android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
22 October Top News: દિવાળી પહેલા GSRTCની મોટી જાહેરાત! મોંઘી થશે મુસાફરી, ડિજિટલ ઠગાઈનો ખતરો
calendar_today October 22, 2026

22 October Top News: દિવાળી પહેલા GSRTCની મોટી જાહેરાત! મોંઘી થશે મુસાફરી, ડિજિટલ ઠગાઈનો ખતરો

22 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો Tibet : 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ધરતીમાં 173 કિમી ઊંડે કેન્દ્રDiwali 2026: GSRTC દોડાવશે 2400 એક્સ્ટ્રા બસ, નોંધી લો તારીખ અને રૂટMiddle East Crisis: પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાતચીત, પશ્ચિમ એશિયાના તણાવ અને શાંતિ સ્થાપવા પર ચર્ચાCEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!India Pakistan Conflict: પાકિસ્તાનના પૂર્વ જનરલ ઝુબૈર હયાતે શાહબાઝ-મુનીરને શુ આપી ચેતવણી?, જાણોShamonda virus France: ફ્રાન્સમાં શમોંડા વાયરસનો પહેલો માનવ કેસ નોંધાયો, જાણો કેટલો જોખમી?Driving Licence Rules: ડ્રાઇવિંગ લાયસન્સના બદલાઈ જશે નિયમ? હવે 60% નહીં પણ 75% મેળવવા પડશે માર્ક્સSandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતોAir Ticket Expensive: તહેવાર ટાણે હવાઈ મુસાફરીને મોંઘવારીનો માર, ટિકિટના ભાવમાં 68 ટકાનો તોતિંગ વધારોSandesh Digital Explainer: ગુજરાતની શાળાઓમાં પ્રવેશનો નિયમ કેમ આવ્યો વિવાદમાં, શું POCSO હેઠળ કાર્યવાહી યોગ્ય છે?

Read Full Story arrow_forward
Gandhinagar News: ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરની ત્વરિત બદલી!
calendar_today October 22, 2026

Gandhinagar News: ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરની ત્વરિત બદલી!

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને વહીવટી સજ્જતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો ફેરફાર કર્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 22 જેટલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ મોટા પાયે કરવામાં આવેલા ફેરફારથી જિલ્લા મથકો પર ચૂંટણી કામગીરીને વધુ ઝડપી અને સુચારુ બનાવવાનો માર્ગ મોકળો થશે.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક અને તાત્કાલિક હાજર થવા સૂચનસરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, બદલી કરવામાં આવેલા તમામ 22 ડેપ્યુટી કલેક્ટરોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ મહેસૂલ વિભાગ દ્વારા તમામ નિયુક્ત અધિકારીઓને વિલંબ કર્યા વિના પોતાની નવી જગ્યા પર તાત્કાલિક અસરથી હાજર થવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આગામી ચૂંટણીઓ અને SSR ની કામગીરીને વેગ આપવા આયોજનઆ બદલીઓ પાછળનું મુખ્ય કારણ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયત અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પૂર્વતૈયારીઓ છે. આ ઉપરાંત, મતદાર યાદી સુધારણાની કામગીરી અત્યંત મહત્વની હોય છે. જિલ્લાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને લીધે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ બાધા ન આવે તે હેતુથી આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરી દેવામાં આવી છે.વહીવટી સજ્જતા અને ચૂંટણી પ્રક્રિયા વધુ સુદ્રઢ બનશેનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અનુભવી અધિકારીઓની તૈનાતી થવાથી દરેક જિલ્લામાં ચૂંટણી સંબંધી કામગીરી, મતદાર યાદી નવીનીકરણ અને બૂથ સ્તરનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે. તંત્રના આ નિર્ણયથી આગામી તમામ ચૂંટણીલક્ષી કામગીરીઓ સમયસર અને પારદર્શી રીતે પૂર્ણ કરી શકાશે.આ પણ વાંચો: Gandhinagar News: રાજ્ય સરકારે મંત્રીઓની અધ્યક્ષતામાં રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક કરી

Read Full Story arrow_forward
Ahmedabadમાં રૂ.26 કરોડના ખર્ચે ઐતિહાસિક ટાઉનહોલનું થશે નવીનીકરણ
calendar_today October 22, 2026

Ahmedabadમાં રૂ.26 કરોડના ખર્ચે ઐતિહાસિક ટાઉનહોલનું થશે નવીનીકરણ

અમદાવાદ શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતીક સમાન ઐતિહાસિક ટાઉનહોલના કાયાકલ્પ માટેના મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુ.એન. મહેતા ટ્રસ્ટ સાથેના સંયુક્ત આયોજનથી આ ટાઉનહોલનું આધુનિકરણ અને નવીનીકરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.26 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે. અગાઉ આ નવીનીકરણની કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવતા કામગીરી શરૂ થવામાં એક વર્ષનો વિલંબ થયો છે.આધુનિક સુવિધાઓ સાથે અપાશે નવો લુકટ્રસ્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાનાર આ નવીનીકરણ પાછળનો મુખ્ય હેતુ ટાઉનહોલની અંદરના હૉલ, સ્ટેજ, ધ્વનિ પ્રણાલી (સાઉન્ડ સિસ્ટમ), બેઠક વ્યવસ્થા અને આસપાસના પરિસરને અત્યાધુનિક બનાવવાનો છે. ડિઝાઇનમાં જરૂરી સુધારા-વધારા કર્યા બાદ હવે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. સત્તાવાળાઓ દ્વારા આગામી બે વર્ષની અંદર આ નવીનીકરણની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાનો સ્પષ્ટ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી શહેરીજનોને ટાઉનહોલની વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે.ટાઉનહોલના નવીનીકરણથી શહેરીજનોમાં ખુશીઅમદાવાદના મધ્યમાં આવેલો આ ટાઉનહોલ વર્ષોથી અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, સંગીત સમારોહ અને સરકારી-ખાનગી બેઠકોનું સાક્ષી રહ્યો છે. સમયની સાથે આ ઐતિહાસિક ઇમારતને આધુનિક સમયના ધોરણો મુજબ અપગ્રેડ કરવાની લાંબા સમયથી માગ હતી. રૂ.26 કરોડના જંગી રોકાણથી થનારા આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ ટાઉનહોલ પહેલા કરતાં વધુ ભવ્ય, સુવિધાસભર અને આકર્ષક બનશે, જેનાથી શહેરના કલાકારો અને નાગરિકોને મોટો લાભ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward