android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, શૂટરોએ પિસ્તોલ અને મોબાઈલ સુરતમાં છુપાવ્યા હતાં
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, શૂટરોએ પિસ્તોલ અને મોબાઈલ સુરતમાં છુપાવ્યા હતાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું 25.5 કરોડનું ડ્રગ્સ, 3 કુખ્યાત પેડલર ઝડપાયા
calendar_today October 22, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું 25.5 કરોડનું ડ્રગ્સ, 3 કુખ્યાત પેડલર ઝડપાયા

અમદાવાદ શહેરમાં ગુનાખોરી અને નશાના કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ઐતિહાસિક અને મોટી સફળતા મેળવી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને દિલ્હી, યુપી અને ગુજરાતમાં ફેલાયેલા આંતર-રાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનું મોટું નેટવર્ક તોડી નાખ્યું છે.રૂ. 25.5 કરોડની કિંમતના ઝેરી પદાર્થો અને હેરોઈન જપ્તઆ સફળ રેડ દરમિયાન પોલીસે કુખ્યાત પેડલરો પાસેથી કરોડો રૂપિયાની કિંમતના માદક પદાર્થો જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા કુલ 2,497.490 ગ્રામ એમડી એટલે કે મેફેડ્રોન, જેની બજાર કિંમત રૂપિયા 1.2 કરોડ પ્રતિ કિલો છે, અને 4,531.220 ગ્રામ હેરોઇન, જેની બજાર કિંમત રૂપિયા 5 કરોડ પ્રતિ કિલો છે, જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત આશરે રૂપિયા 25.5 કરોડ થાય છે.સીટીએમ ટોલનાકા પાસેથી 3 આરોપીઓની ધરપકડઆંતર-રાજ્ય સ્તરે ચાલતા આ રેકેટને ઝડપી પાડવા માટે પોલીસે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર આવેલા સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ટ્રેપ ગોઠવી હતી. આ રેડમાં પોલીસે 2 ડ્રગ્સ સપ્લાયર અને 1 ડ્રાઈવર સહિત કુલ 3 કુખ્યાત અપરાધીઓની ધરપકડ કરી છે.પકડાયેલા કુખ્યાત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઆ રેકેટમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ખૂબ જ કુખ્યાત અપરાધીઓ છે, અને અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે.તિફેલ નોખેજ (ઉંમર 44 વર્ષ, રહે. નવી દિલ્હી): આ શખ્સ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38 વર્ષ, રહે. મેરઠ): આ આરોપી છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં કુખ્યાત છે.કફીલ અહેમદ (ઉંમર 59 વર્ષ, રહે. નવી દિલ્હી): આ અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમડી અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.દિલ્હીથી થતું હતું ડ્રગ્સનું મુખ્ય સપ્લાયપ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સ મુખ્યત્વે દિલ્હીથી સપ્લાય કરવામાં આવતું હતું. આ આરોપીઓ અગાઉ પણ દિલ્હી અને સુરતમાં ડ્રગ્સના રેકેટમાં પકડાઈ ચૂક્યા છે. હાલ પોલીસ આ રેકેટના અન્ય કડીઓ અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.આ પણ વાંચો: Ahmedabad News : આચાર્યો સામે થતી ખોટી ફરિયાદોથી મળશે મુક્તિ, શાળા સંચાલક મંડળે શાળાઓમાં પ્રવેશ નિયમોના પરિપત્રને વધાવ્યો

Read Full Story arrow_forward
Surat News: ચંદી પડવાના તહેવાર પહેલા માવાના વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા
calendar_today October 22, 2026

Surat News: ચંદી પડવાના તહેવાર પહેલા માવાના વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા

સુરત શહેરમાં તહેવારોની મોસમ આવતાની સાથે જ ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર સજાગ બન્યું છે.ખાસ કરીને આગામી મંગળવારે ચંદી પડવાનો મોટો તહેવાર છે.આ તહેવાર પર સુરતીઓ પરંપરાગત રીતે કરોડો રૂપિયાની કિંમતની ઘારી અને તીખું ભૂસું આરોગતા હોય છે.ઘારી બનાવવા માટે પાયાની સામગ્રી તરીકે માવાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે વ્યાપક તપાસ હાથ ધરી છે. માવાના નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાશેશહેરના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલા નાના મોટા માવા વિક્રેતાઓ,ડેરી સંચાલકો અને જથ્થાબંધ વેપારીઓને ત્યાં અચાનક પહોંચીને દરોડા પાડવામાં આવ્યા છે.શહેરના પ્રત્યેક ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ તહેવાર નિમિત્તે વેચાતા માવાની ગુણવત્તા તપાસવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે.ઘારી માત્ર અને માત્ર માવામાંથી જ બનાવવામાં આવતી હોવાથી બજારમાં તેની પુષ્કળ માંગ હોય છે.જેના કારણે માવામાં નકલી તત્વો અથવા અખાદ્ય પદાર્થોની મિલાવટ થવાની સંભાવના વધી જાય છે.માવામાં કોઈ પણ પ્રકારની મિલાવટ છે કે નહીં તે જાણવા માટે ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા વિવિધ વિક્રેતાઓને ત્યાંથી શંકાસ્પદ માવાના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લેવાયેલા આ તમામ સેમ્પલોને તાત્કાલિક અસરથી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અધિકારીઓ તરફથી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી અધિકારીઓ તરફથી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો લેબોરેટરી પરીક્ષણમાં માવાના સેમ્પલ ફેલ આવશે અથવા તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ સામે આવશે તો જે તે માવા વિક્રેતાઓ અને જવાબદાર વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરાશે.ચંદી પડવાના પર્વ નિમિત્તે શહેરભરમાં ઘારીના વેચાણમાં મોટો ઉછાળો આવતો હોવાથી માવાની ખરીદી કરતા નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવું એ મનપા તંત્ર માટે પ્રાથમિકતા છે.સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ચટાકેદાર ભૂસું આરોગીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે.આગામી મંગળવાર સુધી સુરતના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી શાખા દ્વારા આ સઘન ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.તમામ વેપારીઓને માત્ર ગુણવત્તાયુક્ત માવો વાપરવા તાકીદ કરાઈ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

Read Full Story arrow_forward