android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Diwali 2026: GSRTC દોડાવશે 2400 એક્સ્ટ્રા બસ, નોંધી લો તારીખ અને રૂટ
calendar_today October 22, 2026

Diwali 2026: GSRTC દોડાવશે 2400 એક્સ્ટ્રા બસ, નોંધી લો તારીખ અને રૂટ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વતન જતા પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં મુસાફરોની ભારે ભીડ અને ધસારાને પહોંચી વળવા માટે નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોની સફર વધુ સરળ અને આરામદાયક બનશે.2400 એક્સ્ટ્રા બસો અને 8000થી વધુ ટ્રીપનું ભવ્ય આયોજનમુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા કુલ 2400 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. આ બસો દ્વારા તહેવાર દરમિયાન કુલ 8000થી વધુ વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વધારાની ટ્રીપનું વિશેષ આયોજન કરાયું છે, જેથી કોઈપણ મુસાફરને વતન જવામાં મુશ્કેલી ન પડે.કઈ તારીખથી શરૂ થશે વિશેષ સંચાલન?મુસાફરોની સુવિધા માટે આ વધારાની બસોનું સંચાલન આગામી 4 થી 7 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ ચાર દિવસો દરમિયાન મુખ્ય શહેરોમાંથી વધારાની બસો નિયમિત રૂટ ઉપરાંત ખાસ ફ્રિકવન્સી સાથે દોડાવવામાં આવશે, જેથી પ્રવાસીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.કયા રૂટ પર મળશે સૌથી વધુ રાહત?આ વિશેષ આયોજન હેઠળ ખાસ કરીને સુરત અને અમદાવાદથી મુસાફરી કરતા લોકોને મોટો લાભ મળશે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ તરફ જતા મુસાફરો માટે વિશેષ બસો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને મહેસાણા તેમજ પાટણ અને પાલનપુર તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવાશે.ઓનલાઇન બુકિંગ અને હેલ્પલાઇન નંબરની સુવિધામુસાફરો લાંબી લાહોરોમાં ઉભા રહેવાને બદલે ઘર બેઠા જ એસટી નિગમની વેબસાઇટ પરથી બુકિંગ કરી શકે છે. વેબસાઇટ પર એડવાન્સ અને કરંટ ઓનલાઇન બુકિંગ બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, જો મુસાફરોને કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તેઓ 1800233666666 ટોલ ફ્રી નંબર પર 24 કલાક સંપર્ક કરી શકે છે.આ પણ વાંચો: Surat News: ચંદી પડવાના તહેવાર પહેલા માવાના વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા

Read Full Story arrow_forward
Unaના પસવાડા ગામના સરપંચ પર છરીથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ રિફર કરાયા
calendar_today October 22, 2026

Unaના પસવાડા ગામના સરપંચ પર છરીથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ રિફર કરાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ઉના તાલુકાના પસવાડા ગામના સરપંચ ભીમભાઈ વિસાભાઈ જાદવ પર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ઉનાથી પસવાડા ગામે જતા ગાંગડા રોડ પર બનવા પામ્યો હતો. અચાનક થયેલા આ હુમલાના કારણે સરપંચને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષ ફેલાઈ ગયો છે.108 દ્વારા ઉનાની ખાનગી હોસ્પિટલે ખસેડાયાઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સરપંચ ભીમભાઈ જાદવને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત વધુ નાજુક જણાતા તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે.પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂસરપંચ પર થયેલા આઘાતજનક હુમલાના પગલે સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત સરપંચ અને પરિવારના નિવેદનો નોંધવાની તેમજ એફ.આઈ.આર. (FIR) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapiના છીરી વિસ્તારમાં બેફામ કારચાલકે રમતા બાળકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત!
calendar_today October 22, 2026

Vapiના છીરી વિસ્તારમાં બેફામ કારચાલકે રમતા બાળકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત!

વલસાડ જિલ્લાના વાપી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. વાપીના છીરી વિસ્તારમાં આવેલી રામનગરમાં સાઈ રેસિડેન્સી પાસે રસ્તા પર રમી રહેલા એક નિર્દોષ બાળકને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા કારચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈને દોડ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સમગ્ર હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદઆ ગઝબની લાપરવાહી અને અકસ્માતની આખી ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક રસ્તા પર રમી રહ્યો હતો અને અચાનક પૂરઝડપે આવેલી કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ નિર્દય કારચાલક વાહન રોકવાને બદલે ઘટનાસ્થળેથી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી સામે આવ્યા બાદ સ્થાનિક રહીશોમાં કારચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે.પોલીસે કારચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાઘટનાની જાણ થતા જ વાપી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક બાળકના પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થયેલા કારચાલકની ઓળખ પ્રસ્થાપિત કરીને તેને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને નાકાબંધીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward