android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: નવા વર્ષના પ્રારંભે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે
calendar_today January 2, 2026

Gir Somnath News: નવા વર્ષના પ્રારંભે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણીએ નવા વર્ષના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવારની સાથે મુંબઈથી આવેલા ખાસ મહેમાનો પણ આ ભક્તિમય યાત્રામાં જોડાયા હતા. અંબાણી પરિવારનું હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ થયું હતું.મુકેશ અને નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરીત્યાંથી તેઓ સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુકેશ અને નીતા અંબાણીએ સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક કર્યો હતો અને સોમેશ્વર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરીદર્શન બાદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરી અમે ખૂબ જ ધન્ય બન્યા છીએ." આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને રિલાયન્સની પોતાની પ્રાઈવેટ સિક્યોરિટી ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU
calendar_today January 2, 2026

Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU

ગુજરાતમાં 11 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી મુખ્ય વાઈબ્રન્ટ સમિટ પૂર્વે, કચ્છના ગાંધીધામ ખાતે 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક જ દિવસીય ઇવેન્ટમાં કચ્છના વિકાસને નવી ગતિ આપવા માટે અંદાજે ₹8,700 કરોડના MOU કરવામાં આવ્યા હતા. અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયો પ્રારંભ ઉદ્યોગ જગત માટે નવો સૂર્યોદય ગણવાતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક નકશા પર અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કચ્છ પહેલેથી જ અગ્રેસર છે. કંડલા ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને કારણે આગામી પાંચથી સાત વર્ષમાં અહીં જંગી રોકાણો આવવાની પ્રબળ શક્યતાઓ છે.  કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરાશેઃ આનંદ પટેલ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, આ વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ'માં કચ્છના અર્થતંત્રના મુખ્ય સ્તંભ એવા પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ તેમજ મિનરલ પ્રોસેસિંગ માટે મજબૂત આયોજન કરવામાં આવ્યુ છે. કચ્છી હસ્તકલા અને પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરું પાડવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સાથે જ ગ્રીન પ્રોજેક્ટ્સ દ્વારા પર્યાવરણની જાળવણી સાથે આર્થિક સમૃદ્ધિ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સમિટ દ્વારા સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે એક મજબૂત સમન્વય સાધવામાં આવ્યો છે. જે આગામી સમયમાં કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં આવશે. આ પણ વાંચોઃ Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?

Read Full Story arrow_forward
Surendranagar: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા
calendar_today January 2, 2026

Surendranagar: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા

સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના શિકારની ગંભીર ઘટના સામે આવી છે. સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલ નીલગાયનો શિકાર કરી તેના માંસનો વેપલો કરતી ટોળકીનો સાયલા ફોરેસ્ટ વિભાગે પર્દાફાશ કર્યો છે. સેજકપર ગામની સીમમાં મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં બે શિકારીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય ત્રણ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વન્ય પ્રાણીઓના શિકારની ગંભીર ઘટનાસામાજિક વનીકરણ વિભાગના RFO સાગર મકવાણા, ભવાનીસિંહ જાદવ અને નોર્મલ વિભાગના સ્ટાફને બાતમી મળી હતી કે સેજકપરની સીમમાં નીલગાયનો શિકાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી. દરોડા દરમિયાન શિકારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગે સ્થળ પરથી હનીફ ઇબ્રાહિમ સંધી (રહે. મિરઝાપુર, અમદાવાદ) અને જુનૈદ અહેમદ કુરેશી (રહે. જુના દેલવાડા, મહેસાણા) ને ઝડપી પાડ્યા હતા.બંદૂકથી ફાયરિંગ અને ક્રૂરતાની પરાકાષ્ઠાતપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી પહેલા બંદૂકથી નીલગાય પર ફાયરિંગ કરી તેને મારી નાખતી હતી. ત્યારબાદ ધારદાર છરા અને સળિયા જેવા હથિયારોથી તેના અંગો અલગ કરી માંસ તૈયાર કરવામાં આવતું હતું. વન વિભાગે ઘટનાસ્થળેથીએક કાર અને એક બાઇક, નીલગાયના માંસનો જથ્થો, ધારદાર છરા અને લોખંડના સળિયા જપ્ત કર્યા છે.રિકન્સ્ટ્રક્શન અને કડક કાર્યવાહીવન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સકો દ્વારા મૃત નીલગાયના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરી નમૂના ફોરેન્સિક લેબ (FSL) માં મોકલવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.આ પણ વાંચો: વિશ્વાસઘાત કરી ફરાર થયેલો આરોપી અંતે પોલીસના સકંજામાં, વેજલપુર પોલીસને સોંપાયો

Read Full Story arrow_forward