android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Railway News : Rajkot ડિવિઝને 125 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, જાણીલો તમામ ટ્રેનોના આવન જાવનનો સમય
calendar_today January 1, 2026

Indian Railway News : Rajkot ડિવિઝને 125 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, જાણીલો તમામ ટ્રેનોના આવન જાવનનો સમય

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 1લી જાન્યુઆરી, 2026થી રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નવા વર્ષથી એટલે કે 1લી જાન્યુઆરીથી ટ્રેનોના આવન જાવન પર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઓખા,હાપા અને રાજકોટથી આવતી જતી 100 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં 1 મિનિટથી લઇને 27 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનથી મુસાફરી કરતા લોકોએ ટ્રેનોનો નવો ટાઇમ જાણીને મુસાફરી કરવી.આવન જાવન કરતી ટ્રેનોના સમયમાં ફેરફાર આવન જાવન કરતી ટ્રેનોના સમય પત્રકની જો વાત કરીએ તો બિલાસપુર ઓખા એક્સપ્રેસ 22940 12 મિનિટ વહેલી આવશે. 16733 રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી આવશે. 22907 મડગાવ હાપા એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે. 20971 દિલ્હી સરાઇ રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે. 22923 બાન્દ્રા ટર્મિનસ જામનગર હમસફર 6 મિનિટ વહેલી આવશે. 12267 મુંબઇ સેન્ટ્રલ હાપા દૂરન્તો 5 મિનિટ વહેલી આવશે. 19566 દેહરાદૂન ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ તેના જૂના નિર્ધારિત સમય કરતા 12 મિનિટ વહેલી આવશે. 1 લી જાન્યુઆરી 2026થી રાજકોટ ડિવિઝનનું ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ ક્રમટ્રેનનું નામ જૂનો સમયનવો સમય કેટલા મિનિટ વહેલી આવશે 1.16733  રામેશ્વરમ ઓખા એક્સપ્રેસ5.19/5.29  4.59 /5.09 20 મિનિટ2.20819 પુરી ઓખા એક્સપ્રેસ5.02/ 5.12 4.47 /4.57 15 મિનિટ 3.  19566 દેહરાદૂન ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ7.32 /7.427.20/ 7.3012 મિનિટ4. 22907 મડગાંવ હાપા એક્સપ્રેસ8.2 /8.12... 7.57 /8.07 5 મિનિટ5.  20914 દિલ્હી સરાઇ રોહિલ્લા રાજકોટ એક્સપ્રેસ7.557.505 મિનિટ6.  12267 મુંબઇ સેન્ટ્રલ હાપા દુરંતો8.35 /8.45 8.30/ 8.40 5 મિનિટ7.16334 તિરૂવનંતપુરમ વેરાવળ એક્સપ્રેસ11.07/ 11.1711.00 /11.10 7 મિનિટ 8.  16338 એર્નાકુલમ ઓખા એક્સપ્રેસ11.07 /11.17  11.00 /11.107 મિનિટ 9. 22923 બાન્દ્રા ટર્મિનસ જામનદર હમસફર12.02 /12.12 11.56/ 12.06 6 મિનિટ  આ સિવાય 22940 બિલાસપુર ઓખા એક્સપ્રેસ 13.42 /13.52 13.30 /13.40 12 મિનિટ , 19756 નાથદ્વારા ઓખા એક્સપ્રેસ 13.42 /13.52 13.30/ 13.40 12 મિનિટ, 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જામનગર એક્સપ્રેસ 16.47 /16.52 16.15/ 16.25 27 મિનિટ, 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા હાપા એક્સપ્રેસ 16.47 /16.52 16.15/ 16.25 27 મિનિટ વહેલી આવશે.જે ટ્રેનો મોડી આવવાની છે એ ટ્રેનો આ સિવાય રાજકોટ ડિવિઝન પર આવનારી 6 ટ્રેનોના સમયમાં પણ ફેરફાર છે. જે પોતાના નિયત સમય કરતા 5 મિનિટ મોડી આવશે.જેમાં 59562 પોરબંર રાજકોટ લોકલ 18.55 ની જગ્યાએ 19.00 કલાકે આવશે.16734 ઓખા રામેશ્વર એક્સપ્રેસ 13.15 આવશે 13.25 એ ઉપડશે.22905 ઓખા શાલીમાર એક્સપ્રેસ,12905 પોરબંદર શાલીમાર એક્સપ્રેસ, 12949 પોરબંદર સાંતરાગાછી એક્સપ્રેસ આ સિવાય 59562 પોરબંદર રાજકોટ લોકલ પણ 56 મિનિટ લેટ આવશે.આ પણ વાંચોઃ Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

Read Full Story arrow_forward
ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરો અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત
calendar_today January 1, 2026

ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરો અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત

કચ્છ જિલ્લાની હવાઈ કનેક્ટિવિટીને વેગ આપવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (FOKIA) દ્વારા દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન નિયામક સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ભુજ-અમદાવાદ ફ્લાઇટને પુનઃ શરૂ કરવા અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ભુજ-અમદાવાદ ફ્લાઇટ: 70 ટકા ઓક્યુપન્સી છતાં કેમ બંધ? ફોકિઆના એમડી નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, અગાઉ ઉડાન યોજના હેઠળ ચાલતી ભુજ-અમદાવાદ ફ્લાઇટમાં 70 ટકા જેટલી ઓક્યુપન્સી રહેતી હતી, જે આ રૂટની વ્યાપારી સફળતા દર્શાવે છે. કેન્દ્ર સરકારનું ત્રણ વર્ષનું ફંડિંગ (VGF) પૂર્ણ થતા હાલ આ સેવા બંધ છે. જોકે, ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ સૂચવ્યું છે કે, જો રાજ્ય સરકાર સહાય પૂરી પાડે, તો આ સેવા ફરી શરૂ થઈ શકે તેમ છે. આ બાબતે 'સ્ટાર એર' સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો છે. વધુમાં, ઈન્ડિગો દ્વારા ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે નવી ફ્લાઇટ્સ શરૂ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કંડલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે જમીનની તૈયારી કચ્છના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી કંડલા ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગ લાંબા સમયથી છે. આ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) જરૂરી જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ને સોંપવા તૈયાર છે. હવે આ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે રાજ્યના મુખ્ય સચિવને દરખાસ્ત મોકલવામાં આવશે. ત્યારબાદ AAI દ્વારા ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગ અને પ્રવાસનને મળશે નવી પાંખો આ બેઠકમાં ઉદ્યોગપતિ ભાવેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. જો આ બંને પ્રશ્નોનું નિરાકરણ આવશે, તો કચ્છના સફેદ રણના પર્યટન અને અહીંના વિશાળ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટી કનેક્ટિવિટી મળશે. આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચેના સંકલનથી કચ્છને નવી હવાઈ પાંખો મળે તેવી પૂરી શક્યતા છે. આ પણ વાંચો - Kachchh News : ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં અચાનક માવઠું, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
calendar_today January 1, 2026

Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

ગ્રામીણ પરિવારોના વિકાસની સાથે સુખાકારી માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સંકલિત રીતે અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલી બનાવીને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. એ જ શ્રેણીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ PMAY-G એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને રહેણાંક સુવિધાથી વંચિત પરિવારો માટે પોતાના આવાસનું એટલે કે ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ સુધી ૨.૫૮ લાખથી વધુ આવાસો લાભાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષે ૯૩ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, આ આવાસો થકી ગ્રામીણ પરિવારોના જીવનસ્તર, આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે.અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે PMAY-G યોજનામાં કેન્દ્રનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા ફાળો હોય છે. જેમાં લાભાર્થીને આવાસ દીઠ રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આવાસ બાંધકામના રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ. ૫૦ હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ લાભાર્થીને પોતાનું પાકું તથા સુવિધાસભર ઘર બાંધવામાં મદદરૂપ બને છે, આમ રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે. લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે સહાય ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે જમીન વિહોણા નાગરિકોને પણ પોતાનું પાકું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા પ્લોટ વિહોણા આશરે 3 હજાર જેટલા લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે દસ્તાવેજની રકમ અથવા રૂ. ૧ લાખ સુધી, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય ચૂકવવા 100 ટકા રાજ્ય ફાળા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ PMAY-G યોજના અંતર્ગત તાજેતરમાં નર્મદા ખાતે ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૧૦૦૮.૧૯ કરોડના ખર્ચે કુલ ૬૧,૧૨૫ લાભાર્થીઓનો ઈ-ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો, જે રાજ્યના ગામડાઓમાં વિકાસ અને આવાસ ક્રાંતિનો ઉત્તમ દાખલો છે. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ બની રહી છે અને વિકસિત ભારત@૨૦૪૭માં મહત્વનું યોગદાન આપી રહી છે. 

Read Full Story arrow_forward