android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: મંજૂરી વિના સરકારી શાળામાં પ્રવેશ્યા તો થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર
calendar_today October 22, 2026

Gujarat News: મંજૂરી વિના સરકારી શાળામાં પ્રવેશ્યા તો થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર

રાજ્યની સરકારી સ્કૂલોમાં જઈ રાજકીય રોટલા શેકતાં બિન-અધિકૃત એટલે કે વાલી સિવાયના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી થશે. પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી વિના સ્કૂલમાં પ્રવેશતા વાલી સિવાયના બિન-અધિકૃત લોકો પર રોક લગાવતો શિસ્તબદ્ધ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી સરકારી સ્કૂલોની પોલ ખોલવી વિપક્ષો માટે મુશ્કેલ બની જશે. બીજી તરફ બોર્ડ પરીક્ષા સહિતના મુદ્દે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ ફોટો પડાવી સસ્તી પબ્લિસિટી મેળવી નહીં શકે.નિયમભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો એક્ટ 2012 અને આઈટી એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશેરાજ્યની સરકારી સ્કૂલોને છેલ્લા ઘણા સમયથી રાજકીય પાર્ટીઓએ પબ્લિસિટી મેળવવાનો હાથો બનાવી દીધી હતી.ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના વાલી સિવાયના લોકો ઘૂસી જતા હોવાની અવારનવાર ફરિયાદો ઊઠતી હતી.જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા એક કડક અને શિસ્તબદ્ધ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.આ પરિપત્ર મુજબ,કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે પ્રિન્સિપાલની પૂર્વ લેખિત મંજૂરી લેવાની રહેશે. દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધવાની રહેશે.પરવાનગી વગર પ્રવેશ કરનાર કે કામગીરીમાં અવરોધ ઊભો કરનાર સામે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ કરવામાં આવશે.ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધશાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની પ્રવૃત્તિઓનું ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અથવા લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાશે નહીં. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરી શકાશે. આચાર્ય મુલાકાતીને પરિસર છોડવાનો આદેશ આપી શકશે. શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની શક્યતા હોય એવા સંજોગોમાં આચાર્ય કોઈપણ મુલાકાતીને શાળા પરિસરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે. જો કોઈ વ્યક્તિ શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો આચાર્યએ તાત્કાલિક પોલીસ અથવા શિક્ષણના અધિકારીઓને જાણ કરી લાગુ પડતાં કાયદા હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.શાળાઓ વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો જાહેર કરી નહીં શકેઆ પરિપત્રમાં સ્કૂલોને પણ તાકીદ કરવામાં આવી છે કે,વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો જાહેર કરવી નહીં. પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા સત્તાધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું કે વિદ્યાર્થીઓના ફોટો,વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર પહોંચે.સરકારના અધિકૃત અધિકારી સાથે પણ પૂર્વ મંજૂરી વિના કોઈ બાહ્ય વ્યક્તિ જઈ શકશે નહીં. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

Read Full Story arrow_forward
Ahmedabad News: 5 લાખથી વધુના દારૂના કેસોમાં એક પણ આરોપીને સજા નહીં
calendar_today October 22, 2026

Ahmedabad News: 5 લાખથી વધુના દારૂના કેસોમાં એક પણ આરોપીને સજા નહીં

સુરતના વરાછા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2016માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 20થી વધુ લોકોનાં મોત થયા બાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા વિધેયક લાવીને તેનું સઘન અમલીકરણ કરવા અને મોટા કેસોમાં કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગને તાકીદ કરી હતી.જેમાં 10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રૂ.5 લાખથી વધુના દારૂના કેસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં આજદિન સુધી એકપણ કેસમાં સજા થઈ નથી. 500નો દંડ ભરીને દારૂડિયાઓ છટકી જાય છેબીજી તરફ 25 જેટલા ખાસ સરકારી વકીલોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મોટાભાગના દારૂ પીવાના કેસોમાં પ્રથમ કેસ હોવાનું કોર્ટને કહીને રૂ.200 થી 500નો દંડ ભરીને દારૂડિયાઓ છટકી જાય છે.ગુજરાત સરકારે પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા કરીને મોટા પ્રમાણમાં ખાસ કરીને રૂ.5 લાખ કે તેથી વધુ કિંમતના અથવા મોટા સિન્ડિકેટ અને સંગઠિત ગુનાઓ સાથે જોડાયેલા દારૂના કેસો માટે વિશેષ જોગવાઈઓ કરી હતી.આ ગંભીર કેસોમાં આરોપીઓને સખત સજા અપાવવા અને પ્રોસિક્યુશન પક્ષને મજબૂત કરવા માટે સરકાર દ્વારા અદાલતોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિયુક્તિ કરવામાં આવી હતી. ઘણા વકીલોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યાકાનૂની વર્તુળોમાં ચર્ચા મુજબ,નિમણૂક પામેલા ઘણા વકીલોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં હતાં.જેમાં સરકારી કામગીરી સામે મળતું માનદ વેતન અથવા વ્યાવસાયિક ફી અપેક્ષિત ન હોવાથી વકીલોએ રસ દાખવવાનું બંધ કર્યું.હાઈ-પ્રોફાઈલ કેસોમાં પૂરતા પુરાવાઓ અથવા પોલીસતંત્ર તરફથી જોઈતો સમન્વય ન મળવાના કારણે કેસો લડવામાં આવતી મુશ્કેલીઓ, ખાનગી પ્રેક્ટિસ કરતા સિનિયર વકીલો માટે સરકારી શરતો અને નિયમો હેઠળ લાંબો સમય ફાળવવો મુશ્કેલ બન્યો હતો.નવા અને કડક કાયદાઓ બન્યા હોવા છતાં અદાલતોમાં કેસો સાબિત થવા મુશ્કેલ બન્યા હતા. કાનૂની સમીક્ષકો દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યામોટાભાગના કેસોમાં એફએસએલ રિપોર્ટ સમયસર ન મળવા,પંચો કે સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ જવા તેમજ પોલીસ તપાસમાં રહી જતી છટકબારીઓના કારણે આરોપીઓ કાનૂની લાભ મેળવીને નિર્દોષ છૂટી જતા હોય છે.કાયદાની કડક જોગવાઈઓ હોવા છતાં અદાલતી સ્તરે અપેક્ષિત કન્વિક્શન રેટના પ્રમાણમાં વ્યાપક પડકારો જોવા મળ્યા છે, જેને લઈને અગાઉ વિપક્ષ અને કાનૂની સમીક્ષકો દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 22-10-2026
calendar_today October 22, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 22-10-2026

Nikita BharatManoj DalsukhPragna Dhawalમારી જિંદગીમાં તારું આવું એ નસીબ છે મારું.આપણે બે છુટા પડીશુ, એ વહેમ છે તારું.સાથે હજી બહુ મોજ મજા કરવાની છે આપણે.થઈ પડે તો આખું જીવન તારી મારી યાદોથી સુંદર શણગારું.

Read Full Story arrow_forward