ભક્તિભાવથી ઝળહળશે બહુચરાજીધામ : આજે દુર્ગાષ્ટમી ઉજવાશે
બહુચરાજીમાં આજે દુર્ગાષ્ટમી પર્વે રાત્રે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે અને રાત્રે 12 કલાકે માતાજી સન્મુખ પલ્લી ભરાશે. આસો સુદ આઠમ સાથે લાખો માઈભકતોની આસ્થા અને શ્રાદ્ધા જોડાયેલી હોવાથી આ પ્રસંગે મોટીસંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહે છે. નવરાત્રિ શકિત સ્વરૂપની આરાધના કરવા માટેનું સૌથી મોટુપર્વ માનવામાં આવે છે. અને આથી જ નવરાત્રિ દરમિયાન બહુચરાજીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં બહુચરાજીમાં શાસ્ત્ર્રોકતવિધિથી નવરાત્રિ ઉત્સવ ઉજવવાની પરંપરા સચવાતી આવી છે. આસો સુદ એકમે ઘટસ્થાપનવિધિથી શરૂ થયેલ નવરાત્રિમાં દિવસે હોમહવન, પૂજા અર્ચના અને રાત્રે પ્રાચીન ગરબાઓ સાથે ઉજવાઈ રહી છે. તેમાં શતચંડી યજ્ઞનું વિશેષ મહત્વ છે. સતત ત્રણ દિવસ સુધી ચાલતાં રાતચંડી યજ્ઞની રવિવારે સાંજે 4:30 કલાકે પૂર્ણાહુતિ થઈ હતી. આ બન્ને પ્રસંગો સાથે શ્રાદ્ધાળુઓની શ્રાદ્ધા અને આસ્થા જોડાયેલી હોવાના કારણે મોટીસખ્યામાં માઈભકતો હાજર રહી ધન્યતાની લાગણી અનુભવે છે. આસો સુદ-10ને મંગળવારે સવારે 7:30 કલાકે જવેરાની ઉત્થાપનવિધિ કરવામાં આવશે. શ્રાદ્ધાળુઓ જવેરાને રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિકરૂપે જોતાં જવેરાના એક ટુકડા માટે પડાપડી કરે છે. વર્ષમાં 15 વખત માતાજીની સવારી નીકળતી હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward