android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India : ભારતે વેનેઝુએલામાં રહેતા નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, સાવધાન રહેવાની સલાહ
calendar_today January 4, 2026

India : ભારતે વેનેઝુએલામાં રહેતા નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, સાવધાન રહેવાની સલાહ

અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડને લઈને ઊભી થયેલી ગંભીર રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. શનિવારે રાત્રે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આ સલાહમાં વેનેઝુએલાની બિનઆવશ્યક મુસાફરી ટાળવા અને ત્યાં રહેલા ભારતીયોને અત્યંત સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયનું શું કહેવું ? વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેનેઝુએલામાં તાજેતરમાં બનેલા ઘટનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેથી ત્યાં રહેતા અથવા પ્રવાસ કરવાની યોજના ધરાવતા ભારતીય નાગરિકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મંત્રાલયે વેનેઝુએલામાં રહેલા તમામ ભારતીયોને તેમની હિલચાલ મર્યાદિત રાખવા, ભીડભાડવાળા વિસ્તારો ટાળવા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. એડવાઇઝરીમાં શું ? આ એડવાઇઝરી મુજબ, હાલમાં વેનેઝુએલામાં અંદાજે 50 બિન-નિવાસી ભારતીયો (NRI) અને લગભગ 30 ભારતીય મૂળના લોકો વસે છે. તેમની સુરક્ષા ભારત સરકાર માટે પ્રાથમિકતા હોવાનું પણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની કોણ છે? વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની વાત કરીએ તો, તેમનો જન્મ 23 નવેમ્બર 1962ના રોજ થયો હતો. તેઓ એક મજૂર સંઘના નેતાના પુત્ર છે અને રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 1992માં તેમણે હ્યુગો ચાવેઝના નેતૃત્વ હેઠળ રાજકારણમાં પગ મૂક્યો અને બાદમાં ચાવેઝના વિશ્વાસુ સાથી બન્યા. ચાવેઝના શાસન દરમિયાન માદુરોએ વિદેશ પ્રધાન અને રાષ્ટ્રીય સભાના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.  હ્યુગો ચાવેઝના અવસાન બાદ માદુરો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ 2013માં હ્યુગો ચાવેઝના અવસાન બાદ માદુરો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા. તેમના શાસનકાળ દરમિયાન દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાયો. ભારે મોંધવારી, ખાદ્યપદાર્થોની અછત, બેરોજગારી અને માનવ અધિકારોના ઉલ્લંઘનના કારણે જનજીવન અત્યંત મુશ્કેલ બન્યું. 2014 અને 2017 દરમિયાન થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોને પણ સખત રીતે દબાવવામાં આવ્યા હતા. 2025માં યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણી જાન્યુઆરી 2025માં યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણી બાદ માદુરો ત્રીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના શાસન સામે સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે. આવી સ્થિતિમાં વેનેઝુએલામાં રહેલા વિદેશી નાગરિકો માટે સુરક્ષા ચિંતાનો વિષય બની છે, જેને કારણે ભારતે સમયસર એડવાઇઝરી જારી કરીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. આ પણ વાંચો : US Strikes Venezuela : ડેલ્સી રોડ્રિગ્ઝ કોણ છે? માદુરોની “સિંહણ” કેવી રીતે બની વેનેઝુએલાની વચગાળાની પ્રમુખ?

Read Full Story arrow_forward
ઉત્તરાખંડ હરિદ્વારમાં હર કી પૌડીમાં ભક્તોની ભીડ
calendar_today January 4, 2026

ઉત્તરાખંડ હરિદ્વારમાં હર કી પૌડીમાં ભક્તોની ભીડ

હર કી પૌડી, જે ઉત્તરાખંડના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે, ત્યાંથી આવેલા દ્રશ્યોમાં ગંગા કિનારે આવેલા ઘાટો ઢંકાયેલા નજરે પડ્યા. 

Read Full Story arrow_forward
Surat News : સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 100થી વધુ આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલ્યા
calendar_today January 4, 2026

Surat News : સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 100થી વધુ આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલ્યા

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે. સુરતમાં ગુનાહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 100થી વધુ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. છેલ્લા 1 વર્ષમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી સુરત લીંબાયત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનાહિત આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા છે, 1 વર્ષમાં 100 થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાસ હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. 13-07-2025ના રોજ 26 આરોપીની કરાઈ હતી સુરતમાં પાસા સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી હતી, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા હતા. પાસાનો કાયદો શું છે જાણો પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ પણ વાંચો : Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા

Read Full Story arrow_forward