android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : જિલ્લા સ્વાગતમાં દબાણ સહિતના 22 પ્રશ્નોની વણઝાર
calendar_today October 21, 2026

Gandhinagar : જિલ્લા સ્વાગતમાં દબાણ સહિતના 22 પ્રશ્નોની વણઝાર

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 22 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જમીન સંપાદન, ગેરકાયદે દબાણો, રોડ પરના દબાણો દૂર કરવા, મિલકત અંગેના માલિકી હક સહિતના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ થયા હતા. જે પૈકી 21 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે એક પ્રશ્નના ઉકેલ માટે પ્રક્રિયા ચાલી રહી હોવાની વિગતો છે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઓક્ટોબર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં સ્થાનિક કક્ષાએ ઉકેલાયા ન હોય તેવા 22 જેટલા પ્રશ્નોની વણઝાર થઈ હતી. જેને પગલે કલેક્ટર દ્વારા દરેક અરજદારોને સાંભળીને જવાબદાર અધિકારીઓ પાસેથી પણ તેની વિગતો મેળવી હતી. રજૂ થયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે ગેરકાયદે દબાણો, રોડના દબાણો, મિલકત સંબંધિત, જમીન સંપાદનના પ્રશ્નો સામે આવ્યા હતા. 22 પ્રશ્નો પૈકી 21 પ્રશ્નોનો સ્થળ ઉપર જ સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે એક પ્રશ્ન પ્રક્રિયા હેઠળ હોવાથી પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર વિપુલ ઠક્કર, એડિશનલ કલેક્ટર અમિત પરમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahemdavad : પાલિકામાં બળવાનું સૂરસૂરિયું
calendar_today October 21, 2026

Mahemdavad : પાલિકામાં બળવાનું સૂરસૂરિયું

મહેમિયાદ પાલિકામાં પ્રમુખ પ્રશાંત પટેલ સામે ભાજપના 10 બળવાખોર સભ્યોએ બગાવતનો બ્યુગલ ફૂંકીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. નવરાત્રિ પૂર્ણ થયાની સાથે જ આંતરિક ખટપટ, અસંતોષ અને નાટક આખરે ભાજપ સંગઠનના દબાણ અને સેટિંગબાજી આગળ શમી ગયું છે. સત્તા ગુમાવવાનો ડર અને પક્ષની આબરૂ ધૂળ ધાણી થઇ જવાની દહેશતે ભાજપ નેતાઓએ નારાજ સભ્યોને બોસાડીને ઘી ઢળ્યુ તો ખિચડીમાં જેવી સ્થિતિ સર્જીને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા માટે મનાવી લેવામાં આવ્યા છે. આ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. આ સાથે જ હાલ પૂરતો ખેંચતાણનો ડ્રામા શાંત પડયો છે. ભાજપ શાસિત મહેમિયાદ નગરપાલિકાના કુલ 7 વોર્ડ અને 28 સભ્યો છે. જેમાંથી ભાજપાના 18 સભ્યો ચૂંટાયેલા છે. પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતિ છે. આમ છતાં ખુદ શાસક પક્ષના 10 કાઉન્સિલરો પ્રમુખ પ્રશાંત પટેલ સામે કામગીરી , અસહકાર અને અંહકારી વલણ સામે મોરચો માંડીને અવિશ્વાસની દરખાસ્ત લેખિતમાં ચીફ ઓફિસરને આપી હતી. ભાજપના 10 સભ્યોની સીધી નારાજગીના કારણે પ્રમુખની ખુરશી ડામાડોળ બની ગઇ હતી. અને સ્થાનિક રાજકારણમાં ભ્રષ્ટાચાર તથા મતભેદોની પોલ છતી થઇ ગઇ હતી. પાલિકામાં સત્તા ટકાવી રાખવા પ્રમુખ અને પ્રદેશના નેતાઓએ આ મામલો થાળે પાડવા અને મધ્યસ્થતા કરી હતી. યોજાયેલી હાઇડ્રામા બેઠકમાં નારાજ સભ્યોને મનાવવા માટે વિવિધ પ્રકારના આશ્વાસનો અને ગાજર ધરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ બેઠકના અંતે પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા કે આગળ ન વધારવા માટે સભ્યોને રાજી કરવામાં આવ્યા છે. જો કે આ ઉપરછલ્લા સેટિંગ અને સમજૂતી બાદ પણ પ્રમુખ અને નારાજ સભ્યો વચ્ચે કેટલું સંકલન રહેશે અને નગરપાલિકાના વહીવટીમાં એકતા જળવાશે કે ફરી કયારેક બળવો ફાટી નિકળશે તે અંગે નગરજનોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. હાલના તબક્કે ભાજપે પોતાના આંતરિક છાપરે ચડેલા વિવાદ પર ગમે તેમ કરીને કાગળનું ઢાંકણું ઢાંકી દીધું છે અને પ્રમુખ પ્રશાંત પટેલને હાલ રાહત મળી છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahemdavad : ફોટોસેશનમાં સબ સલામત છે તેવું બતાવવાનો પ્રયાસ પણ સભ્યોના ચહેરા ખામોશ !!
calendar_today October 21, 2026

Mahemdavad : ફોટોસેશનમાં સબ સલામત છે તેવું બતાવવાનો પ્રયાસ પણ સભ્યોના ચહેરા ખામોશ !!

મહેમદાવાદ પાલિકામાં નારાજ સભ્યોને યેનકેન રીતે મનાવી લેવામાં આવ્યા છે કે પછી પ્રદેશ ભાજપે લાલઆંખ કરી સાનમાં સમજી જવા ચેતવણી આપી કે જે હોય પણ ધારાસભ્ય દ્વારા તમામ સભ્યોને મનાવી લેવામાં તો આવ્યા છે. બાદમાં ફોટોસેશન કરી શહેરીજનોને એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, કોઈ નારાજગી નથી કે કોઈ વિરોધ નથી. બધું બરાબર ચાલી રહ્યું છે. જો કે, દર્પણ ક્યારેય જૂઠ બોલતું નથી તેમ ફોટો પણ ક્યારેય જૂઠ બોલતો નથી. તસવીરમાં ધારાસભ્યની સાથે ઉભેલા નારાજ સભ્યોના ચહેરાના હાવભાવ ઘણું બધું બયાન કરી જતા હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. એક પણ નારાજ સભ્યના ચહેરા ઉપર સ્મિત નથી કે ખુશી જોવા મળતી નથી. ફોટોસેશનમાં સબ સલામત છે તેવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ સભ્યોના ખામોશ ચહેરા અને નારાજગી ઊડીને આંખે વળગી રહી છે એ કહેવા માટે શબ્દો નહીં પણ તસવીર પૂરતી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward