android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતની સોના-ચાંદીની દુકાનો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ
calendar_today January 4, 2026

Gandhinagar News : તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતની સોના-ચાંદીની દુકાનો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ

આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાઓમાં ૨૫૩ પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.૬,૭૯,૦૦૦/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ, ભરૂચ-નર્મદામાં ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ, ભાવનગર/બોટાદમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૭ કેસ તથા સુરતમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નિયત વજન કરતાં ઓછું વજન આપવું તેવા વેપારીઓને પણ દંડ ફટકારાયો આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે. કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા ગત વર્ષ દરમિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનો દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ-૩૩૨ જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો/ગિફ્ટ શોપ મીઠાઈની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૫,૯૧,૫૦૦/- વસૂલ કરવામાં આવી હતી.જુલાઈ-૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજયમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૨૭૬ પેટ્રોલ-ડીઝલ પંપની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ ૧૯ એકમો સામે ગુન્હો નોધવામાં આવેલ અને માંડવાળ ફી તરીકે રૂ.૬૯,૫૦૦/- વસૂલ કરાઈ.બિયારણ અને જંતુનાશક દવાઓનું અગાઉ ચેકિંગ કરાયું હતુ મે-૨૦૨૫ દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ ખાતર/બિયારણ/જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ ની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૩૯૭ વિક્રેતાની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-૨૧૦ વિક્રેતા સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૫,૮૪,૦૦૦/- વસૂલ કરવામાં આવી હતી. મે-૨૦૨૫ દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ FCI/CWC/FCIના અધિકૃત ગોડાઉનની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૩૮ ગોડાઉનની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-૩ ગોડાઉન સામે ગુનો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૧૪,૦૦૦/- વસૂલ કરવામાં આવી. માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજયની હાઈવે હોટલની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૪૧૯ હાઈવે હોટલની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-૧૬૯ એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૬,૧૮,૫૦૦/- વસૂલ કરવામાં આવ્યા હતા. આમ, વર્ષ દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ. ૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 100થી વધુ આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલ્યા

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો
calendar_today January 4, 2026

Junagadh News : જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો

ભવનાથ તળેટીમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે પણ સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો શુભારંભ કેબિનેટ અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન સિંહ વાજા દ્વારા ફ્લેગ ઓફ આપીને કરાવવામાં આવ્યો હતો. મંત્રીએ સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા તેમને ગિરનાર સર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 1115 સાહસિકોએ આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લીધો છે આ સ્પર્ધા મુખ્યત્વે ચાર કેટેગરીમાં વહેંચાયેલી છે, સિનિયર બોયઝ, જુનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ, જુનિયર ગર્લ્સ છે. ભાઈઓ માટે ગિરનારના 5,500 પગથિયાં ચઢીને ઉતરવાનું લક્ષ્ય રખાયું છે, જ્યારે બહેનો માટે 2,200 પગથિયાંની મર્યાદા નક્કી કરવામાં આવી છે કડકડતી ઠંડી અને પહાડી રસ્તાઓ વચ્ચે પણ યુવાનોએ જે રીતે ગિરનારને સર કરવા દોડ લગાવી છે, તે જોઈને ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,આ સ્પર્ધા માત્ર એક રમત નથી, પરંતુ ગુજરાતના યુવાનોની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળની કસોટી છે. રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. દર વર્ષે આયોજિત થતી આ સ્પર્ધાના તમામ વિજેતાઓ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાત્રતા ધરાવતા ખેલાડી તરીકે તેમને પ્રવેશ આપવામાં આવે છે. આ પણ વાંચો : Gandhinagar News : તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતની સોના-ચાંદીની દુકાનો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News : ઇન્દિરા બ્રિજ બન્યો 'ભયજનક', અમદાવાદ-ગાંધીનગરના વાહનચાલકોના માથે જોખમ
calendar_today January 4, 2026

Ahmedabad News : ઇન્દિરા બ્રિજ બન્યો 'ભયજનક', અમદાવાદ-ગાંધીનગરના વાહનચાલકોના માથે જોખમ

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા અતિ મહત્વના ગણાતા ઇન્દિરા બ્રિજ પર હાલમાં મોટી તિરાડો જોવા મળતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. વર્ષ 2012માં જનતા માટે ખુલ્લો મુકાયેલ આ બ્રિજ માત્ર ગણતરીના વર્ષોમાં જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજના સાંધા અને સપાટી પર પડેલી આ તિરાડો એટલી ગંભીર છે કે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું નિમિત્ત બની શકે તેમ છે. આ રસ્તો સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક ટ્રાફિકની અવરજવર રહે છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.ખખડધજ ઇન્દિરા બ્રિજ નવાઈની વાત તો એ છે કે બ્રિજની આવી ખરાબ હાલત હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ આ સ્થિતિથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો રોજેરોજ પોતાના જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં અગાઉ પણ બ્રિજની નબળી કામગીરીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે ઇન્દિરા બ્રિજની આ સ્થિતિએ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. આ પણ વાંચો : Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી

Read Full Story arrow_forward