android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: પીધેલી હાલતમાં 132 લોકો ઝડપાયા
calendar_today January 1, 2026

Gir Somnath News: પીધેલી હાલતમાં 132 લોકો ઝડપાયા

રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને બોર્ડર પાર કરીને આવતા લોકોના વાહન અને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દીવમાંથી ગીર સોમનાથ આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 132 કરતા વધુ લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે.31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ચેંકિગગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ચેંકિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 132 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 83 લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાયા છે. એટલે કે નશો કર્યા બાદ વાહન ચલાવવું. આ લોકો સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથમાં પ્રવેશ કરતા હતા. જે દરમિયાન દારૂડિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આ લોકોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દીવથી ડમ ડમ થઈ આવતા દારૂડિયાઓને ઝડપી લઈને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટના ગીર સોમનાથ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં એસપી જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના બન્ને ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધુ સંઘ પ્રદેશ દીવથી ડમ ડમ થઈ આવતા દારૂડિયાઓને ઝડપી લઈને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તના પગલે થર્ટી ફર્સ્ટની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. આ પણ વાંચો - Gir Somnath : તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા આવ્યા, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી ગયા

Read Full Story arrow_forward
Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ
calendar_today January 1, 2026

Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 2 થી 4 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે, ઉત્તર ભારતમાં શીત લહેરથી ગુજરાતમાં ઠંડી વધશે અને 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમિ વિક્ષેપ આવશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે. જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ઠંડીનો ચમકારો રહેશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે.વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે. 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. આ પણ વાંચો : Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી

Read Full Story arrow_forward
Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા
calendar_today January 1, 2026

Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં હોટલમાં જમ્યા બાદ પૈસા આપવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થતાં 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસે 7 સામે નામજોગ, 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. 2 લોકોને ઈજા પહોંચી જૂથ અથડામણમાં 2 લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ તથા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટના બાદ પોલીસે ગઇ કાલ રાતથી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ પણ વાંચો---   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward