android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: અમૂલ ડેરીની 79મી સાધારણ સભા 17 જાન્યુઆરીએ મળશે
calendar_today January 2, 2026

Anand: અમૂલ ડેરીની 79મી સાધારણ સભા 17 જાન્યુઆરીએ મળશે

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીની 79 મી વાર્ષિક સાધારણ સભા 17 જાન્યુઆરીને શનિવારે ડેરી સંઘના સરદાર પટેલ હોલ ખાતે ચેરમેન સાભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન વિજય પટેલની ઉપસ્થિતિમાં મળશે.અત્રે ઉલ્લેખનિય છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં સભા બોલાવી અનિવાર્ય હતી પરંતુ ડેરી સંઘની ચૂંટણીને લઇને ગત માસમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાયા બાદ તાજેતરમાં મળેવી બોર્ડ બેઠકમાં વાર્ષિક સાધારણ સભા મુદ્દે નિર્ણય લેવાયો છે. વાર્ષિક સાધારણ સભાની કાર્યસુચી ગત 27 સપ્ટેમ્બર 2024 ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભાના પ્રોસેડીંગને બહાલી આપવી, વર્ષ 2024-25 દરમ્યાન થયેલ ખર્ચ તેમજ અંદાજ કરતા વધુ થયેલ મુડી - મહેસુલી ખર્ચને મંજુરી આપવી, 31 માર્ચના રોજ પુરા થતા વર્ષનું સરવૈયુ મંજુર કરવું, વર્ષ 2024-25 માં સંઘે કરેલા નફાની વહેંચણી મંજુર કરવી, વર્ષ 2025-26 માટે ખર્ચનું અંદાજપત્રક મંજુર કરવું, સંઘના હિસાબોના ઓડીટ મેમા અને તેના સુધારણા રિપોર્ટ, સંઘે વર્ષ 2024-25 દરમ્યાન ડેરીના વિસ્તરણ માટે કરેલા રોકાણો, સંઘના સુચિત રોકાણો, યોજનાઓ તથા ગુજરાત સહકારી કાયદાની કલમ 71 સાથે નિયમ 29 (સી) અને કલમ 163 (1) હેઠળ મંજુરીઓને બહાલી આપવી તેમજ નણાકીય વર્ષ માટે અમેરીકા અને સ્પેન ખાતે ઓડીટરની નિર્મણુંક કરવી, ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ફાળા બાબતે નિર્ણય લેવો, દૂધ સંઘ દ્વારા અરડા ઉપકરણ હેડે પ્રતિલીટરે 0.30 પૈસા કપાત કરી અરડાને ચૂકવી આપેલ રકમને બહાલી આપવી, સંઘના કર્મચારીઓ અરડામાં પણ જરૂરિયાત સમયે ફરજ બજાવતા હોય તેઓના પગાર ભથ્થાને પણ બહાલી આપવી તદ્ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવનાર કામોને એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યા છે. બેઠકમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ઉપસ્થિત દૂધ ઉત્પાદકો, ડેરીસંઘના એજન્ડાના કામોને બહાલી આપશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: બેફામ ડમ્પરની ટક્કર વાગતા ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું મોત
calendar_today January 2, 2026

Nadiad: બેફામ ડમ્પરની ટક્કર વાગતા ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું મોત

મહિસાગરના લાકડાના વેપારીએ લાકડાની હેરાફેરી માટે એક ટ્રેકટર ખરીદ્યું હતું, તેનો નંબર પણ આવેલ ન હતો.દરમિયાન બે યુવાનો ટ્રેકટરમાં લાકડા ભરીને કોઠંબાથી કઠલાલ આવી રહ્યા હતા. દરમિયાન લસુન્દ્રા પાસે એક ડમ્પરે ટકકર મારતાં એક યુવાન ટ્રેકટર પરથી નીચે પટકાતા ટ્રેકટરનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે યુવાનનું મોત નિપજતા નંબર વગરના ડમ્પર ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. મહિસાગરના લુણાવાડા ચારણ ગામે રહેતા પર્વતસિંહ બારૈયાના કાકાએ ખરીદેલ ટ્રેકટર લઈને ગત તા.31 ડિસેમ્બર 2025ના રોજ કોઠંબા લાકડા ભરવા માટે ગયા હતા. તેમની સાથે વાલીનાથનો હિતેશકુમાર જવાનસિંહ પરમાર (ઉ.વ.22) પણ મજૂરી કામ માટે સાથે ગયો હતો. બંને લાકડા ભરીને ગત તા.1લી જાન્યુઆરી 2026ના રોજ સવારના ત્રણેક વાગ્યાના સુમારે કઠલાલ આવી રહ્યા હતા. દરમિયાન ઈન્દોર - અમદાવાદ હાઈવે લસુન્દ્રા જય દ્વારકાધીશ હોટલ સામેથી પસાર થતા હતા. દરમિયાન એક નંબર વગરના ડમ્પરે ટ્રેકટરને ટકકર મારતાં ટ્રેકટરમાંથી લાકડા છુટા પડીને રોડ પર પડવા લાગ્યા હતા. હિતેશ પરમાર પણ ટ્રેકટરમાંથી છટકીને રોડ પર પડતા ટ્રેકટરનું ટાયર તેના કમરના ભાગે ફરી વળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: ખેડામાં 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર
calendar_today January 2, 2026

Nadiad: ખેડામાં 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 1.22 લાખ હેકટરના આંકડાને આંબી ગયું છે. ખેડૂતો દ્વારા ઘઉં, તમાકુ સ્ સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.મોટાભાગના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવેતરનું કામપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ હાલ તા. 2 જાન્યુઆરી સુધીમાં જિલ્લામાં 53 હજાર હેકટરમાં ઘઉં અને 31 હજાર હેકટર તમાકુ સહિત અન્ય પાકોનું વાવેતર થઇ ચુક્યું છે.જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 20155 હેકટર અને સૌથી ઓછુ ગળતેશ્વર તાલુકામાં 6310 હેકટરમાં વાવેતર નોંધાયું છે. આગામી 15 જાન્યુઆરી સુધીમાં વાવેતરનો આંક 1.75લાખ ઉપરાંત પહોંચશે. તેવી શકયતા છે, ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદ અને ત્યારબાદ કેનાલ તેમજ કૂવાઓના જળસ્તર જળવાઇ રહેતા શિયાળુ સિઝનનું વાવેતર વેગવંતુ બન્યું છે. જિલ્લામાં દેવદિવાળી બાદ ખેડૂતો ખેતરમાં રવિ પાકના વાવેતરમાં જોતરાયા હતા. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સમગ્ર જિલ્લામાં શિયાળુ પાકની સિઝનમાંં ખેડૂતો દ્વારા 122213 લાખ હેકટર ઉપરાંત વાવેતર કરી દેવામાં આવ્યું છે.ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખેડૂતોએ રોકડિયા પાક તમાકુના વાવેતરને વધુ પ્રાથમિકતા આપી છે. સિઝનમાં ઘઉંનું 53218 હેકટર, મકાઇ 187 ,ચણા 1744, રાઇ 2021, તમાકુ 31423 હેકટર , જીરૂ 94, સવા 120, વરિયાળી 673, બટાકા 4972, શાકભાજી 14079, ઘાસચારો 12291 સહિત અન્ય પાકનું વાવેતર મળીને કુલ 122213 હેકટરમાં વાવેતર આંબી ગયું છે. ખેડૂતો દ્વારા તા. 15 જાન્યુઆરી સુધી વાવેતર કરવામાં આવનાર છે. જેથી સિઝનમાં પોણા બે લાખ ઉપરાંત વાવેતરનો આંક પહોંચે તેવી શકયતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward