android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Unjha: ફેકટરીઓનું દૂષિત પાણીનો નિકાલ કરતાં પ્રદૂષણનો ખતરો ઊભો થયો!
calendar_today January 2, 2026

Unjha: ફેકટરીઓનું દૂષિત પાણીનો નિકાલ કરતાં પ્રદૂષણનો ખતરો ઊભો થયો!

ઊંઝા નજીક વણાગલા ગામ જતા રસ્તામાં ખેરાલુ વિસ્તારમાંથી આવતી પુષ્પાવતી નદી પસાર થાય છે જ્યાં પુલ પણ આવેલો છે. આ નદીની આજુબાજુ કેટલીક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોસેસિંગ કરેલું દુષિત અને ગંદું પાણી તે ફેક્ટરીઓના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવી રહ્યું છે, પરિણામે નદીમાં આ પાણીથી ભુગર્ભ જળ સ્તર ખતરામાં આવી ગયું જણાઈ રહ્યું છે. કારણકે આ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના માલિકો દ્વારા જે રીતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં નિતી નિયમોને અનુસરવાનું પાલન ન કરતા હોવાથી અને અધિકારીઓ આંખ આડા કાન કરી ચલાવી રહ્યા છે. આ માટે નગરપાલિકા ઊંઝાનાં અધિકૃત અધિકારી અને પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈને અહેવાલ તૈયાર કરે તો છેલ્લા પાંચ વર્ષથી એકધારૂ પ્રદુષિત પાણી વહી રહ્યું છે. જે ભાન્ડુ ગામ અને જેતલવાસણાનાં સીમાડેથી નદી પસાર થાય છે. ઐઠોર ગામનાં સંખારીયા રેલ્વે પુલ પાસે 2025ના વર્ષ દરમિયાન ચાર કરોડનાં ખર્ચે કોઝ-વે ડેમ બાંધેલો છે, ત્યાં આ પાણી ઠલવાય છે. આ નદી પુર આવે ત્યારે જ પાણી વહન કરે છે. બાકી અહિં કોઈ એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી કે, જેથી પાણી ઠાલવી શકાય, ધરોઇ જુથ પાણી પુરવઠા યોજનાનું પાણી પણ જો આ નદીમાં ઠાલવીને આ ચેક ડેમ ભરવામાં આવે તો જ ફાયદાકારક છે, પણ આવું પ્રદુષિત પાણી નદીમાં ઠાલવીને ડેમ ભરવાથી ભુગર્ભ જળ ખરાબ થશે અને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થશે. આ બાબતે પાલિકા ચીફ્ ઓફ્સિરની મુલાકાત લેતા મીટીંગ ચાલતી હોવાથી વધુ જાણકારી મળી નથી. પશુ, પક્ષીઓ અને ખેડૂતો મશીનો દ્વારા આવા પાણીનો ઉપયોગ કરતા હોય તો તે નુકશાનકારક સાબિત થાય તેમ છે. ખરેખર તો પ્રદુષિત પાણીને પ્રોસેસીંગ કરી શુદ્ધ કરીને જ ઠાલવવામાં આવે તો જ જમીન, જંગલ અને પશુઓ માટે આશિર્વાદ સમાન કહેવાય બાકી હાલ આ પરિસ્થિતિ અનઅધિકૃત ચાલી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:રાણિયાની ખાનગી કંપનીમાં નોટિસ વિના 30 કર્મીને છુટા કરાતા હોબાળો
calendar_today January 2, 2026

Vadodara:રાણિયાની ખાનગી કંપનીમાં નોટિસ વિના 30 કર્મીને છુટા કરાતા હોબાળો

સાવલી તાલુકાની રાણીયા ગામે એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 30થી વધુ કામદારોને લેખિત નોટિસ વગર અચાનક છૂટા કરી દેવાતા કામદારોએ ગેટ પર બેસીને કંપની વિરુદ્ધ નારેબાજી કરી દેખાવો કરી હોબાળો મચાવ્યો હતો.રાણીયા ગામ ખાતે એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રા. લિ. નામની કંપની જે કલર એન્ડ વાઈટ માસ્ટર બેચ (પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા)માં વપરાતા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. જેમાં આશરે 150થી વધુ કામદારો કામ કરે છે. કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા જાણવા મળ્યા મુજબ, ગતરોજ પહેલી તારીખથી 15થી 18 વર્ષ જૂના 30 જેટલા કામદારોને કોઈ કારણ કે, નોટિસ વગર વોટ્સએપ મેસેજ કરી કામ પર નહીં આવવાની સૂચના આપીને છૂટા કરી દેવાયા છે. જેથી કામદારો કંપનીના ગેટ પર બેસીને નારેબાજી કરી હતી. ન્યાયની માંગણી કરી હતી. આ અંગે કંપનીના HRનો સંપર્ક કરતા ફોન ઉપાડયો નહતો. 17 વર્ષની નોકરીમાં આંગળી કપાવા છતાં છુટો કરાયો મિતેશ સોલંકી નામના કામદારે જણાવ્યું હતું કે, તે 17 વર્ષથી નોકરી કરે છે. લેબોટરીમાં કામ કરતા આંગળી કપાઈ હતી ત્યારે કંપનીએ કાયમી કરવાનું વચન આપ્યું હતું તેના બદલે મને કોઈપણ કારણ વગર છૂટો કરી દેવાયો છે. 15થી 18 વર્ષથી નોકરી કરતા કામદારોને માત્ર 12 અને 13 હજાર માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કામદારો સ્કિલ્ડ છે પરંતુ અનસ્કિલ્ડનો પગાર ચૂકવાય છે. કંપની ઉત્પાદનથી શરદી, ખાંસી સહતિ આંખને નુકસાન રાણીયા રોડ પર એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રા. લિ.માં પ્લાસ્ટિકના દાણા બને છે. જેમાં રૉ-મટીરીયલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, ટીટેનિયમ ડાયોક્સાઇડ, ડ્રાય પીગમેન્ટ (એડિસિવ), લો લાઇફ 77 રેડ 179 પીગમેન્ટ, મેટાલિક સિલ્વર જેવા પદાર્થો વપરાય છે. જેમાં લો લાઇફ 77ના ઉપયોગથી કામદારોને એલર્જી થાય છે. ભારે શરદી અને છીંકો આવે છે જ્યારે રેડ 179 પીગમેન્ટથી આંખોને નુકશાન થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:માલોદ ફાટકે ડમ્પર જીવતા વીજ વાયરને સ્પર્શતા ચાલકનું મોત
calendar_today January 2, 2026

Vadodara:માલોદ ફાટકે ડમ્પર જીવતા વીજ વાયરને સ્પર્શતા ચાલકનું મોત

કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ રોડ ઉપર માલોદ ફાટક પાસે રોડ પર હાઈવા ડમ્પરમાં ભરેલ મટીરિયલ પાથરવા ડમ્પર ચાલકે હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરતાં ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને ટ્રોલી અડી ગઈ હતી. જેથી કરંટ ડમ્પરમાં આવતાં ડમ્પર ચાલકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.મોતને ભેટનાર ડમ્પર ચાલક દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉ.28 રહે.વચ્છેસર તા.ડેસર) નારેશ્વર ખાતે માલોદથી નારેશ્વર સુધી રોડની કામગીરી ચાલી રહી હોય આ રોડ ઉપર માલોદ ફાટક પાસે પોતાની હાઇવા ગાડી નં.GJ-06-BY- 2293ની ચલાવી તેમાં વેડમિક્સ ભરી રોડ ઉપર પાથરતા હતા. ત્યારે રોડ ઉપર મટીરિયલ પાથરતી વેળાએ હાઈવા ડમ્પરનુ હાઇડ્રોલીક (ટોલી) ઊંચુ કરતા ઉપરના ભાગેથી પસાર થતી હાઈટેન્શન લાઈનને ડમ્પરનું હાઇડ્રોલીક ટ્રોલી અડી ગઇ હતી. જેથી વીજ કરંટ ડમ્પરમા આવતા શોર્ટ સર્કિટ થતાં ડમ્પરના ટાયરોમાં આગ ભભૂકી ઊઠી હતી. ડમ્પર ચાલકના શરીરે કરંટ લાગતા મરણ થયાનું સૂત્રો જણાવે છે. કરજણ ફાયર વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડમ્પર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward