ચ-7 પાસે ગાયોના ફોટા પાડતા કોર્પો.ના ક્લાર્કને લાફા ઝીંક્યા
જીએમસીમાં પ્રાણી રંજાડ અંકુશ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુર્યકાંત કમલેશભાઇ પટેલ (ઉવ.26) ગઇકાલે સાંજે સે.30 ઢોરવાડાથી વાહન લઇને સે.17 મુખ્ય ઓફિસ તરફ જતા હતા. ત્યારે ચ-7 સર્કલ પાસે રોડ નજીક ત્રણ ગાયો ઉભી હતી. આથી સુર્યકાંત પટેલે પોતાની ફરજના ભાગરૂપે વાહન ઉભુ રાખીને ફોનમાં ગાયોના ફોટા પાડતો હતો ત્યારે ત્યાં એક શખસ ધસીઆવ્યો હતો. તેણે સુર્યકાંતને તુ કેમ ફોટા પાડે છે?, કસાઇ છો ? કહેતા સુર્યકાંતે પોતાની ઓળખ આપી આ તેનું કામ હોવાનું જણાવ્યુ હતું. આથી આ શખ્સ વધુ ગુસ્સે ભરાયો હતો. સુર્યકાંત પટેલે ઓળખ આપી હોવા છતા આ શખ્સે તેને કસાઇ હોવાનું કહીને ગાળો આપી બે લાફા ઝીંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સુર્યકાંતે પોતાના ઉપલી અધિકારીને જાણ કર્યા બાદ લાફો મારનાર શખ્સ કિશન ઉર્ફે ભુરો રામાભાઇ દેસાઇ (રહે. પેથાપુર) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward