android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratની મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો ભયંકર હલ્લાબોલ, હજારોની સંખ્યામાં વાલીઓ ઉમટી પડતા સર્જાયો હોબાળો!
calendar_today October 22, 2026

Suratની મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો ભયંકર હલ્લાબોલ, હજારોની સંખ્યામાં વાલીઓ ઉમટી પડતા સર્જાયો હોબાળો!

સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી પ્રખ્યાત મહેશ્વરી વિદ્યાપીઠ શાળામાં આજે સવારથી જ ભારે અફરાતફરી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રની મનમાની અને વાયદા ખિલાફીથી કંટાળેલા હજારો વાલીઓ એકઠા થઈને શાળા પરિસરમાં પહોંચી ગયા હતા અને તંત્ર વિરુદ્ધ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થવાના કારણે શાળા કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.મોર્નિંગ શિફ્ટના વાયદાથી ફરી જતાં વાલીઓમાં ભારે રોષવાલીઓનો મુખ્ય આરોપ છે કે બાળકને એડમિશન આપતી વખતે શાળા સંચાલકો દ્વારા મોર્નિંગ શિફ્ટ (સવારની શિફ્ટ) આપવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે શાળા શરૂ થયા બાદ સંચાલકો પોતાના જ વાયદાથી ફરી ગયા છે અને વિદ્યાર્થીઓને અન્ય શિફ્ટમાં મોકલવા દબાણ કરી રહ્યા છે. વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને શિક્ષણના નામે વાલીઓની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.યોગ્ય જવાબ ન મળતાં નારાજગી: વાલીઓ સાથે ગેરવર્તનનો આક્ષેપઆ વિવાદ અંગે જ્યારે હજારો વાલીઓ શાળા સંચાલકો પાસે સ્પષ્ટતા માગવા અને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે તેમને કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં, રજૂઆત કરવા આવેલા વાલીઓ સાથે શાળા તંત્ર અને સ્ટાફ દ્વારા અસભ્ય વર્તન અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી વાલીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખવાની અને શિક્ષણ વિભાગ સુધી રજૂઆત કરવાની કડક ચીમકી આપી છે.આ પણ વાંચો : Ahmedabadમાં 700 બુક સ્ટોલ સાથે સજશે ઇન્ટરનેશનલ બુક ફેર, ટેક્સટાઇલ પ્રિન્ટિંગ અને 'વેસ્ટમાંથી ક્રાફ્ટ' રહેશે મુખ્ય આકર્ષણ

Read Full Story arrow_forward
Ahmedabad ગ્રામ્ય LCBને મળી મોટી સફળતા, ઘરફોડ અને વાહન ચોરીના 3 કુખ્યાત આરોપીઓની કરી ધરપકડ
calendar_today October 22, 2026

Ahmedabad ગ્રામ્ય LCBને મળી મોટી સફળતા, ઘરફોડ અને વાહન ચોરીના 3 કુખ્યાત આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા જિલ્લામાં બનતી ઘરફોડ ચોરી અને વાહન ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. LCBની ટીમે બાતમીના આધારે 3 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં શ્રવણભાઈ રમેશભાઈ હાડા, અશોકભાઈ રમેશભાઈ હાડા અને ખાલિદખાન કફિલઅહમદ ખાનનો સમાવેશ થાય છે. આ પકડ સાથે પોલીસે અસલાલી અને કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે.આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ગંભીર ગુનાઓ નોંધાયેલાપકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લંબો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય આરોપી શ્રવણભાઈ રમેશભાઈ હાડા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને ઘરફોડ જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી અશોકભાઈ રમેશભાઈ હાડા વિરુદ્ધ પણ અગાઉના 11 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો બહાર આવી છે. આ કુખ્યાત શખ્સો લાંબા સમયથી પોલીસની પકડથી બચીને ગુનાઓને અંજામ આપી રહ્યા હતા, પરંતુ LCB ની સઘન તપાસને કારણે આખરે તેઓ કાયદાના ગાળીયામાં આવી ગયા છે.કુલ રૂ.13.72 લાખનો મુદ્દામાલ રિકવર કરાયોઆરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન તેમની પાસેથી ચોરીનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ફેક્ટરીઓ અને મકાનોમાંથી ચોરાયેલા તાંબાના પાઇપ, સીસીટીવીના ડીવીઆર (DVR), મોબાઈલ ફોન ઉપરાંત ચોરીના ગુનાઓમાં વપરાયેલી તેમજ ચોરાયેલી મહિન્દ્રા ગાડી, લોડિંગ રિક્ષા અને મોટરસાઇકલ (બાઈક) મળીને કુલ રૂ13,72,000 (13.72 લાખ) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો
calendar_today October 22, 2026

Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે બહારગામ ફરવા જવાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. રેલવે ટિકિટ, વિમાન પ્રવાસ, હોટેલ, રિસોર્ટ અને હોલિડે પેકેજના બુકિંગ માટે લોકો ઓનલાઈન માધ્યમોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જોકે, લોકોની આ ઉતાવળ અને સસ્તી ઓફરની લાલચનો લાભ ઉઠાવવા સાયબર ઠગો પણ સક્રિય થઈ જાય છે. ત્યારે પ્રવાસનું આયોજન કરતી વખતે ડિજિટલ સલામતી જાળવવી અત્યંત જરૂરી છે. વડોદરાના સાયબર નિષ્ણાત મયુર ભુસાવળકરે દિવાળીના પ્રવાસ દરમિયાન સાયબર ઠગાઈથી બચવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સાવચેતીઓ જણાવી છે.નકલી વેબસાઇટ અને મોબાઇલ એપનો ઉપયોગ મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, દિવાળીના પ્રવાસ દરમિયાન સાયબર ઠગો અનેક રીતે લોકોને નિશાન બનાવે છે. જાણીતી હોટેલ કે ટ્રાવેલ કંપનીના નામે નકલી વેબસાઇટ અને મોબાઇલ એપ બનાવવી, સોશિયલ મીડિયા પર ભારે ડિસ્કાઉન્ટની ખોટી જાહેરાતો મૂકવી, નકલી કસ્ટમર કેર નંબર દ્વારા રિફંડના નામે છેતરપિંડી કરવી તથા વોટ્સએપ પર શંકાસ્પદ લિંક મોકલવી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી લાલચમાં આવીને લોકો પોતાની બેંકિંગ વિગતો આપી દે છે અથવા અજાણ્યા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી બેસે છે.સસ્તા પેકેજની જાહેરાતો સામે ખાસ સાવચેત રહેવું જોઈએતેમણે જણાવ્યું કે, પ્રવાસીઓએ બજારભાવ કરતાં અસામાન્ય રીતે સસ્તા પેકેજની જાહેરાતો સામે ખાસ સાવચેત રહેવું જોઈએ. ‘મર્યાદિત સમયની ઓફર’ અથવા ‘તાત્કાલિક એડવાન્સ નહીં આપો તો બુકિંગ રદ થશે’ જેવા દાવાઓ દ્વારા લોકોને ઉતાવળે નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઉતાવળ કરવાને બદલે ઓફરની ખરાઈ કરવી જોઈએ. બુકિંગ માટે હંમેશાં સંબંધિત કંપનીની અધિકૃત વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરવો જોઈએ. અજાણી લિંક પરથી મળેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું પણ ટાળવું જોઈએ.નકલી કસ્ટમર કેર નંબર પણ સાયબર ઠગાઈનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમમયુર ભુસાવળકરના મતે, નકલી કસ્ટમર કેર નંબર પણ સાયબર ઠગાઈનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. ટિકિટ રદ થવી, બુકિંગ કન્ફર્મ ન થવું અથવા રિફંડ મેળવવા જેવી પરિસ્થિતિમાં લોકો ઇન્ટરનેટ પર સંપર્ક નંબર શોધે છે. ઠગો આવા સમયે ખોટા નંબર દ્વારા સંપર્ક સાધીને ઓટીપી, બેંકની વિગતો અથવા ગુપ્ત પિન માગી શકે છે. તેથી કસ્ટમર કેર નંબર હંમેશાં અધિકૃત વેબસાઇટ અથવા એપ પરથી જ મેળવવો જોઈએ.ક્યૂઆર કોડને સ્કેન કરતાં પહેલાં સાવચેતી રાખોતેમણે ક્યૂઆર કોડ અને યુપીઆઈ દ્વારા થતી છેતરપિંડી અંગે પણ સાવચેત રહેવાની સલાહ આપી છે. બુકિંગના એડવાન્સ અથવા રિફંડના નામે મોકલવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરતાં પહેલાં સામેની વ્યક્તિનું નામ અને રકમ ચકાસવી જરૂરી છે. પૈસા મેળવવા માટે સામાન્ય રીતે યુપીઆઈ પિન દાખલ કરવાની જરૂર પડતી નથી. તેથી રકમ જમા કરાવવાના બહાને પિન માગવામાં આવે તો વ્યવહાર અટકાવી દેવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ઓટીપી, એટીએમ પિન કે યુપીઆઈ પિન અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.ટ્રાવેલ એજન્સીની વિશ્વસનીયતા તપાસવી પણ જરૂરીપ્રવાસનું બુકિંગ કરતાં પહેલાં ટ્રાવેલ એજન્સીની વિશ્વસનીયતા તપાસવી પણ જરૂરી છે. સ્થાનિક એજન્ટ મારફતે બુકિંગ કરાવતા હોવ તો તેની ઓફિસ, સરનામું અને વ્યવસાય સંબંધિત વિગતોની ખરાઈ કરવી જોઈએ. બુકિંગ પૂર્ણ થયા પછી ઇ-ટિકિટ, હોટેલની રસીદ અને વ્યવહારની ઓળખ સંખ્યા સાચવી રાખવી જોઈએ. જરૂર પડે તો સંબંધિત હોટેલ અથવા પરિવહન કંપનીનો સંપર્ક કરીને બુકિંગની પુષ્ટિ કરી લેવી જોઈએ. આ ઉપરાંત, જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ.સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરોજો કોઈ વ્યક્તિ સાયબર ઠગાઈનો ભોગ બને તો મયુર ભુસાવળકરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સલાહ આપી છે. સૌપ્રથમ સંબંધિત બેંકનો સંપર્ક કરીને ખાતા અથવા કાર્ડની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ. છેતરપિંડી સંબંધિત સંદેશાઓ, ફોન નંબર, ચુકવણીની રસીદ અને સ્ક્રીનશોટ જેવા પુરાવા પણ સાચવી રાખવા જોઈએ. વહેલી ફરિયાદ કરવાથી નાણાં અટકાવવાની શક્યતા વધી શકે છે, જોકે રકમ પરત મળવાની ખાતરી હોતી નથી.જાગૃતિ અને સાવચેતી સૌથી મહત્ત્વપૂર્ણ મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, દિવાળીની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે જાગૃતિ અને સાવચેતી સૌથી મહત્ત્વપૂર્ણ છે. સસ્તી ઓફરની લાલચમાં આવ્યા વિના, અધિકૃત માધ્યમોનો ઉપયોગ કરીને અને દરેક નાણાકીય વ્યવહારની ખરાઈ કરીને સાયબર ઠગાઈનું જોખમ ઘટાડી શકાય છે. તહેવારોની ખુશીઓમાં સાયબર ઠગો વિઘ્ન ન નાખે તે માટે દરેક પ્રવાસીએ ડિજિટલ વ્યવહારોમાં સજાગ રહેવું જોઈએ. આ પણ વાંચો  :   CJPનું ચૂંટણી પંચ સામેનું આંદોલન મોકૂફ, સાથી નેતાઓ જેલમાં જતાં અભિજીત દીપકેએ લીધો નિર્ણય

Read Full Story arrow_forward