android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: દૂધેશ્વર સ્મશાનની દયનીય હાલત, તંત્રની ઘોર બેદરકારી
calendar_today January 2, 2026

Ahmedabad: દૂધેશ્વર સ્મશાનની દયનીય હાલત, તંત્રની ઘોર બેદરકારી

શહેરમાં સ્મશાનગૃહોની જાળવણી બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.ઓઢવ અને બાપુનગરના સ્મશાન બાદ હવે શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અને અતિ મહત્વના એવા દૂધેશ્વર સ્મશાનગૃહમાં પણ સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્નિદાહ આપવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં દૂધેશ્વર સ્મશાનગૃહમાં લાકડાં પર અંતિમ સંસ્કાર કરવા માટેની લોખંડની ભઠ્ઠીઓ હાલ અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. ભઠ્ઠીના સળિયા અને એન્ગલો સડી ગયા હોવાથી મૃતદેહને યોગ્ય રીતે રાખવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શબ મૂકવા માટે પણ કોઈ ચોક્કસ કે સુરક્ષિત વ્યવસ્થા રહી નથી, જેના કારણે શોકમગ્ન પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ અને મધ્ય વિસ્તારના લોકો મોટાભાગે આ સ્મશાનનો ઉપયોગ કરે છે. આ સ્મશાનમાં લાકડાં પર અગ્નિદાહ આપતી વખતે ભઠ્ઠી તૂટેલી હોવાથી જોખમ રહે છે. તેમજ શબને સન્માનપૂર્વક મૂકવા માટેના પ્લેટફેર્મ પણ જર્જરિત થયા છે. આ ઉપરાત પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે જેમાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને સફઈ બાબતે સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા વર્ષોથી રિનોવેશન માટે માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે.અંતિમ સમયે પણ માણસને શાંતિ અને સન્માન ન મળે તે દુઃખદ છે. તંત્ર માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટીની વાતો કરે છે, વાસ્તવિકતામાં સ્મશાન જેવી પવિત્ર જગ્યાની પણ જાળવણી થતી નથી. શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: સબ ઝોનલ ઓફ્સિના નાકની નીચે ત્રણ સ્થળે લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વ્યય
calendar_today January 2, 2026

Ahmedabad: સબ ઝોનલ ઓફ્સિના નાકની નીચે ત્રણ સ્થળે લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વ્યય

જળ એ જ જીવન છે' ના સૂત્રો માત્ર દીવાલો પર જ શોભતા હોય તેમ અમરાઈવાડીમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અમરાઈવાડી સબ ઝોનલ ઓફ્સિની બિલકુલ નજીક ત્રણ મુખ્ય સ્થળોએ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડયું હોવા છતાં તંત્ર નિંભર બનીને બેઠું છે. શિયાળની શરૂઆત પહેલા પાણીના પોકારની ભીતિ છે, ત્યારે બીજી તરફ્ પાઈપલાઈન લીકેજને કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જેમાં પણ સ્વસ્તિક ચાર રસ્તા પાસે અને રબારી કોલોની પાસે એક અઠવાડિયાથી વધુનો સમય થયો છે છતાં રિપેરિંગ ન થઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.સ્થાનિક રહીશો અને રાહદારીઓની ફરિયાદ મુજબ, સ્વાતિક ચાર રસ્તા, જોગણી માતાના મંદિર પાસે છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પાણીની લાઈન તૂટેલી હાલતમાં છે. રસ્તા પર શુદ્ધ પીવાનું પાણી ભરાઈ રહેવાને કારણે આખું નાકું ગંદકી અને કાદવના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે. ભરાયેલા પાણીમાંથી જ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ પસાર થવાની ફ્રજ પડી રહી છે. આ તરફ્ રબારી કોલોની મેટ્રો સ્ટેશન તરફ્ આવતા માર્ગ પર પિલર નંબર C/06 પાસે લાંબા સમયથી લાઈન લીકેજ છે. મેટ્રો સ્ટેશનની નીચે જ પાણી જમા થતું હોવાથી મુસાફ્રોને પણ હાલાકી ભોગવવી પડે છે. જ્યારે સ્વાતિક ચાર રસ્તાના મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ ગેટ પાસે જ પાણીની લાઈન ફટી હોવાથી મુસાફ્રો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે. આ લીકેજને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણીનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે તેમજ વિસ્તારમાં આવેલી ચાલી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઓફ્સિ નજીક હોવા છતાં અધિકારીઓ કેમ અજાણ બને છે. સબ ઝોનલ ઓફ્સિની આટલી નજીક આટલા મોટા ભંગાણ હોય, તો શું અધિકારીઓની નજર પડી રહી નથી. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું કે, અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જ્યાં પણ લાઇનમાં ભંગાણ પડયું છે ત્યાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. લાઇનમાં રોડ અને દબાણ હટાવવા માટે કામગીરી દરમિયાન ભંગાણ પડયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: ખોટી ફરિયાદો કરી સમાધાન પેટે આઠ લાખની માગણી કરી
calendar_today January 2, 2026

Nadiad: ખોટી ફરિયાદો કરી સમાધાન પેટે આઠ લાખની માગણી કરી

નડિયાદના નરેશભાઈ જીવણભાઈ પટેલ (કન્સ્ટ્રકશન)એ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે 1984માં નડિયાદની શુભલક્ષ્મી અને ધનલક્ષ્મી કો.ઓ.સોસાયટીએ જમીન વેચાતી લઈને તેમાં મકાનોનું બાંધકામ કર્યુ હતું.આ જમીનમાં વેચાણ આપનારના મૃત્યુના 29 વર્ષ બાદ 2013-14માં જેને જમીનમાં કોઈ લેવા દેવા નથી તેવી ત્રાહિત વ્યક્તિ મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર (રહે. અમદાવાદી દરવાજા બહાર, શાંતિ ફળીયુ, નડિયાદ)ની ચઢવણીથી જમીન માલિકના વારસદાર ભરતભાઈ ગબાભાઈ એ આર્થિક લાભ મેળવવા માટે અરજીઓ અને કોર્ટ કેસ દાખલ કર્યા હતા. જે કોર્ટ કેસોમાં સફળ રહ્યા ન હોવા છતાં ઈસમ અવારનવાર એટ્રોસીટી કેસ કરવાની ધમકી આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, તોડ કરી રુપિયા લેવા માટે ધમકી આપતો હતો. મુકેશે ઓફીસ આવીને સમાધાન કરાવી દેવાનું કહીને 61 હજાર પડાવી લીધા હોવા છતાં વધુ આઠ લાખ પડાવી લેવા માટે વારંવાર દબાણ કરી હેરાનગતિ કરી, ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવાની, અપહરણ કરવાની ધમકી આપતો હોવાના આક્ષેપ સાથે આ મામલે મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward