
Nadiad : આજે પોષી પૂનમ નિમિત્તે નડિયાદના સંતરામ મંદિરે પરંપરાગત ઉજવણી, બોરની ઉછામણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે
calendar_today January 3, 2026

Nadiad : આજે પોષી પૂનમ નિમિત્તે નડિયાદના સંતરામ મંદિરે પરંપરાગત ઉજવણી, બોરની ઉછામણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આજે પોષી પૂનમના પવિત્ર અવસરે નડિયાદ સ્થિત પ્રસિદ્ધ સંતરામ મંદિરે પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી યોજાશે. આ અવસરે મંદિર પરિસરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સામેલ થશે.ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે પોષી પૂનમ નિમિત્તે સંતરામ મંદિરે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરવામાં આવશે. ઉછામણીની આ અનોખી પરંપરા ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. બોરની ઉછામણીની આ પરંપરા છેલ્લા 200 વર્ષથી સતત ચાલી આવી રહી છે ખાસ વાત એ છે કે સંતરામ મંદિરે બોરની ઉછામણીની આ પરંપરા છેલ્લા 200 વર્ષથી સતત ચાલી આવી રહી છે, જે મંદિરની ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા દર્શાવે છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળશે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ
calendar_today January 3, 2026

Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

એ જોવામાં આવ્યું છે કે, ઉતરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન આ પતંગ ઉડાવતી વખતે પતંગ ની દોરી આ હાઈ વોલ્ટેજ તારોમાં ફસાઈ જાય છે. આ મામલામાં રેલવે કર્મચારી જ્યારે કામ કરે છે તો આ દોરીના સંપર્કમાં આવવાથી ગંભીર વિધ્યુત ઝટકાનો ખતરો રહે છે જેનાથી જીવને નુકસાન થઈ શકે છે. આ સિવાય કેટલીક વાર આમ નાગરીક પણ રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાવે છે તથા ઓવેરહેડ તારોમાં ફસાયેલી પતંગને નીકાળવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત ખતરનાક અને જીવલેણ થઈ શકે છે. રેલવે પ્રશાસન તમામ નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક હિતને ધ્યાનમાં રાખીને જાતે સાવચેત રહેવા તથા વધુમાં વધુ લોકોને જાગૃત કરે. અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ઉત્તરાયણ પર્વ દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ તથા ઉપરથી પસાર થતી 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોને કારણે ગંભીર અકસ્માતોની શક્યતા રહે છે. જનહિતમાં રેલવે પ્રશાસન દ્વારા સામાન્ય નાગરિકોને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન (કાઉન્સેલિંગ) આપવામાં આવી રહ્યું છે તથા જરૂરી સાવચેતીઓ અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તમારી તથા અન્યની સુરક્ષા માટે કૃપા કરીને નીચેની સાવચેતીઓ અવશ્ય અપનાવો * રેલવે ટ્રેક, બ્રિજ, સ્ટેશન, પોલ તથા ઓવરહેડ વિદ્યુત તારોથી દૂર રહી પતંગ ઉડાવો. * રેલવે વિસ્તારમાં પડી ગયેલી કે ફસાઈ ગયેલી પતંગ અથવા (માંઝા) દોરી ઉઠાવવાનો પ્રયાસ ન કરો * બાળકો પર ખાસ ધ્યાન રાખો અને તેમને રેલવે વિસ્તારમાંથી દૂર રાખો. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ 

Read Full Story arrow_forward