Rajkot: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર પર હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ડોક્ટર પાર્થ પંડ્યા પર હિંસક હુમલો કરનાર જયદીપ ચાવડાની પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણ દિવસની દોડધામ બાદ ધરપકડઘટનાની વિગત મુજબ, ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોઈ કારણોસર બોલાચાલી બાદ જયદીપ ચાવડાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તબીબી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ તેને શોધી રહી હતી. અંતે, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પ્રદ્યુમન નગર પોલીસે તેને દબોચી લીધો છે.આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી આ મામલો માત્ર એકતરફી નથી રહ્યો, કારણ કે આરોપી જયદીપ ચાવડાની માતાએ પણ ડોક્ટર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી છે કે ડોક્ટરે તેમને માર માર્યો હતો. આમ, હોસ્પિટલમાં થયેલી આ બબાલ હવે પોલીસ તપાસનો વિષય બની છે કે હુમલાની શરૂઆત કોણે કરી હતી અને કયા સંજોગોમાં આ સ્થિતિ સર્જાઈ હતી.ડોક્ટરોની સુરક્ષાનો સવાલસિવિલ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ ડોક્ટરો પર થતા હુમલાઓને લઈને ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. તબીબોની માંગ છે કે હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક કરવામાં આવે જેથી ફરજ બજાવતા ડોક્ટરો નિર્ભયતાથી કામ કરી શકે.આ પણ વાંચો: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ
Read Full Story arrow_forward