Anandના ઉમરેઠમાં ગંભીર બેદરકારી: પ્લેટિનિયમ પ્લાઝા સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો ખડકલો
ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે આવેલા કાંસમાં અજાણ્યા શખ્સો દ્વારા ગંભીર પ્રકારનો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. નિયમોના ધજાગરા ઉડાવતી આ ઘટનાએ જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કર્યું છે. જાહેરમાં ફેંકાયેલા આ કચરામાં વપરાયેલી સોય (નીડલ્સ), ઇન્જેક્શનની બોટલો અને પ્લાસ્ટિકની પાઇપો જેવા જોખમી તબીબી સાધનોનો સમાવેશ થાય છે.સરકારની કડક ગાઇડલાઇનની અવગણના સામાન્ય રીતે, મેડિકલ વેસ્ટનો નિકાલ સરકારની કડક ગાઇડલાઇન મુજબ કરવાનો હોય છે, પરંતુ અહીં તેની ઘોર અવગણના કરવામાં આવી છે. કાંસમાં પડેલો આ કચરો માત્ર રોગચાળો જ નહીં, પરંતુ રખડતા પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. રાહદારીઓ અને દુકાનદારોના જણાવ્યા મુજબ, ખુલ્લામાં પડેલી સોયથી ચેપ લાગવાનો મોટો ડર છે. વળી, વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં આવો કચરો હોવાથી પાણી દૂષિત થઈ રહ્યું છે. સ્થાનિકોની માંગ અને તંત્રની જવાબદારીસ્થાનિકોએ માંગ કરી છે કે: તંત્ર તાત્કાલિક ધોરણે આ વેસ્ટ દૂર કરે, આસપાસના CCTV ફૂટેજ તપાસીને જવાબદાર હોસ્પિટલ કે લેબોરેટરીની ઓળખ કરવામાં આવે અનેદોષિતો સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની બેદરકારી આખા શહેરના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે, તેથી તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward