android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudaypur:સંખેડા ખાતે ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા ખેડૂતોની હાલત કફોડી
calendar_today January 2, 2026

Chhotaudaypur:સંખેડા ખાતે ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા ખેડૂતોની હાલત કફોડી

સંખેડા ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા નદીના પટ વિસ્તારની હાલત કફોડી બની છે. મોટાભાગના વિસ્તારમાં પથરા જોવા મળી રહ્યા છે. જેના કારણે ઓરસંગ નદીના પટ વિસ્તારોમાં તડબૂચ, સક્કર ટેટી તેમજ કાકડી, દેશી ચોરાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ખૂબ નહીવત હોવાના કારણે તડબૂચ અને સક્કર ટેટીના ખેડૂતોને કાકડી અને દેશીચોરાની ખેતી પર નિર્ભર રહેવું પડે છે.સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં દિન પ્રતિદિન રેતીનું પ્રમાણ ઘટવાને કારણે મોટાભાગના વિસ્તાર બંજર અને પથરાળ બન્યા છે. જેના કારણે નદી પટ માં તડબૂચ, ટેટી, કાકડી, દેશીચોરા સહિત શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ઘટવાને કારણે પાણીના ભેજની સંગ્રહ શક્તિ ઘટતા ખેડૂતો તડબૂચ અને ટેટીના પાકોથી વંચિત બન્યા છે. હાલમાં નદી પટમાં રેતીનું પ્રમાણ નહીવત હોવાને કારણે પથરાળ જમીનમાં દેશી ચોરા અને કાકડીના પાકોની ખેતી ઉપર ખેડૂતોને નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી એક સમય હતો જ્યારે, સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં મુલાયમ માખણિયા રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું. ત્યારે એક કહેવત સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી. આજે ઓરસંગ નદી પટ વિસ્તારમાં રહેલી મુલાયમ રેતીના અસ્તિત્વ ઉપર સંકટ મંડરાઇ રહ્યું છે. રેતીનું પ્રમાણ ઘટતા ભૌગોલિક સ્થિતિ બદલાતા પથરાળ જમીન જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:વાઘોડિયામાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો
calendar_today January 2, 2026

Vadodara:વાઘોડિયામાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો

વાઘોડિયા ટાઉન વિસ્તારમા 15 વર્ષ અને પાંચ મહિનાની સગીરા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યાની પરિવારે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. ગત તા.29 ડિસેમ્બર-25ના મધરાતે કિશન રમણ દેવીપુજક રહે. નાની દમણ કોલેજ ફ્ળીયુ, દુણેઠા, દમણ મૂળ, રહે સાધલી તા.શિનોર જી. વડોદરા) વાઘોડિયા ખાતે બર્થડે પાર્ટીમા આવ્યા હતા. ઉત્તરાયણ આવતી હોવાથી રેલ (દોરો) રંગવા રાતે રોકાયો હતો.મધરાતે આરોપીએ અંધારાનો લાભ લઇ નિંદરમાં સૂતેલી 15 વર્ષ 5 મહિનાની સગીરાનું મોઢું દબાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉદાસ રહેવા લાગતા પરીવારે પુછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના માતાને કહેતા માતાએ પરીવાર સાથે વાતચીત કરી અંતે ભોગ બનનાર સગીરા સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચી કિશન દેવીપુંજક સામે ફરીયાદ નોંધાવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમા આ ઈસમની પોસ્કો અને દુષ્કર્મના ગુનામા અટકાયત કરી છે. પોલીસે સગીરા તેમજ આ ઈસમનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:જરોદ પાસે ટ્રકની અડફેટે હરિપુરાના બાઇકસવારનું મોત
calendar_today January 2, 2026

Vadodara:જરોદ પાસે ટ્રકની અડફેટે હરિપુરાના બાઇકસવારનું મોત

જરોદ પોલીસના જણાવ્યા અનુસાર, મુળ અલીરાજપુરનો વતની અને હાલમાં સાવલી તાલુકાના હરિપુરા ગામે રહેતા ચૌહાણ પરિવારનો 30 વર્ષનો યુવાન રમેશ બદનસિંહ ચૌહાણ પાનેલાવ ગામે એલેકિ કંપનીમાં ચીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે બપોરના નોકરી પરથી છુટી ઘરે જમવા માટે આવ્યો હતો. જમીને સાંજે કરી પાનેલાવ જવા માટે નીકળ્યો હતો. તે પોતાની મોટર સાઇકલ લઈ જરોદ સ્મશાન ચોકડી ત્રણ રસ્તા નજીકથી પસાર થતો હતો. ત્યારે ટ્રકે તેની બાઇકને અડકેટમાં લેતા રોડ ઉપર ફંગોળાતા તેના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં છુંદાઈ ગયા હતા. તેને 108ની મદદથી જરોદ સરકારી દવાખાને ખસેડતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પરિવાર પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જરોદ પોલીસ મથકના પીઆઇ જે.યુ ગોહિલની સુચનાથી પોલીસે તેના ભાઈ વિજય ચૌહાણની ફરિયાદને આધારે ઘટનાસ્થળે ફરાર થયેલ ટ્રક ચાલકની અકસ્માતનો ગુનો નોંધી તની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward