android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી
calendar_today January 3, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી

રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે કરશે સસ્પેન્શનની કાર્યવાહી અને સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કરશે કાર્યવાહી ઈડીના રિપોર્ટના આધારે રાજેન્દ્ર પટેલ સામે થશે કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર જ્યાં ડિસ્ટ્રિકટ જજ કે.એમ.સોજીત્રાએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને ૭ જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો. જયારે અન્ય રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર. કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. ઈડી દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારી અને સ્ટાફની ધરપકડ કરે તેવી શકયતાઓ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી સુરેન્દ્રનગરના કલેક્ટરને રિમાન્ડ પર સોંપાતા તેમની સાથે સંકળાયેલા અન્ય બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી બુધવાર અમદાવાદ આવીને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં કેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી તેની વિગતો સ્ટાફ અને વકીલો પાસેથી મેળવી હતી. 2 મોબાઈલ સહિત 12 ડિવાઈસ જપ્ત કરાયા છે જ્યાં ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજે કોર્ટને જણાવ્યું હતું કે, જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. ઈડીને રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

Read Full Story arrow_forward
Valsad: ધરમપુરમાં મામલતદારની આકસ્મિક રેડ, પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરનારાઓનો લાખોનો સામાન જપ્ત
calendar_today January 3, 2026

Valsad: ધરમપુરમાં મામલતદારની આકસ્મિક રેડ, પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરનારાઓનો લાખોનો સામાન જપ્ત

વલસાડ ના ધરમપુરના ધામણી ગામ નજીક પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરી રહેલા ખનીજ માફિયાઓ સામે ધરમપુર મામલતદાર એસ.એમ. ધોળીયાની આગાહી હેઠળ આકસ્મિક રેડ કરવામાં આવી. મામલતદારની ટીમના દરોડા બાદ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો.4 જેટલી ટ્રક અને 5 જેટલી જેસીબી કબજે લેવામાં આવી રેડ દરમિયાન 4 જેટલી ટ્રક અને 5 જેટલી જેસીબી કબજે લેવામાં આવી હતી અને સંગ્રહિત સામગ્રીની તપાસ વલસાડ ખાણ અને ખનીજ વિભાગને સોંપાઈ. આ આકસ્મિક તપાસમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન  છેલ્લા કેટલાક સમયથી ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું હતું. મામલતદારની આ આકસ્મિક રેડથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ પણ વાંચો-----    ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા
calendar_today January 3, 2026

Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા

ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવા વર્ષની પ્રથમ પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈભક્તો ડુંગર પર ચઢવા માટે કતારબદ્ધ થયા હતા. "જય ચામુંડા" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહીને માંના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને નવા વર્ષની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિ અને આસ્થાનો સંગમ ભક્તોના ભારે ધસારાને કારણે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્રએ પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પદયાત્રીઓ અને ખાનગી વાહનો દ્વારા આવતા ભક્તોને કારણે મંદિર પરિસર તેમજ નીચેના તળેટી વિસ્તારમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી. સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward