android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: માતાજીને રૂ.43,51,000 સુવર્ણમય અને રત્નોજડિત મુગટ અર્પણ કરાયો
calendar_today January 2, 2026

Ambaji: માતાજીને રૂ.43,51,000 સુવર્ણમય અને રત્નોજડિત મુગટ અર્પણ કરાયો

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલેગ્રુપના દિપેશ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને દિવ્ય અને ભવ્ય સોનાનો મુગુટ ભેટ ધરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 51 શકિતપીઠ પૈકી હદયસ્થ શક્તિપીઠ તરીકે સુપ્રસિદ્ધ છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા સૂચવ્યા મુજબ માતાજીના શૃંગાર માટે સુવર્ણજડીત મુગુટનો શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે અભ્યાસ કરવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિની ધરોહરયુક્ત ગાથા સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગૌરવ પ્રાપ્ત કરાવે છે. વૈદિક શાસ્ત્રોમાં મા જગદંબાના શૃંગારનું અલૌકીક વર્ણન થયેલ છે. આવતી કાલે મા જગદંબાના પ્રાગટયોત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની પ્રેરણાથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજીનો સુવર્ણ અને રત્નજડીત મુગુટ બનાવવાનો નિર્ધાર કરવામાં આવેલ. લગભગ 3 મહિના જેટલો સમય આ મુગુટ બનાવવામાં થયેલ છે. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી મીના કારીગરી, રત્નોનો ઉપયોગ કરી મા જગદંબાના આશીર્વાદથી બનેલ આ દિવ્ય અને ભવ્ય મુગુટ ભેટમાં પ્રાપ્ત થતા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આભાર વ્યક્ત કર્યો હોવાનું મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા
calendar_today January 2, 2026

Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા

પાટણ શહેર સહિત જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે કારણ કે જ્યારે ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી રહેવાની નોંધાયું હતું. વહેલી સવારે ફુંકાતા ઠંડા પવનોના કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ થતાં જીલ્લાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા તો કેટલાક લોકો ગુલાબી ઠંડીની મજા લેવા સ્વેટર અને જેકેટ પહેરીને મોર્નિંગ અને ઈવનીંગ વૉક કરતા નજરે ચડયા હતા.પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસ અગાઉ વરસેલા કમોસમી વરસાદ બાદ આખરે આકાશમાંથી વાદળો વિખેરાઈ જતાં જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવનો ફૂંકાતાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડીગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાતાં નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે વાલીઓ ગરમ કપડાં, સ્વેટર અને ટોપીઓની ખરીદી કરી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં ફૂટપાથ પર નાના વેપારીઓએ બાળકોના વસ્ત્ર્રોની હાટડીઓ લગાવી છે, જ્યાં મોટા શોરૂમ કરતાં પ્રમાણમાં સસ્તા ભાવે ગરમ કપડાં મળી રહ્યા છે. યુવાનો અને યુવતીઓ તેમની પસંદગી મુજબની ડિઝાઇનના ગરમ સ્વેટર અને ટોપીઓ ખરીદવા માટે શોરૂમમાં ધસારો કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્ર્રોની સાથે શરદી અને ખાંસી પ્રતિરોધક આહાર પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરત કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જાહેર માર્ગો અને સોસાયટીના ખુલ્લા પ્લોટમાં મહિલાઓ, યુવતીઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો યોગા, પ્રાણાયામ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: નર્મદાના નીર વહે છે પણ... જાખોત્રા માયનર કેનાલ તો હજુ 'તરસ્યાની તરસ્યી'
calendar_today January 2, 2026

Patan: નર્મદાના નીર વહે છે પણ... જાખોત્રા માયનર કેનાલ તો હજુ 'તરસ્યાની તરસ્યી'

સાંતલપુર તાલુકાની જાખોત્રા માયનર કેનાલમાં હજુ સુધી કેનાલ બનાવવામાં આવે 8 ત્યારબાદ કેનાલ પૂર્ણ થઈ રહી છે ત્યાં સુધી કેનાલનું પાણી જ પહોંચ્યું નથી જેના કારણે મુખ્ય નર્મદા કેનાલ ચાલી રહી છે તેમ છતાં કેનાલનું પાણી ખેડૂતોને મળતું નથી અને તેના કારણે ખેડૂતોના ખેતરો પાણી વગર સૂકા ભઠ્ઠા ભાસી રહ્યા છે.બીજી તરફ્ સાયફ્ન નંબર 5400 નજીક કેનાલ લીકેજ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેમજ લાખોની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં જંગલ કટીંગ, રીપેરીંગ અને કેનાલ સફાઈ માત્ર ફાઈલોમાં જ સીમિત રહી હોય તેવું લાગી રહ્યું છે જેના પરિણામે સાયફ્ન નં. 5400થી આગળ કેનાલનું પાણી આજદિન સુધી પાણી મોકલવામાં આવ્યું નથી.કેનાલમાં પાણી છોડવામાં આવતું પાણી કેનાલ ખામીગ્રસ્ત હોવાના કારણે પાણી આગળ જતું નથી. એક તરફ્ પાણી વેસ્ટ થઈ રહ્યું છે અને બીજી તરફ્ ખેતરોમાં છૂટું પાણી ફરી વળતાં ખેતીની જમીન ક્ષાર યુક્ત બની રહી છે., જેના કારણે પાકો સંપૂર્ણપણે નિષ્ફ્ળ ગયા થઈ રહ્યા છે . ખેતર માર્ગો પર સતત પાણી વહેતું રહેતા ખેડૂતોને રોજબરોજની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward