android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:વાઘોડિયામાં ડ્રિંક અને ડ્રાઇવ કેસમાં 100થી વધુ ઇસમ વિરુદ્ધ ગુના દાખલ
calendar_today January 2, 2026

Vadodara:વાઘોડિયામાં ડ્રિંક અને ડ્રાઇવ કેસમાં 100થી વધુ ઇસમ વિરુદ્ધ ગુના દાખલ

31stની ઊજવણી અને નવા વર્ષને વધાવવા યુવકો ઘેલા બની દારુ પીને છાકટા બની રાતે વાહન લઈ ફરતા પોલીસના હાથે ઝડપાયા હતા. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાઘોડિયા પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવ યોજી હતી. જેમા વિવિધ જાહેર માર્ગો પર વાહન ચેકિંગ દરમિયાન નશો કરી ફરતા અને ડ્રાઈવ કરનાર ઈસમોને ઝડપી પાડયા હતા.વાઘોડિયા પોલીસે વિવિધ જગ્યાએ વાહન ચેકીંગ અને સતત વહેલી સવાર સુધી પેટ્રોલિંગ કરી નશો કરી ફરતા અને વાહન હંકારતા લોકો સામે છેલ્લા 24 કલાકમાં આશરે 100થી વધુ કેસો કર્યા છે. આમ વર્ષના અંતીમ દિવસોમા નશો કરી પીધેલી હાલતમા, વાહન હંકારતા, ગાડીમા દારુની પાર્ટી કરતા તેમજ નશો કરી ખાણીપીણી કરવાની મોજમા આવેલ યુવકોને 31stની ઊજવણી ભારે પડી હતી. નવા વર્ષે કોઈ ડ્રીંક કરી વાહન અકસ્માત કરે નહી તેની ખાસ તકેદારી વાઘોડિયા પોલીસે રાખી સતત આખી રાત પેટ્રોલિંગ કરતા વિવિધ વિસ્તારોમાંથી આશરે 100થી વધુ સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:ધારસીમેલ PHC ખાતે સ્ટ્રેચરમાં લવાયેલ સગર્ભાની સફળ પ્રસૂતિ
calendar_today January 2, 2026

Chhotaudaypur:ધારસીમેલ PHC ખાતે સ્ટ્રેચરમાં લવાયેલ સગર્ભાની સફળ પ્રસૂતિ

નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતું ઝોળી મુક્ત ગામ જાગૃતિ અભિયાન હવે માત્ર અભિયાન નહીં પરંતુ જીવ બચાવતી ચળવળ બની રહ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારસીમેલ ખાતે સબસેન્ટર વાડિયાના વાડિયા ગામમાં બનેલી ઘટનાએ આ વાતને સાચી સાબિત કરી છે.ડુભીલ જાનુબેન રવિશભાઈને ગઈકાલે રાત્રે અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર ઊભી થઈ હતી. અગાઉ આવી સ્થિતિમાં ગામડામાં જોખમી અને અવિજ્ઞાનિક ઝોળી પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવલેણ સાબિત થતી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સતત ચલાવાતા ઝોળી મુક્ત જાગૃતિ અભિયાનના પરિણામે ગ્રામજનોએ જૂની પ્રથાનો ત્યાગ કરી સ્ટ્રેચરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ સંકલિત પ્રયાસ કરી સગર્ભા બહેનને કોઈપણ પ્રકારના શારીરિક ઝટકા વગર સુરક્ષિત રીતે સ્ટ્રેચર પર મુખ્ય રસ્તા સુધી પહોંચાડયા હતા. ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફ્તે તેમને PHC દુગ્ધા ખાતે ખસેડાઇ હતી. સમયસર અને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાના કારણે તબીબોએ કોઈપણ પ્રકારની જટિલતા વિના સફ્ળ પ્રસૂતિ કરાવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, જો સગર્ભાને ઝોળીમાં લઈ જવાઇ હોત તો રસ્તામાં થતી હલચલથી આંતરિક ઈજાનો ગંભીર ખતરો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, સ્ટ્રેચરના યોગ્ય ઉપયોગથી માતા અને બાળક બંને સંપૂર્ણ સુરક્ષિત રહ્યા છે. સમયસર સારવાર મળવાથી કોઈપણ પ્રકારની જટિલતા ઊભી થઈ નથી. હાલમાં માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓની દુર્ગંધથી પરેશાની
calendar_today January 2, 2026

Panchmahal:બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓની દુર્ગંધથી પરેશાની

બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓ નાખતા અવરજવર કરતા રહીશોને ભારે દુર્ગંધને લઇ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લઢોદથી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગની બાજુ મૃત પશુઓ નાખી જવાના સતત બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગની સાઈડમાં મૃત પશુઓ ફેંકી દેવાતા હોવાને રખડતા કૂતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવીને પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે. ત્યાર બાદ તે જ શ્વાન અને પંખી ગામમાં આંટાફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મૃત પશુને કારણે રોડ પર તથા વિસ્તારોમાં માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે કે, કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવ્યા છે. મુખ્યત્વે શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ પરિસ્થિતિને લઈ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે ખુલ્લામાં મૃત પશુઓ પડયા રહેતા હોવાને કારણે રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ આ પરીસ્થિતિ અત્યંત જોખમી બની હોવા છતાં સંબંધિત તંત્ર તથા સ્થાનિક જવાબદારોએ હજુ સુધી કોઈ નક્કર પગલા ન લીધા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યાં છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તથા પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખુલ્લામાં રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે JCB મશીન દ્વારા મોટો ખાડો ખોદી નિયમસર દફ્નાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવા માગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward