Rajkot માં 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, પાર્કિંગ માટે મનપાનું બોર્ડ ઉખેડ્યું!
રાજકોટ શહેરમાં કાયદાના રક્ષક ગણાતા પ્રતિનિધિઓની ઓળખ ધરાવતી ગાડીના ચાલક દ્વારા નિયમોના ધજાગરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક જાહેર માર્ગ પર સફેદ રંગની લક્ઝરી મર્સિડીઝ કાર (નંબર GJ 18 BJ 6763), જેના પર 'MLA ગુજરાત' લખેલી પ્લેટ મારેલી હતી, તેના ચાલકે પોતાની કાર પાર્ક કરવા માટે મહાનગરપાલિકા (RMC) દ્વારા લગાવવામાં આવેલું સરકારી બોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની સત્તા અને વગનો દુરુપયોગ કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો આ પ્રયાસ જોઈને આસપાસના લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.પોલીસ અને મનપા શું એક્શન લેશે? આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારચાલક નિર્ભય બનીને સરકારી બોર્ડ સાથે છેડછાડ કરી રહ્યો છે જેથી તે પોતાની ગાડી ત્યાં ઊભી રાખી શકે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ 'MLA' લખેલી પ્લેટ ધરાવતી મોંઘીદાટ કારના ચાલકનું આ કારસ્તાન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. પોલીસ અને મનપા તંત્ર આ બાબતે શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે. આ પણ વાંચો : Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા
Read Full Story arrow_forward