android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News : મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ
calendar_today January 2, 2026

Morbi News : મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ

મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને બનાવટી દસ્તાવેજ બનાવવામાં આ આરોપીઓએ મદદ કરી હોવાની વાત સામે આવી છે, સિક્કા અને રાઉન્ડ સિલમાં મદદ કરવાનો ગુનો આ ઝડપાયેલ આરોપી સામે નોંધાયો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન આચર્યુ કૌભાંડ. હળવદમાં જમીન કૌભાંડ કર્યુ હતુ મામલતદારે મહિલા સહિત 9 સામે કરી હતી ફરિયાદ અને પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે, વાત એવી છે કે, આરોપીઓએ કોયબા, સુંદરીભવાની અને ઘનશ્યામપુર ગામે સરકારી જમીન પચાવી પાડી હતી અને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતા મામલતદારે તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું હતુ. આ કેસમાં 9 માંથી 2 તો મહિલા આરોપી હોવાની પણ વાત છે. નકલી રબ્બર સ્ટેમ્પ અને નકલી અધિકારીની સહીવાળો દસ્તાવેજ મળ્યો આ કેસની વાત કરવામાં આવે તો જમીન કૌંભાડના કેસમાં બે મહિલા સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાંથી 4 આરોપી હાલ પોલીસના સકંજામાં છે. ખોટા રબ્બર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોને આધારે કૌભાંડ પાર આચરવામાં આવ્યું છે. દસ્તાવેજ જે ખોટા કરવામાં આવ્યો છે તેને રદ પણ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2660થી વધી 2680 રૂપિયા થયો 

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની હવા દિવસેને દિવસે બની રહી છે ઝેરી, થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો
calendar_today January 2, 2026

Ahmedabad News : અમદાવાદની હવા દિવસેને દિવસે બની રહી છે ઝેરી, થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો

સૌથી વધુ થલતેજ,શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો છે, થલતેજમાં 207 અને શાંતિગ્રામ AQI 250, શાહીબાગમાં 165, સોલામાં 196 AQI નોંધાયો છે, બોપલમાં 172, સ્ટેડિયમમાં 169 AQI નોંધાયો છે, ઉષ્માનપુરામાં 173, મણિનગરમાં AQI 165, કઠવાડામાં 168 , રખિયાલમાં 165 AQI, ઘુમામાં 167, ઇસનપુરમાં 169, વટવામાં 170 AQI નોંધાયો છે. શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે. આ પણ વાંચો : Morbi News : મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, કોલકાતા અને ગુવાહાટી વચ્ચે શરૂ થશે ટ્રેન સેવા
calendar_today January 2, 2026

Gujarat Latest News Live : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, કોલકાતા અને ગુવાહાટી વચ્ચે શરૂ થશે ટ્રેન સેવા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward