Dhandhuka: લીમડી માર્ગ પર વાસણા પાસે ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રિક્ષા ખાડામાં ખાબકી
અમદાવાદ જિલ્લામાં ધંધૂકા-લીમડી માર્ગ પર વાસણા ગામ નજીક એક રિક્ષા અચાનક રસ્તા પરથી ખાબકી ખાડામાં પડી જવાની ઘટના સામે આવી હતી. આ રિક્ષામાં ભડીયાદ ખાતે દર્શન કરી પરત ફરી રહેલા શ્રાદ્ધાળુઓ સવાર હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ વાસણા ગામના હરજીભાઈ સોનારા સહિત ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માનવતાભરી કામગીરી કરી રિક્ષામાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રામજનોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે થોડો સમય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સ્થાનિકોની મદદથી પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની ગઈ હતી.આ ઘટના માનવતા, સહકાર અને તાત્કાલિક મદદનાઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward