android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: નાનાપોઢા નજીક કોલક નદીના બ્રિજની જર્જરીત સ્થિતિ, પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવર જવર ચાલુ રહેતા લોકોમાં ચિંતાની લાગણી
calendar_today January 3, 2026

Valsad: નાનાપોઢા નજીક કોલક નદીના બ્રિજની જર્જરીત સ્થિતિ, પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવર જવર ચાલુ રહેતા લોકોમાં ચિંતાની લાગણી

વલસાડ જિલ્લાના નાનાપોઢા વિસ્તારમાં આવેલા કોલક નદીના બ્રિજ ની હાલત ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. આ બ્રિજ પર ભારે વાહનોના ઉપયોગને લઇ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ વાહનચાલકો દ્વારા આ નિયમોનું બિન્ધાસ્ત ઉલંઘન થઈ રહ્યું છે.સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો દર્શાવે છે કે રાત્રિના સમય દરમિયાન ભારે વાહનોનું આવન-જાવન ચાલી રહ્યું છે, જે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાવી રહ્યો છે.  રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા દિવસે, બ્રિજના બંને બાજુ પોલીસ બેરેક અને બંદોબસ્તને કારણે વાહનો પસાર નથી થતા, પરંતુ રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા રહે છે.  જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજની હાલત એટલી ખતરનાક બની ગઈ છે કે, જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે છે. વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને બ્રિજની મરામત શરૂ કરવા માટે જણાવ્યું છે. આ પણ વાંચો----    ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
પ્રયાગરાજમાં માઘ સ્નાન કરવા ભક્તો ઉમટ્યાં
calendar_today January 3, 2026

પ્રયાગરાજમાં માઘ સ્નાન કરવા ભક્તો ઉમટ્યાં

વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સરયુ નદીના કિનારે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો
calendar_today January 3, 2026

Gujarat Latest News Live : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward