Ahmedabad: સબ ઝોનલ ઓફ્સિના નાકની નીચે ત્રણ સ્થળે લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વ્યય
જળ એ જ જીવન છે' ના સૂત્રો માત્ર દીવાલો પર જ શોભતા હોય તેમ અમરાઈવાડીમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અમરાઈવાડી સબ ઝોનલ ઓફ્સિની બિલકુલ નજીક ત્રણ મુખ્ય સ્થળોએ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડયું હોવા છતાં તંત્ર નિંભર બનીને બેઠું છે. શિયાળની શરૂઆત પહેલા પાણીના પોકારની ભીતિ છે, ત્યારે બીજી તરફ્ પાઈપલાઈન લીકેજને કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જેમાં પણ સ્વસ્તિક ચાર રસ્તા પાસે અને રબારી કોલોની પાસે એક અઠવાડિયાથી વધુનો સમય થયો છે છતાં રિપેરિંગ ન થઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.સ્થાનિક રહીશો અને રાહદારીઓની ફરિયાદ મુજબ, સ્વાતિક ચાર રસ્તા, જોગણી માતાના મંદિર પાસે છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પાણીની લાઈન તૂટેલી હાલતમાં છે. રસ્તા પર શુદ્ધ પીવાનું પાણી ભરાઈ રહેવાને કારણે આખું નાકું ગંદકી અને કાદવના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે. ભરાયેલા પાણીમાંથી જ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ પસાર થવાની ફ્રજ પડી રહી છે. આ તરફ્ રબારી કોલોની મેટ્રો સ્ટેશન તરફ્ આવતા માર્ગ પર પિલર નંબર C/06 પાસે લાંબા સમયથી લાઈન લીકેજ છે. મેટ્રો સ્ટેશનની નીચે જ પાણી જમા થતું હોવાથી મુસાફ્રોને પણ હાલાકી ભોગવવી પડે છે. જ્યારે સ્વાતિક ચાર રસ્તાના મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ ગેટ પાસે જ પાણીની લાઈન ફટી હોવાથી મુસાફ્રો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે. આ લીકેજને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણીનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે તેમજ વિસ્તારમાં આવેલી ચાલી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઓફ્સિ નજીક હોવા છતાં અધિકારીઓ કેમ અજાણ બને છે. સબ ઝોનલ ઓફ્સિની આટલી નજીક આટલા મોટા ભંગાણ હોય, તો શું અધિકારીઓની નજર પડી રહી નથી. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું કે, અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જ્યાં પણ લાઇનમાં ભંગાણ પડયું છે ત્યાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. લાઇનમાં રોડ અને દબાણ હટાવવા માટે કામગીરી દરમિયાન ભંગાણ પડયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward