Jamnagar: જુમ્મા મસ્જિદમાં થયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, અમદાવાદનો શખ્સ 75,000 સાથે ઝડપાયો
જામનગરના ઐતિહાસિક ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જાણીતી જુમ્મા મસ્જિદની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સિટી 'એ' ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એક આરોપીને પકડી પાડી તેની પાસેથી ચોરીની તમામ રોકડ રકમ રિકવર કરી છે.મસ્જિદની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોગત તારીખ 16 નવેમ્બર, 2025ની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની મુખ્ય ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઓફિસના કબાટમાંથી 75,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ પર આરોપીને પકડવાનું દબાણ વધ્યું હતું.પોલીસની વ્યૂહરચના અને સફળતાસિટી 'એ' ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી હતી. પોલીસે મસ્જિદ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં સંડોવાયેલો શખ્સ નૂરી ચોકડી પાસે છે. બાતમીના આધારે પોલીસે નૂરી ચોકડી, અન્નપૂર્ણા મંદિરના ગેટ પાસેથી મોહમ્મદહુસેન મોહમ્મદમુતકા સિદ્દીકી (રહે. અમદાવાદ) ને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ અને તપાસમાં તેની પાસેથી ચોરી કરેલા પૂરેપૂરા ₹75,000 રોકડા મળી આવ્યા હતા.આ પણ વાંચો: PGVCLના મેગા દરોડા, પોલીસ પ્રોટેક્શન હેઠળ વીજચેકિંગનો ધમધમાટ
Read Full Story arrow_forward