Ahmedabad: વટવામાં અદાવત રાખી ભત્રીજાએ કાકાની બાઈક જ સળગાવી દીધી
વટવામાં ચાર દિવસ પહેલા ઝઘડાની અદાવતમાં ભત્રીજાએ કાકાના ઘરની બહાર પડેલા બાઇક જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપીને જતો રહ્યો હતો. જેમાં ધડાકાનો અવાજ આવતા કાકાએ ઉઠીને જોતા બાઇક સળગતી હતી અને ભત્રીજો ભાગતો હતો. આ અંગે કાકાએ ભત્રીજા સામે ફરિયાદ નોધાવી છે.વટવામાં રહેતા અબ્દુલ ગફર શેખ ટેમ્પો ડ્રાઇવિંગ કરે છે. જેમાં તેમને પુત્ર આફ્તાબ માટે બાઇક ખરીદી હતી. ગત 1 જાન્યુઆરીએ તેમનો પુત્ર બાઇક લઇને શાહઆલમ કામ અર્થે ગયો હતો. ત્યાંથી પરત આવીને રાત્રે ઘરની બહાર બાઇક પાર્ક કરીને સૂઇ ગયો હતો. સવારે પરોઢિયે અચાનક ઘરની બહાર ધડાકાનો અવાજ આવતા અબ્દુલ ગફરભાઇ ધાબા પરથી નીચે જોતા બાઇક સળગતી હતી. જેથી પરિવારજનોને ઉઠાડીને પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવી હતી. પરંતુ બાઇક બળીને ખાખ થઇ ગયુ હતુ. આ દરમ્યાન અબ્દુલ ગફરભાઇનો ભત્રીજો સાજીદ શેખ ગલીમાંથી ભાગતો જોવા મળ્યો હતો. જેથી આ બાઈકને સાજીદે જ આગ લગાવી હોવાનું સામે આવ્યુ હતુ. ઉપરાંત ભત્રીજા સાથે ચાર દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી તેણે જ્વલનશીલ પદાર્થ નાખીને બાઇક સળગાવી હતી. આ અંગે અબ્દુલ ગફરે ભત્રીજા સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward