Ahmedabad : ફ્લાવર શો મન મોહી લેનારો, ક્રિએટિવિટીની સાથે જનભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ: PM મોદી
અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે બે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વર્ષ 2024માં વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તથા 2025માં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે બનાવી અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીની એક્સ પર પોસ્ટ કરી અમદાવાદના ફ્લાવર શોની આ સફળતાને લઈને વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લેનારો છે. તે ક્રિએટિવિટીની સાથે સાથે જનભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમાં શહેરની જીવંત ભાવના સાથે પ્રકૃતિ સાથેનો તેનો લગાવ પણ સારી રીતે પ્રદર્શિત થઈ રહ્યો છે. કેવી રીતે આ ફ્લાવર શોની ભવ્યતા અને કલ્પનાશીલતા દરેક વર્ષે નિરંતર વધી રહી છે તે જોવું પણ ઉત્સાહથી ભરી દેનારૂ છે. મુખ્યમંત્રીએ ગઈકાલે પોસ્ટ કરી હતી અમદાવાદના ફ્લાવર શોને લઈને ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એક પોસ્ટ લખવામાં આવી હતી. જેમાં તેમણે ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તે અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આયોજિત આ ફ્લાવર શો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વૈશ્વિક મંચ પર વિશિષ્ટ ઓળખ અપાવે છે. આ ફ્લાવર શો માત્ર પુષ્પોનું પ્રદર્શન નથી પણ ભારતની સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની રચનાત્મક શક્તિનો ભવ્ય ઉત્સવ છે. આ પણ વાંચોઃ Stock Market Closing: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 85,811 અંકે બંધ
Read Full Story arrow_forward