android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Neha Bora: "લોકોના ટોળા ભેગા કરી દેવાથી સત્તા પરિવર્તન ન થાય.." નેહા બોરા કેસમાં દલીલો પૂર્ણ, આવતીકાલે આવશે નિર્ણય
calendar_today October 22, 2026

Neha Bora: "લોકોના ટોળા ભેગા કરી દેવાથી સત્તા પરિવર્તન ન થાય.." નેહા બોરા કેસમાં દલીલો પૂર્ણ, આવતીકાલે આવશે નિર્ણય

AISAનાં અધ્યક્ષ નેહા બોરાના અંગત બાંહેધરીપત્રના કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં આવતીકાલે ચુકાદો સંભળાવવામાં આવશે. નેહાએ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) દ્વારા આપવામાં આવેલી એ નોટિસને પડકારી છે, જેમાં તેમની પાસે ₹10,000નું અંગત બાંહેધરીપત્ર ભરવા અને એક જામીનદાર રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.નેહા બોરાના વકીલે દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શનો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતાં અને નેહાએ હિંસા ભડકાવવાનું કોઈ આહ્વાન કર્યું નહોતું. બીજી તરફ, રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું હતું કે દિલ્હીમાં લોકોનાં જૂથો એકત્ર થવાથી સત્તા પરિવર્તન થઈ જતું નથી.નેહા બોરાના વકીલે શું દલીલ કરી?સુનાવણી દરમિયાન નેહા બોરાના વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે નેહાએ માત્ર લોકોને મંડી હાઉસ ખાતે એકત્ર થવાની અપીલ કરી હતી. તેમણે હિંસા કરવા કે કાયદો તોડવાનું કોઈ આહ્વાન કર્યું નહોતું.બીજી તરફ, રાજ્ય સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું હતું કે તે સમયે પ્રતિબંધાત્મક આદેશ અમલમાં હતો અને શાંતિ ભંગ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં લેવાં જરૂરી હતાં.કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે નોટિસ આપતાં પહેલાં મેજિસ્ટ્રેટે કેસની સ્વતંત્ર રીતે તપાસ કરી હતી કે નહીં. માત્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાની માહિતીના આધારે આવી કાર્યવાહી કરી શકાય કે નહીં, તે અંગે પણ કોર્ટે સવાલ કર્યો હતો.નેહા બોરા સામે કાર્યવાહી શા માટે કરવામાં આવી?એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ નેહાના એ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો કે વિરોધ પ્રદર્શન માટે માત્ર મંડી હાઉસ ખાતે એકત્ર થવાની અપીલ કરવામાં આવી હતી અને તે સમયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ કોઈ પ્રતિબંધાત્મક આદેશ અમલમાં નહોતો.તેમણે દલીલ કરી હતી કે કલમ 163 હેઠળનો આદેશ અમલમાં હતો અને ઘટનાસ્થળે વિરોધ કરી રહેલા લોકોની સરખામણીએ પોલીસકર્મીઓની સંખ્યા ઓછી પડી હતી.ચેતન શર્માએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે નેહા બોરા પોલીસથી બચીને નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે તેમને રોકવા માટે કહ્યું હોવા છતાં તેઓ અટક્યાં નહોતાં અને કનોટ પ્લેસ તરફ દોડી ગયાં હતાં.મેજિસ્ટ્રેટે નોટિસ આપતાં પહેલાં તપાસ કરી હતી?ચેતન શર્માએ દલીલ કરી હતી કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે નોટિસ આપતાં પહેલાં કેસ પર વિચાર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કાર્યવાહી માટે પૂરતી માહિતી ઉપલબ્ધ હતી. તેમાં જનરલ ડાયરીની નોંધ, અગાઉ નોંધાયેલી FIR, ગુનાનો ઇતિહાસ અને તે સમયે રસ્તાઓ પરની પરિસ્થિતિનો સમાવેશ થતો હતો.તેમણે જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે તપાસ અધિકારીને બોલાવીને કેસની માહિતી પણ મેળવી હતી. તેમના મતે, આ પ્રક્રિયા સુનાવણી જેવી જ હતી.આ દલીલના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે અરજદારની ચિંતા એ છે કે તેમને પહેલેથી જ ખરાબ વર્તન કરનાર વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે અને હવે તેમની પાસેથી ભવિષ્યમાં સારું વર્તન કરવાનું વચન માગવામાં આવી રહ્યું છે.બેન્ચે ટિપ્પણી કરી હતી કે કોઈ વ્યક્તિ પાસેથી આવું વચન માગવાથી એવી છાપ ઊભી થઈ શકે છે કે તે અગાઉ યોગ્ય વર્તન કરતી નહોતી. કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિ પર લાગેલું આ કલંક જ આવી કાર્યવાહીનું કારણ બન્યું છે અને આ મુદ્દો બંધારણના અનુચ્છેદ 21 સાથે પણ જોડાયેલો છે, જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે સંબંધિત છે.આના જવાબમાં ચેતન શર્માએ સવાલ કર્યો હતો કે શું 6 FIRનો સામનો કરી રહેલી વ્યક્તિને સંપૂર્ણપણે નિર્દોષ માની શકાય?કોર્ટે નેહા બોરાના વકીલ ગોપાલ શંકરનારાયણને એ વિચારવા પણ કહ્યું હતું કે તેઓ પોતાની અરજી પર સુનાવણી ચાલુ રાખવા માગે છે કે પછી કારણદર્શક નોટિસ અંગેની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવા માગે છે.CJPના નેતાઓ સાથેની બેઠકનો પણ ઉલ્લેખચેતન શર્માએ દલીલ કરી હતી કે નેહા બોરા સામેની કાર્યવાહી સાથે જોડાયેલા કેસોમાં 12 વખત નિયમોનું ઉલ્લંઘન થયું હતું.તેમણે જણાવ્યું હતું કે નેહા બોરાએ CJPના નેતાઓ અને પ્રશાંત ભૂષણ સાથેની એક સંયુક્ત બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “આ સત્તા પરિવર્તન માટેની લડાઈ છે અને અમે સત્તા પરિવર્તન કરાવીને જ રહીશું.”ચેતન શર્માએ દલીલ કરી હતી કે નેહા આ સભાનો ભાગ હતાં અને તેમની સામેની કાર્યવાહી કોઈ આધાર વિના શરૂ કરવામાં આવી નહોતી.આના જવાબમાં ગોપાલ શંકરનારાયણે કહ્યું હતું કે લોકશાહીમાં સત્તા પરિવર્તન કરવામાં કંઈ ખોટું નથી.ચેતન શર્માએ જવાબ આપ્યો હતો કે સત્તા પરિવર્તન મતદાન દ્વારા થવું જોઈએ, નવી દિલ્હીમાં લોકોનાં જૂથો એકત્ર થવાથી નહીં.તેમણે કહ્યું હતું કે કાયદા હેઠળ BNSSની કલમ 126 અને 130 એકસાથે લાગુ કરી શકાય છે. તેમના મતે, શાંતિ ભંગ થવાની આશંકા હોવાથી સાવચેતીનાં પગલાં લેવાં જરૂરી હતાં. તેમણે અદાલતને માત્ર કાયદાકીય પ્રક્રિયાની ટેકનિકલ બાબતો પર ધ્યાન આપવાને બદલે આ કાર્યવાહી શા માટે જરૂરી હતી તે જોવાની અપીલ કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ દેશની રાજધાનીમાં સંભવિત અશાંતિ અટકાવવાનો હતો. સમયસર પગલાં લેવામાં ન આવ્યાં હોત તો શહેરમાં મોટા પાયે અફરાતફરી સર્જાઈ શકી હોત.BNSSની કલમ 126 હેઠળ ‘ગુનો કરવાની આશંકા’નો અર્થ શું?ચેતન શર્માએ કહ્યું હતું કે રાજ્ય સરકાર વતી હાજર રહેતા તેઓ બેન્ચે ઉઠાવેલા મહત્ત્વના કાયદાકીય સવાલોના જવાબ આપવા બંધાયેલા છે. તેમણે દલીલ કરી હતી કે અરજીમાં અપનાવવામાં આવેલી પ્રક્રિયાને બદલે નોટિસમાં લખેલી બાબતોને પડકારવામાં આવી છે.આના જવાબમાં કોર્ટે સવાલ કર્યો હતો કે BNSSની કલમ 126ના સંદર્ભમાં ‘ગુનો કરવાની આશંકા’નો અર્થ શું થાય છે.ચેતન શર્માએ કહ્યું હતું કે તેનો અર્થ માત્ર પરંપરાગત રીતે ગુનો કરવો એટલો જ નથી. એવું વર્તન પણ તેમાં સામેલ થઈ શકે છે, જેનાથી શાંતિ ભંગ થવાની આશંકા હોય. તેમણે દલીલ કરી હતી કે આ બાબતે મેજિસ્ટ્રેટ પોતાનો અભિપ્રાય બાંધવાની વ્યાપક સત્તા ધરાવે છે. ત્યાર બાદ તેમણે BNSSની કલમ 130નો ઉલ્લેખ શરૂ કર્યો હતો.બાંહેધરીપત્ર ભરવાની જરૂરિયાત પર કોર્ટે સવાલ ઉઠાવ્યોકોર્ટે BNSSની કલમ 135(3)ની પ્રથમ જોગવાઈ હેઠળ આ તબક્કે બાંહેધરીપત્ર ભરવાની જરૂરિયાત અંગે સવાલ કર્યો હતો.બેન્ચે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું કલમ 126 હેઠળ માત્ર સૂત્રોચ્ચારની માહિતીના આધારે, કોઈ તપાસ કર્યા વિના કારણદર્શક નોટિસ આપી શકાય?કોર્ટે એ પણ પૂછ્યું હતું કે કલંદરા સિવાય અન્ય કોઈ સામગ્રી ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં અને કલમ 130 હેઠળ નોટિસ આપતાં પહેલાં કોઈ તપાસ કરવામાં આવી હતી કે નહીં.ઉદાહરણ આપતાં કોર્ટે કહ્યું હતું કે જો સમાચાર માધ્યમોના અહેવાલો પરથી જાણવા મળે કે સંબંધિત વ્યક્તિ ઘટનાના સમયે અન્ય કોઈ સ્થળે હતી, તો શું મેજિસ્ટ્રેટે કાર્યવાહી કરતાં પહેલાં મળેલી માહિતીની વિશ્વસનીયતાની સ્વતંત્ર રીતે તપાસ ન કરવી જોઈએ?બેન્ચે રાજ્ય સરકારને આગળની દલીલો રજૂ કરતાં પહેલાં આ બંને કાયદાકીય અને હકીકતલક્ષી સવાલોના જવાબ આપવા જણાવ્યું હતું.નેહા બોરાના વકીલે કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કર્યોગોપાલ શંકરનારાયણે બંધારણીય બેન્ચના એક ચુકાદાનો ઉલ્લેખ કરતાં દલીલ કરી હતી કે BNSSની કલમ 126 હેઠળની કાર્યવાહીનો આધાર બનેલી માહિતીની તપાસ સંબંધિત પૂછપરછ દરમિયાન થવી જોઈએ.તેમણે કહ્યું હતું કે BNSSની કલમ 126 અને 130 સહિત દરેક તબક્કે કારણો લેખિતમાં નોંધવા જરૂરી છે.તેમણે ફોજદારી પ્રક્રિયા સંહિતા, 1898ની કલમ 107નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની દલીલ હતી કે કારણદર્શક નોટિસ આપવાના તબક્કે જ બાંહેધરીપત્ર ભરવાની માગ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે SEM કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી શનિવારે થવાની છે. ત્યાર બાદ ગોપાલ શંકરનારાયણે પોતાની દલીલો પૂર્ણ કરી હતી.SEMએ સ્વતંત્ર રીતે અભિપ્રાય બાંધ્યો હતો કે નહીં?કોર્ટે કહ્યું હતું કે મેજિસ્ટ્રેટે પોતાના વિવેકથી અભિપ્રાય બાંધ્યો હતો કે નહીં તેની તપાસ કરવાની અદાલતની સત્તા ખૂબ મર્યાદિત છે.આના જવાબમાં ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે નોટિસ ગેરબંધારણીય હોવા ઉપરાંત કાયદાકીય રીતે પણ ખોટી છે.કોર્ટે પૂછ્યું હતું કે શું તેમની ત્રીજી દલીલ એ છે કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે સ્વતંત્ર રીતે કોઈ અભિપ્રાય બાંધ્યો જ નહોતો? તેના જવાબમાં વકીલે કહ્યું હતું કે SEMએ કોઈ અભિપ્રાય બાંધ્યો જ નહોતો.બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તે અરજદારના પક્ષમાં આ સવાલ પૂછી રહી છે અને કેસની પરિસ્થિતિમાં સંબંધિત જોગવાઈનું અર્થઘટન સમજવા માગે છે.સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અગાઉ પણ તેણે અભિકને પૂછ્યું હતું કે શું કલમ 135 હેઠળની તપાસ પૂર્ણ થવા દેવી વધુ યોગ્ય નહીં રહે?કોર્ટે વધુમાં કહ્યું હતું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈને શનિવારે ફરી અદાલતનો સંપર્ક કરવો વધુ સમજદારીભર્યું નહીં હોય? આમ કરવાથી રવિવારે સુનાવણી માટે અદાલતને બોલાવવાની જરૂર પણ નહીં પડે.અટકાયત બાદ વકીલ કે પરિવારનો સંપર્ક કરવાનો અધિકારગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે કોઈ વ્યક્તિની અટકાયત થયા બાદ તેને મળતી સૌથી પહેલી સુરક્ષા એ છે કે તેને તાત્કાલિક પોતાના વકીલ અથવા પરિવારનો સંપર્ક કરવાની તક મળવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે નેહા બોરાના કેસમાં બીજા દિવસે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કલંદરા રજૂ કરવામાં આવ્યો હતો.વકીલે વધુમાં કહ્યું હતું કે નેહા બોરા 16 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મંડી હાઉસ વિસ્તારમાં પહોંચ્યાં હતાં, પરંતુ માત્ર 10થી 15 મિનિટમાં જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.તેમણે દલીલ કરી હતી કે નેહાએ કોઈ ગુનો કર્યો નહોતો અને માત્ર સૂત્રોચ્ચાર કરવા બદલ તેમની અટકાયત કરવામાં આવી હતી, જે સંપૂર્ણપણે ગેરકાયદે છે.વકીલે જણાવ્યું હતું કે કનોટ પ્લેસ ખાતેનું પ્રદર્શન અન્ય એક સંગઠન દ્વારા યોજવામાં આવ્યું હતું, જ્યારે નેહાએ મંડી હાઉસ ખાતે એકત્ર થવાની અપીલ કરી હતી.તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને અટકાયતમાં લેવા અને તેમને પોતાના વકીલોનો સંપર્ક ન કરવા દેવો એક સામાન્ય રીત બની ગઈ છે.ગોપાલ શંકરનારાયણના જણાવ્યા મુજબ, નેહાને રાત્રે આર.કે. પુરમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં અને વહેલી સવાર સુધી તેમનાં ઠેકાણાની માહિતી મળી નહોતી.જંતર-મંતર પરથી પ્રદર્શન સ્થળ હટાવવાના નિર્ણયનો વિરોધવરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દિલ્હી હાઈકોર્ટમાં દલીલો રજૂ કરતી વખતે નકશા પર જંતર-મંતરનું સ્થળ બતાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરે પ્રેસ ક્લબમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્યાર બાદ 16 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે એક પોસ્ટ મૂકવામાં આવી હતી. તેમાં અચાનક જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટેનાં સ્થળોની યાદીમાંથી દૂર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.ગોપાલ શંકરનારાયણે કહ્યું હતું કે આ પોસ્ટમાં લોકોને મંડી હાઉસ ખાતે એકત્ર થવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, તેમાં ક્યાંય પણ હિંસા કરવા, કાયદો તોડવા, શાંતિ ભંગ કરવા કે જાહેર વ્યવસ્થા ખોરવવાની વાત કરવામાં આવી નહોતી.તેમણે દલીલ કરી હતી કે પોસ્ટમાં લોકોને કોઈ ગુનો કરવા માટે એકત્ર થવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું નહોતું.હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે. નેહા બોરાએ SEMની નોટિસને આપેલો પડકાર અને BNSSની જોગવાઈઓ હેઠળ બાંહેધરીપત્ર ભરવાની જરૂરિયાત અંગે કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે.

Read Full Story arrow_forward
India: સાઉદી હુમલામાં ભારતીયની મોત પર વિદેશમંત્રાલય ભડક્યું, અને કહ્યું - 'આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય'
calendar_today October 22, 2026

India: સાઉદી હુમલામાં ભારતીયની મોત પર વિદેશમંત્રાલય ભડક્યું, અને કહ્યું - 'આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય'

ભારતે સાઉદી અરેબિયામાં તાજેતરના હુમલાઓની સખત નિંદા કરી છે. આ હુમલાઓમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. ભારતે જણાવ્યું હતું કે નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તાત્કાલિક બંધ થવી જોઈએ.ભારત સાઉદી અરેબિયામાં હુમલાઓની સખત નિંદા કરે છેમંત્રાલયે જણાવ્યું હતું કે, "અમે સાઉદી અરેબિયામાં નાગરિકો અને ઊર્જા માળખા પર ચાલી રહેલા હુમલાઓની સખત નિંદા કરીએ છીએ. આમાં 21 ઓક્ટોબરના રોજ દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પૂર્વીય પ્રાંતમાં સાઉદી અરામકો શાયબાહ તેલ ક્ષેત્ર પર થયેલા હુમલાઓનો સમાવેશ થાય છે. દુઃખની વાત છે કે, આ હુમલાઓમાં નાગરિકોના જીવ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે."એરપોર્ટ હુમલામાં માર્યા ગયેલા ભારતીય નાગરિકમંત્રાલયે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધમાં ભારતીય દૂતાવાસ સાઉદી અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે. "અમે પુનરાવર્તન કરીએ છીએ કે નાગરિકો અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક બંધ કરવા જોઈએ."એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે સાઉદી અરેબિયાના લોકો અને સરકાર સાથે ઉભા છીએ અને તેમની સાર્વભૌમત્વની રક્ષામાં તેમનું સમર્થન કરીએ છીએ. અમને આશા છે કે આ ક્ષેત્રમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત થશે.આ પણ વાંચો: ઓ બાપરે... NHPCએ એક-બે નહીં પણ 23 લાખ વૃક્ષો કાપવાની માંગી મંજૂરી, જાણો કારણ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  સુરતના મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો હલ્લાબોલ
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: સુરતના મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો હલ્લાબોલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward