android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત
calendar_today January 3, 2026

Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે કારણે ડાયમંડ સિટી હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આવામાં વધુ એક હુમલા અને હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે સગા ભાઈઓ પર અજાણ્યા લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ભાઈનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલા ઉન વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ સાથે તેના ભાઈ પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં અજાણ્યા લોકો દ્વારા બે સગા ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઝાફર અલીનું મોત થયું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યાની ઘટના સુરત શહેરમાં ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યાની ઘટના છે. જેમાં આજે ઉન નવાબ રેસીડેન્સી નજીક અજાણ્યા શખ્સોએ આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે આ હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surat: ધર્માંતરણના મોટા રેકેટમાં મહિલા શિક્ષકની ધરપકડ, શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

Read Full Story arrow_forward
Navsari : ગણદેવી તાલુકાના વલોટી ગામમાં કદાવર દીપડી પાંજરે પુરાઇ, ગ્રામજનોમાં રાહત
calendar_today January 3, 2026

Navsari : ગણદેવી તાલુકાના વલોટી ગામમાં કદાવર દીપડી પાંજરે પુરાઇ, ગ્રામજનોમાં રાહત

ગણદેવી તાલુકાના વલોટી ગામમાં આજે કદાવર દીપડી આખરે લાંબા પ્રયાસો પછી પાંજરે પુરાઇ છે. કાઠાણીયા વિસ્તારમાં દીપડીના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો માટે જોખમ ઊભું થયું હતું.વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી ગ્રામજનોએ વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી. ફરિયાદને ધ્યાનમાં લેતા વન વિભાગે પાંજરું ગોઠવીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી. સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ જો કે વન વિભાગની સતત બે અઠવાડિયાની કોશિશ પછી દીપડી પાંજરમાં પુરાઇ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ ફેલાયો. આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું વન વિભાગે જણાવ્યું કે, આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું અને દીપડીને જંગલમાં પાછું મુક્ત કરવાનું આયોજન કરવામાં આવશે. આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ
calendar_today January 3, 2026

Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ

પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ખનન માફિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખાખડી ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચર જમીનમાં માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી આ પવિત્ર જમીનને ખનન માફિયાઓ દ્વારા ખોદીને ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબારને કારણે ગામનું કુદરતી સંતુલન પણ જોખમાઈ રહ્યું છે.ગૌચર જમીનમાં બેફામ ખનન ગૌચર જમીનમાં થતા આ આડેધડ ખનન મામલે ખાખડી ગામના જાગૃત ગ્રામજનોએ એકઠા થઈને ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં ખનન માફિયાઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે તેમના હોસલા વધી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. આ પણ વાંચો : Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા

Read Full Story arrow_forward