android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: આવતીકાલથી વટવા વિસ્તારમાં કરાશે વધુ એક મેગા ડિમોલેશન
calendar_today January 2, 2026

Ahmedabad: આવતીકાલથી વટવા વિસ્તારમાં કરાશે વધુ એક મેગા ડિમોલેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરને દબાણમુક્ત કરવાના અભિયાન હેઠળ આવતીકાલે એટલે કે 2જી જાન્યુઆરીએ વટવા વિસ્તારમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનર વટ તળાવની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો પર આવતીકાલે સવારથી જ મનપાનું બુલડોઝર ફરી વળશે. સુરક્ષા સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે વટવામાં કરવામાં આવતા ડિમોલેશન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઓપરેશનમાં 500 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા કવચ પૂરું પાડશે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના 300 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં સીધા સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિમોલેશન માટે જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનરીનો કાફલો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. શા માટે આ ડિમોલેશન જરૂરી બન્યું? વાનર વટ તળાવની જમીન સરકારી હોવા છતાં છેલ્લા લાંબા સમયથી અહીં અનેક કાચા-પાકા મકાનો અને વ્યાવસાયિક એકમો ખડકાઈ ગયા હતા. જેના કારણે તળાવના બ્યુટિફિકેશન અને સાર્વજનિક વિકાસના કામોમાં અવરોધ ઊભો થતો હતો. સ્થાનિક રહીશોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી, છતાં દબાણો દૂર ન થતા હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના ત્રાગડ ગરનાળાની કામગીરી એક વર્ષથી ઠપ્પ, તંત્રના પાપે નાગરિકો પરેશાન 

Read Full Story arrow_forward
Surat News: વરાછાના માતાવાડી વિસ્તારમાં ટ્રાફિકની ક્રેઈનના માણસોની દાદાગીરી, યુવકને જાહેરમાં ઢોર માર માર્યો
calendar_today January 2, 2026

Surat News: વરાછાના માતાવાડી વિસ્તારમાં ટ્રાફિકની ક્રેઈનના માણસોની દાદાગીરી, યુવકને જાહેરમાં ઢોર માર માર્યો

ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં ટ્રાફિકના જવાનો અને ટીઆરબી જવાનો સાથે લોકોને અનેક વખત વિવાદ થતા હોય છે. જેમા મારામારી સુધીની ઘટના સામે આવતી હોય છે. દરેક વખતે લોકોની ભૂલ સામે સવાલો ઉભા થતાં હોય છે ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસના ક્રેઈનના માણસોની દાદાગીરી સામે આવી છે. એક યુવકને ક્રેઈનના ચારપાંચ માણસોએ જાહેરમાં રોડ પર માર મારતો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં ટ્રાફિક ક્રેઇનના માણસોની દાદાગીરી પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેઈનના માણસો વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક કર્મીઓની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. ટ્રાફિકના માણસો લોકો સામે સત્તાના પાવરનો દુરુપયોગ કરીને મારામારી પર ઉતરી ગયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં એક યુવક દ્વારા ટ્રાફિકની ક્રેઈનનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. યુવકે મોબાઇલમા વીડિયો ઉતારતા થયો વિવાદ આ દરમિયાન ક્રેઈનના ચારથી પાંચ માણસો યુવક પર તૂટી પડ્યા હતાં. આ લોકોએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો હતો. સરકારી વિભાગના કર્મચારીઓની આ પ્રકારની કર્તૂતને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ટ્રાફિકની ક્રેઈનના માણસો યુવકને માર મારતા મારતા ક્રેઈન સુધી લઈ ગયા હતાં અને તેને ક્રેઈનમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. ટ્રાફિક વિભાગના આ કર્મચારીઓ પ્રત્યે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ પણ વાંચોઃ Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો

Read Full Story arrow_forward
Dwarkaના ભાણવડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 'ગોકળગાય'ની ગતિ
calendar_today January 2, 2026

Dwarkaના ભાણવડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 'ગોકળગાય'ની ગતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અત્યંત ધીમી ચાલતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી ખામી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે નારાજ ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી છે. ભાણવડ તાલુકામાં કુલ 15,500 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. જોકે, ખરીદી શરૂ થયાને લાંબો સમય વીતવા છતાં હજુ સુધી અડધા ખેડૂતોનો પણ વારો આવ્યો નથી.જણસીની ખરીદી માટે લાંબી રાહ જોવી પડે છે: ખેડૂતખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદી કરનાર મંડળીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને 'બરોબાર' જણસીની ખરીદી કરી લેવામાં આવે છે, જેના કારણે સામાન્ય ખેડૂતોએ લાંબી રાહ જોવી પડે છે. ખેડૂતોએ અન્ય માર્કેટિંગ યાર્ડ સાથે સરખામણી કરતા જણાવ્યું કે: બાજુમાં આવેલ જામજોધપુર APMC માં દરરોજ 400 થી 500 ખેડૂતોની મગફળી ખરીદાય છે. જ્યારે ભાણવડ APMC માં દરરોજ માંડ 100 ખેડૂતોની મગફળી પણ સ્વીકારવામાં આવતી નથી. ખેડૂતોની આર્થિક સ્થિતિ પર માઠી અસરખેડૂતોમાં ચિંતા છે કે જો આટલી ધીમી ગતિએ ખરીદી ચાલશે, તો બાકીના હજારો ખેડૂતોનો વારો ક્યારે આવશે? મોડી ખરીદીના કારણે પૈસા મળવામાં પણ વિલંબ થશે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર માઠી અસર કરશે. ખેડૂતોએ આ પ્રક્રિયામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને અટકાવી તાત્કાલિક ખરીદીની ક્ષમતા વધારવા માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward