android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: વર્ષ 2025માં  1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા,  258 સામે તડિપાર કરવાની કાર્યવાહી
calendar_today January 1, 2026

Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

અમદાવાદમાં લોકોને રંજાડતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે સખત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025માં આવા તત્વો સામે પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. 1107 ઈસમોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શનમાં પીસીબી દ્વારા વર્ષ 2025માં અસામાજીક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરાવી, શહેરભરમાંથી શરીર સબંધી, મિલ્કત સબંધી, પ્રોહીબીશનની પ્રવૃતિ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિ કરવા વાળા કૂલ 1107 ઈસમોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 258 ઈસમો સામે તડિપાર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ આ ઉપરાંત પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા પ્રોહિબિશન અને જુગાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. તેમજ કૂલ 5,74,17,052 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગાર ધારા હેઠળ કૂલ 70 કેસ કરીને 245 જુગારીઓને પકડી લઈને કૂલ 83,63,450નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રોહિબિશન અને જુગારના કેસોમાં કુલ્લે રૂપિયા 6,57,80,502નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. આ પણ વાંચોઃ Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

Read Full Story arrow_forward
Surat News: દારૂ વેચવા લાંચ માંગતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
calendar_today January 1, 2026

Surat News: દારૂ વેચવા લાંચ માંગતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં ફરી એકવાર લાંચિયા અધિકારીના કરતૂતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કડોદરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિને સુરત એસીબીએ રૂપિયા 30,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હેડ કોન્સ્ટેબલ અગાઉ પણ લાંચના કેસમાં પકડાઈ ચૂક્યા હોવા છતાં તેમની પદ્ધતિમાં કોઈ સુધારો આવ્યો નથી.શું હતો સમગ્ર મામલો? આ કેસના ફરિયાદી ભૂતકાળમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ હાલમાં તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી ચૂક્યા છે. તેમ છતાં, વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિ તેમને સતત હેરાન કરતા હતા. જમાદારે ફરિયાદીને ધમકાવતા કહ્યું હતું કે, તું અત્યારે પણ દારૂનો ધંધો કેમ કરે છે? તેમ કહી કેસ ન કરવાના બહાને નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા 30,000 ની રકમ નક્કી કરવામાં આવી હતી. ACB એ આંત્રોલી ગામે ગોઠવી ટ્રેપ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના આયોજન મુજબ આજે આંત્રોલી ગામ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેવું જ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ ફરિયાદી પાસેથી લાંચના રૂપિયા 30,000 સ્વીકાર્યા, કે તરત જ છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા. પોલીસ બેડામાં ફફડાટ નોંધનીય છે કે, સુરત જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં આ બીજી એવી ઘટના છે, જેમાં પોલીસ કર્મચારી એસીબીના હાથે ઝડપાયા હોય. આરોપી શીતલ પ્રજાપતિ અગાઉ સુરત શહેરમાં પણ લાંચ લેતા પકડાયા હતા, તેમ છતાં તેમની આવી શંકાસ્પદ કામગીરી ચાલુ રહી હતી. એસીબીની આ સફળ ટ્રેપ બાદ સમગ્ર સુરત પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે અને ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surat News: કુખ્યાત ખંડણીખોર અભી વોરા ઝડપાયો

Read Full Story arrow_forward
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન, કેન્દ્ર સરકારની નવા વર્ષમાં મુસાફરોને મોટી ભેટ, જાણો ટ્રેનની ખાસિયત
calendar_today January 1, 2026

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન, કેન્દ્ર સરકારની નવા વર્ષમાં મુસાફરોને મોટી ભેટ, જાણો ટ્રેનની ખાસિયત

કેન્દ્ર સરકારે રેલ્વે મુસાફરોને મોટી ભેટની જાહેરાત કરી. ભારતીય રેલ્વે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરી રહી છે. આધુનિક સુવિધાથી સજ્જ સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. સ્લીપર વંદે ભારત ટ્રેન ભારત અને રશિયાના સંયુક્ત સાહસ કિનેટ રેલ્વે સોલ્યુશન્સ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારતીય રેલ્વેએ વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવા માટે ત્રણ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમાં સરકારી માલિકીની BEML, કિનેટ રેલ્વે સોલ્યુશન્સ અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ અને BHELનું કન્સોર્ટિયમ શામેલ છે.

Read Full Story arrow_forward