android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Una: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ
calendar_today January 2, 2026

Una: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ

ગીરની સરહદે આવેલા ઉના તાલુકામાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહત વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે. ઉના શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામમાં દિવસ દરમિયાન બે સિંહ વાડી વિસ્તારમાં ચઢી આવતા શ્રમિકો અને ખેડૂતોમાં ભારે ફયનો માહોલ જોવા મળ્યો હતો.માનવ વસાહત બન્યું સિંહોનું નવું સરનામુંછેલ્લા કેટલાક સમયથી એશિયાટિક સિંહો જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા હોય તેવું જણાય છે. ખાપટ ગામની વાડીઓમાં દિવસના સમયે જ સિંહો દેખા દેતા ખેતમજૂરોમાં ડર વ્યાપી ગયો છે. ખેતરોમાં કામ કરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે સિંહોની હાજરીને કારણે ખેડૂતો અને શ્રમિકો ખેતરમાં જતાં પણ ગભરાઈ રહ્યા છે.શિકારની શોધમાં ગામ તરફ આવવાની ભીતિસ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન વાડીમાં દેખાયેલા આ સિંહો રાત્રિના સમયે શિકારની શોધમાં ગામની અંદર પણ આવી શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા એક તરફ ભયનો માહોલ છે, તો બીજી તરફ સિંહ પ્રેમીઓ સિંહના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.વન વિભાગ પાસે પેટ્રોલિંગની માંગસિંહો અને માનવ વચ્ચે કોઈ સંઘર્ષ ન સર્જાય તે માટે વન વિભાગ સક્રિય થાય તેવી લોક માંગ ઉઠી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને સિંહોને માનવ વસાહતથી દૂર રાખવામાં આવે તે જરૂરી બન્યું છે. સિંહોના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા આંટાફેરાએ વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બનાવ્યો છે.આ પણ વાંચો:મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું

Read Full Story arrow_forward
Elon Musk News: કેન્દ્ર સરકારે Grokના દુરુપયોગ પર કરી કડક કાર્યવાહી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પાસેથી કાર્યવાહીનો માગ્યો અહેવાલ
calendar_today January 2, 2026

Elon Musk News: કેન્દ્ર સરકારે Grokના દુરુપયોગ પર કરી કડક કાર્યવાહી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પાસેથી કાર્યવાહીનો માગ્યો અહેવાલ

સરકારે કંપનીને તેના અગાઉના નિર્દેશ બાદ લેવામાં આવેલા પગલાં અને કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સમજાવવા કહ્યું છે. સરકારનો સોશિયલ મીડિયા કંપની Xને પત્ર કેન્દ્ર સરકારે Grokના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. સરકારે સોશિયલ મીડિયા કંપની X ને પત્ર લખ્યો છે. સરકારે Grok અને અન્ય xAI સેવાઓ જેવી AI-આધારિત સેવાઓના દુરુપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીના હોસ્ટિંગ, સર્જન, પ્રકાશન, પ્રસારણ, શેરિંગ અથવા અપલોડિંગને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે અહેવાલ માંગ્યો છે. સરકારે નકલી એકાઉન્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો સરકારે જણાવ્યું હતું કે, ખાસ કરીને, એવું જોવા મળ્યું છે કે તમારા દ્વારા વિકસાવવામાં આવેલી અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાયેલી સેવા "ooGrok AI"નો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા મહિલાઓને દર્શાવતી અશ્લીલ અથવા અપમાનજનક છબીઓ અને વિડિઓઝ પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, તેનો ઉપયોગ નકલી એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્લેટફોર્મની સુરક્ષા અને સિસ્ટમો અંગે પ્રશ્નો પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ મુદ્દો ફક્ત નકલી ID પૂરતો મર્યાદિત નથી; સોશિયલ મીડિયા પર તેમના ફોટા અથવા વિડિઓઝ પોસ્ટ કરતી મહિલાઓને પણ Grok દ્વારા નિશાન બનાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, તેમના ફોટા Grok ના AI દ્વારા હેરફેર કરવામાં આવે છે અને ક્યારેક અશ્લીલ રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રકારનું વર્તન પ્લેટફોર્મના સુરક્ષા પગલાં અને સિસ્ટમોની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. આ પણ વાંચોઃ Imran Khanના સમર્થનમાં પોસ્ટ કરવી પડી ભારે, Pakistanમાં 4 પત્રકારોને આજીવન કેદની સજા ફટકારાઇ 

Read Full Story arrow_forward
Jamnagar: PGVCLના મેગા દરોડા, પોલીસ પ્રોટેક્શન હેઠળ વીજચેકિંગનો ધમધમાટ
calendar_today January 2, 2026

Jamnagar: PGVCLના મેગા દરોડા, પોલીસ પ્રોટેક્શન હેઠળ વીજચેકિંગનો ધમધમાટ

જામનગર શહેરમાં વધતા જતાં વીજ લોસને ડામવા માટે PGVCL તંત્ર હરકતમાં આવ્યું છે. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજચોરી પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સ્થાનિક ટીમો ઉપરાંત રાજકોટ અને વડોદરાની વિજીલન્સ ટીમો પણ સામેલ થઈ હતી.જામનગર શહેરમાં PGVCL દરોડાPGVCL દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 35 ટીમોએ શહેરના મધ્ય અને છેવાડાના વિસ્તારોને ધમરોળ્યા હતા. ખાસ કરીને બેડી, બેડેશ્વર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ, લીમડા લેન, ગાંધીનગર અને મોમાઈનગર જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને SRPના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્રમાં જામનગર વીજચોરીમાં મોખરેઉલ્લેખનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (T&D) લોસમાં સૌથી વધુ નુકસાન ધરાવે છે. પુરવઠા સામે ઓછું બિલિંગ થતું હોવાથી તંત્ર દ્વારા આ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ આટલા મોટાપાયે હાથ ધરાયેલી કાર્યવાહીથી વીજચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.મોટા આંકડાની શક્યતાસાંજ સુધી ચાલનારા આ ઓપરેશનના અંતે વીજચોરીનો લાખો કે કરોડોનો આંકડો સામે આવી શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે સ્થળોએ ડાયરેક્ટ જોડાણ કે મીટર સાથે ચેડાં માલૂમ પડશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે.આ પણ વાંચો: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા

Read Full Story arrow_forward